X
X

Fact Check: અમદાવાદમાં 2022માં યોજાયેલા ડ્રોન શૉના વીડિયોને ઓસ્ટ્રેલિયાના PMના સ્વાગતનો જણાવીને કરવામાં આવી રહ્યો છે શેર

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 8 થી 11 માર્ચ સુધી ભારતના પ્રવાસે આવ્યા હતા અને તેઓ 8 માર્ચે ગુજરાત પહોંચ્યા હતા. તેમના આ પ્રવાસ સાથે જોડીને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. જેમાં એક ડ્રોન શૉની વીડિયો ફૂટેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝના ગુજરાતમાં સ્વાગત સમયનો છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન પહેલા અમદાવાદમાં યોજાયેલા પ્રથમ ડ્રોન શૉનો છે, જેને હવે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝના પ્રવાસ સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર Devi Veeramachaneniએ 13 માર્ચ, 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરીને અંગ્રેજીમાં કેપ્શનમાં લખ્યું છે, “This is not Singapore, not France, not America, not Dubai. This is our Ahmedabad Drone Show tomorrow at Sabarmati Riverfront, Ahmedabad. To welcome Australian P.M. My India is changing! ”

(ગુજરાતી અનુવાદઃ આ સિંગાપોર, ફ્રાન્સ, અમેરિકા અને દુબઈ નહીં. આ અમારો અમદાવાદ ડ્રોન શૉ છે, જેને ઑસ્ટ્રેલિયાના પીએમને આવકારવા માટે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. મારું ભારત બદલાઈ રહ્યું છે!)

અન્ય એક યુઝરે ‘દિલીપ દાસે’ પણ વીડિયો શેર કર્યો છે અને લખ્યું, “ઓસ્ટ્રેલિયન પીએમને આવકારવા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ડ્રોન શૉ! મારું રાષ્ટ્ર, મારું ગૌરવ”

સોશિયલ મીડિયા પર અન્ય કેટલાક યુઝર્સે આ જ પ્રકારના દાવા સાથે વીડિયો શેર કર્યો છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને ઘણી ન્યૂઝ વેબસાઈટ પર વાયરલ વીડિયો સંબંધિત સમાચાર મળ્યા. ન્યૂઝ રિપોર્ટ્સમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વીડિયો ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસના સ્વાગત દરમિયાનનો નથી, પરંતુ 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન પહેલા અમદાવાદમાં યોજાયેલા પ્રથમ ડ્રોન શૉનો છે. આ શૉનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજના પૂર્વ છેડે કરવામાં આવ્યું હતું.

સર્ચ દરમિયાન અમને 29 સપ્ટેમ્બર 2022ના રોજ ‘ભારત તક’ની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો મળ્યો. વીડિયોની સાથે ડિસ્ક્રિપ્શનમાં લખ્યું હતું કે, “સાબરમતી રિવરફ્રન્ટ પર ડ્રોને દેખાડ્યા કરતબ, આકાશમાં બનાવી દીધી એક અનોખી તસવીર.” વીડિયો અહીં જોઈ શકાય છે.

વાયરલ વીડિયોને દૂરદર્શન નેશનલ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યો હતો. 29 સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવેલા ટ્વિટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, “2022 નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહની તૈયારીઓ વચ્ચે અમદાવાદમાં ડ્રૉન શોની ઝલક.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 28 સપ્ટેમ્બર 2022ના રોજ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ ડ્રોન શૉ સંબંધિત તસવીરોને ટ્વીટ કરી હતી.

વાયરલ વીડિયો સાથે સંબંધિત અન્ય ઘણા સમાચારો અહીં વાંચી શકાય છે. ઘણા ન્યૂઝ રિપોર્ટ્સમાં અમને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝના ગુજરાત પ્રવાસ સાથે સંબંધિત સમાચાર મળ્યા. પીએમ એન્થોનીએ 8 માર્ચ 2023ના રોજ તેમના પ્રવાસની તસવીરને શેર કરી હતી.

અમે આ અંગે ગુજરાતમાં ગુજરાતી જાગરણના એસોસિયેટ એડિટર જીવન કપૂરીયાનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું, ‘વાયરલ દાવો ખોટો છે. આ વીડિયો નેશનલ ગેમ્સના ઉદ્ધાટન સમારોહનો છે.’

તપાસના અંતે અમે આ વીડિયો શેર કરનાર યુઝરની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે યુઝર કેલિસ્પેલ, મોન્ટાનાનો રહેવાસી છે. ફેસબુક પર યુઝરના 279 ફ્રેન્ડ્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ થયેલો દાવો ખોટો સાબિત થયો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા પ્રથમ ડ્રોન શૉના વીડિયોને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોનીના સ્વાગતનો જણાવીને શેર કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝના સ્વાગત દરમિયાન ડ્રોન શો.
  • Claimed By : Devi Veeramachaneni
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later