વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સામે આવ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં આ વીડિયો વર્ષ 2011નો છે. તે દરમિયાન નીતિન ગડકરીએ આ નિવેદન તત્કાલીન યુપીએ સરકાર અને તે સમયના પ્રધાનમંત્રી મનમોહન સિંહને લઈને આપ્યું હતું. હવે આ વીડિયોને એડિટ કરીને દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી એવી રીતે શેર કરવામાં આવી રહ્યો છે કે જેનાથી એવું લાગે કે જાણે તેઓ વડાપ્રધાન મોદીની ટીકા કરી રહ્યા છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો વડાપ્રધાનની ટીકા કરતો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નીતિન ગડકરીએ ભાજપની વિરુદ્ધ જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે. નીતિન ગડકરીએ તેમને લોકશાહીના વિરોધી ગણાવ્યા છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સામે આવ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં આ વીડિયો વર્ષ 2011નો છે. તે દરમિયાન નીતિન ગડકરીએ આ નિવેદન તત્કાલીન યુપીએ સરકાર અને તે સમયના પ્રધાનમંત્રી મનમોહન સિંહને લઈને આપ્યું હતું. હવે આ વીડિયોને એડિટ કરીને દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી એવી રીતે શેર કરવામાં આવી રહ્યો છે કે જેનાથી એવું લાગે કે જાણે તેઓ વડાપ્રધાન મોદીની ટીકા કરી રહ્યા છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર ‘ઈન્દ્રબલી યાદવે’ 16 ઓક્ટોબર, 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘ભાજપના નેતા નીતિન ગડકરીનું પહેલીવાર લોકતંત્રના સમર્થનમાં મોદીજીની વિરુદ્ધ નિવેદન. આપણા દેશને આવા નેતાઓની ખૂબ જરૂર છે. સમાજવાદી વિચારધારાના નેતા કોઈપણ પાર્ટીના હોય…આવા લોકોનું સમર્થન કરવું જોઈએ..!’
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
તપાસ
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું. પરંતુ નીતિન ગડકરીએ પીએમ મોદીની ટીકા કરી હોય એવો કોઈ રિપોર્ટ અમને મળ્યા નથી.
તપાસને આગળ વધારતા અમે સંબંધિત કીવર્ડ્સ સાથે ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને ભારતીય જનતા પાર્ટીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આખો વીડિયો મળ્યો. આ વીડિયોને 16 ઓગસ્ટ 2011ના રોજ શેર કરવામાં આવ્યો હતો. આખો વીડિયો 4.25 મિનિટનો છે, વાયરલ વીડિયોનો ભાગ 6 સેકન્ડથી સાંભળી શકાય છે. અપાયેલી માહિતી અનુસાર, નીતિન ગડકરીએ અન્ના હજારેના ઉપવાસને લઈને આ નિવેદન આપ્યું હતું.
તપાસ દરમિયાન અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર દાવા સાથે સંબંધિત સમાચાર મળ્યા. આ રિપોર્ટને 16 ઓગસ્ટ 2011ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ”અન્ના હજારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉપવાસ કરી રહ્યા હતા. આ ઉપવાસ પર સરકારે શરતો લાદી હતી. નીતિન ગડકરીએ સરકારના આ પગલા વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મનમોહન સિંહે તેમના વલણ પર ‘આત્મનિરીક્ષણ’ કરવાની જરૂર છે. તેમણે પીએમ મનમોહનના આ પગલાને લોકશાહી વિરુદ્ધ પણ ગણાવ્યું હતું.”
વધુ જાણકારી માટે અમે યુપીના ભાજપના પ્રવક્તા અવનીશ ત્યાગી સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, ”વાયરલ દાવો ખોટો છે. આ વીડિયો એડિટેડ અને જૂનો છે. વિરોધી પક્ષો અમારી પાર્ટીની છબી ખરાબ કરવા માટે ખોટા દાવાઓ સાથે આવા એડિટેડ વીડિયો શેર કરી રહ્યા છે.”
પહેલા પણ આ દાવો વાયરલ થઈ ચૂક્યો છે. સંપૂર્ણ તપાસ અહીં વાંચી શકાય છે.
અંતે અમે ખોટા દાવા સાથે વીડિયોને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે લગભગ પાંચસો લોકો યુઝરને ફોલો કરે છે. યુઝરના 2.7 હજાર ફોલોઅર્સ છે. પ્રોફાઇલ પર અપાયેલી માહિતી અનુસાર યુઝર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સામે આવ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં આ વીડિયો વર્ષ 2011નો છે. તે દરમિયાન નીતિન ગડકરીએ આ નિવેદન તત્કાલીન યુપીએ સરકાર અને તે સમયના પ્રધાનમંત્રી મનમોહન સિંહને લઈને આપ્યું હતું. હવે આ વીડિયોને એડિટ કરીને દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી એવી રીતે શેર કરવામાં આવી રહ્યો છે કે જેનાથી એવું લાગે કે જાણે તેઓ વડાપ્રધાન મોદીની ટીકા કરી રહ્યા છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923