X
X

Fact Check: યોગી સરકારના વિરોધ પ્રદર્શનનો 4 વર્ષ જૂનો વીડિયો હવે વાયરલ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. ચાર વર્ષ પહેલા પ્રયાગરાજમાં કેટલાક વકીલોએ યોગી સરકારની પ્રતીકાત્મક અંતિમયાત્રા કાઢીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. હવે કેટલાક લોકો તે સમયના વીડિયોને તાજેતરનો જણાવીને વાયરલ કરી રહ્યા છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) યુપીના હાપુડમાં વકીલો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં રાજ્યના વકીલો ઘણા દિવસો સુધી હડતાળ પર ઉતર્યા હતા. હવે તેની સાથે જોડીને દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રયાગરાજમાં વકીલોએ યોગી સરકારની પ્રતીકાત્મક અંતિમયાત્રા કાઢી.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. આ ભ્રામક સાબિત થઈ. સપ્ટેમ્બર 2019માં પ્રયાગરાજમાં કેટલાક વકીલોએ સરકારની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરતી વખતે પ્રતીકાત્મક અંતિમયાત્રા કાઢી હતી. વાયરલ વીડિયો એ જ પ્રદર્શનનો છે. આનો તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શન સાથે કોઈ સંબંધ નથી.

શું થઈ રહ્યું છે વાયરલ? 

ફેસબુક યુઝર નીરજ મિશ્રાએ 17 સપ્ટેમ્બરે એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો કે, “પ્રયાગરાજ. અરે મોરે યોગી, હાય હાય યોગી, હાય મોરે યોગી, કહતે હાથ મેં અગરબત્તી લીએ કરુણ વિલાપ કે સાથ અધિવક્તાઓને નીકાલી યોગી સરકાર કી શબ યાત્રા.”

વીડિયોમાં વકીલોને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપી સરકારની વિરુદ્ધ  સૂત્રોચ્ચાર કરતા સાંભળી શકાય છે. 

વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે સૌથી પહેલા ઇનવિડ ટૂલનો ઉપયોગ કર્યો. આ ટૂલના માધ્યમથી વાયરલ વીડિયોની ઘણી કીફ્રેમ્સ કાઢવામાં આવી. આ પછી તેને ગૂગલ રિવર્સ સર્ચ ઇમેજ ટૂલ દ્વારા સર્ચ કરવામાં આવી. આ વીડિયો અમને X (ટ્વિટર) યુઝર રાજેશ રંગના એકાઉન્ટ પર મળ્યો. જેને 15 સપ્ટેમ્બર 2019ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ 12 સપ્ટેમ્બર 2019નો પ્રયાગરાજનો વીડિયો છે. ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટના વકીલોએ યોગી સરકારના વિરોધમાં યોગી સરકારની પ્રતીકાત્મક અંતિમયાત્રા કાઢી હતી.

તપાસને આગળ ધપાવતા અમે યુટ્યુબ પર આ ઘટના સંબંધિત વીડિયોને શોધવાનું શરૂ કર્યું. અમને ખબર જગત નામની યુટ્યુબ ચેનલ પર અંતિમયાત્રા સાથે સંબંધિત ચાર વર્ષ જૂનો વીડિયો મળ્યો. 12 સપ્ટેમ્બર, 2019ના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોમાં જણાવવામાં આવ્યું હતું કે આ પ્રતીકાત્મક અંતિમયાત્રા પ્રયાગરાજના આંબેડકર ચોકથી કાઢવામાં આવી હતી. લખનઉમાં સ્ટેટ એજ્યુકેશન સર્વિસ ટ્રિબ્યુનલની સ્થાપનાના વિરોધમાં આ પ્રતીકાત્મક અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

તપાસ દરમિયાન વાયરલ ક્લિપ સંબંધિત વીડિયો અખંડ ભારત ટીવી નામની ચેનલ પર પણ મળી આવ્યો. 16 સપ્ટેમ્બર 2019ના રોજ અપલોડ કરાયેલા આ સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે વકીલો થયા લાલઘુમ, યોગી સરકારની કાઢી પ્રતીકાત્મક અંતિમયાત્રા.

સર્ચ દરમિયાન અમને Patrika.com પર એક સમાચાર મળ્યા. 11 સપ્ટેમ્બર 2019ના રોજ પ્રકાશિત થયેલા આ સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે અલ્હાબાદ હાઈકોર્ટના વકીલો લખનઉમાં સ્ટેટ એજ્યુકેશન સર્વિસ ટ્રિબ્યુનલની સ્થાપનાના વિરોધમાં ગુસ્સે થઈ ગયા. તેમણે રાજ્ય સરકારની પ્રતીકાત્મક અંતિમયાત્રા કાઢીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.

તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે હાઈકોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ અશોક કુમાર સિંહનો સંપર્ક કર્યો. તેઓએ માહિતી આપતા જણાવ્યું કે, “ઈન્ટરનેટર મીડિયામાં અલાહાબાદ હાઈકોર્ટના વકીલો તરફથી યોગી સરકારની પ્રતીકાત્મક અંતિમયાત્રા કાઢવાનો એક જૂનો વીડિયો પ્રસારિત થઈ રહ્યો છે. સપ્ટેમ્બર 2019માં વકીલોએ વિરોધ પ્રદર્શન દરમિયાન આવી યાત્રા કાઢી હતી. આ પછી કોઈ યાત્રા કાઢવામાં આવી નથી. અહીં વકીલોએ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું હતું. તેઓએ કોઈની પ્રતીકાત્મક અંતિમયાત્રા કાઢી ન હતી.”

તપાસના અંતે ભ્રામક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું કે ફેસબુક યુઝર નીરજ મિશ્રા પત્રકાર છે. આ યુઝરને પંદરસો લોકો ફોલો કરે છે. યુઝર ચાંદિયાનો રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. ચાર વર્ષ પહેલા પ્રયાગરાજમાં કેટલાક વકીલોએ યોગી સરકારની પ્રતીકાત્મક અંતિમયાત્રા કાઢીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. હવે કેટલાક લોકો તે સમયના વીડિયોને તાજેતરનો જણાવીને વાયરલ કરી રહ્યા છે.

  • Claim Review : વકીલોએ યોગી સરકારની કાઢી પ્રતીકાત્મક અંતિમયાત્રા
  • Claimed By : ફેસબુક યુઝર - નીરજ મિશ્રા
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later