X
X

Fact Check: બિજનૌર મદરેસામાં દરોડા દરમિયાન નથી મળી મશીનગન, 2019ની ઘટના એકવાર ફરી ભ્રામક દાવાની સાથે વાયરલ

  • By: Pallavi Mishra
  • Published: Aug 9, 2023 at 05:52 PM
  • Updated: Aug 10, 2023 at 03:21 PM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર ચાર તસવીરોનો એક કોલાજ વાયરલ થઈ રહ્યો છે, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે યુપીના બિજનૌરમાં આવેલા એક મદરેસામાં દરોડો પાડવામાં આવ્યો, જે દરમિયાન તસવીરમાં દેખાતા હથિયારો મળી આવ્યા. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. તે ફેક સાબિત થઈ. જે તસવીરોને બિજનૌરના મદરેસાની જણાવીને શેર કરવામાં આવી રહી છે, તે અલગ-અલગ જગ્યાઓની જૂની તસવીરો છે. હાલમાં બિજનૌરના કોઈપણ મદરેસામાંથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા નથી. જુલાઈ 2019માં બિજનૌર પોલીસને એક મદરેસામાંથી એક પિસ્તોલ, 4 તમંચા, 49 જીવતા કારતૂસ મળ્યા હતા.

શું થઈ રહ્યું છે વાયરલ? 

ફેસબુક પેજ ‘સત્ય સનાતન દિવ્ય જ્ઞાન‘ (આર્કાઇવ)એ 8 જુલાઈના રોજ ચાર તસવીરોનો એક કોલાજ પોસ્ટ કરીને દાવો કર્યો: “ઉત્તર પ્રદેશ, બિજનૌરના મદરેસામાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન મળી આવ્યો હથિયારોનો જથ્થો…! 6 મૌલવીની ધરપકડ… ચિંતાજનક વાત એ છે કે આ દરમિયાન LMG મશીનગન મળી આવી છે! એક મિનિટમાં આઠ હજાર રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા ધરાવતી મશીનગન! સમજો આ લોકોની તૈયારીને! જાગો ભાઈ જાગો, તેઓએ તમારું ભવિષ્ય નક્કી કરી દીધું. માત્ર મોદીના હટવાની રાહ છે, દરેક ભાઈ સુધી પહોંચાડો આ સત્યને. દરેકને શેર કરો.”

તપાસ

અમે વાયરલ પોસ્ટની તપાસ કરવા માટે ગૂગલ સર્ચ કર્યું. તપાસ દરમિયાન અમને 8 નવેમ્બર 2020નું બિજનૌર પોલીસનું એક જૂનું ટ્વીટ મળ્યું. આ ટ્વીટમાં વાયરલ દાવાને નકારી કાઢતા લખવામાં આવ્યું હતું કે, “બિજનૌર જિલ્લાના શેરકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના એક મદરેસામાંથી હજારો બંદૂકો અને તલવારોના જથ્થાને જપ્ત કરાયા અંગેના સમાચારનું બિજનૌર પોલીસ ખંડન કરે છે. સાચા સમાચાર નીચે મુજબ છે. 

‘ઉક્ત સમાચારના સંબંધમાં જણાવવાનું કે શેરકોટ પોલીસ દ્વારા જુલાઈ 2019માં મદરેસામાં દરોડો પાડીને 06 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમની પાસેથી 01 પિસ્તોલ, 04 તમંચા, 49 જીવતા કારતૂસ અને 01 સ્વીફ્ટ કાર મળી આવી હતી…. ટ્વીટમાં સોફા પર રાખેલા વિશાળ જથ્થામાં ગેરકાયદેસર હથિયારો અને તલવારોને દર્શાવતો ફોટો ભ્રામક છે. બિજનૌર જિલ્લા પોલીસ આ સમાચારનું ખંડન કરે છે.”’

આના પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે વાયરલ પોસ્ટ ખોટી છે. વિશ્વાસ ન્યૂઝે અગાઉ પણ આવી જ એક પોસ્ટની તપાસ કરી હતી. તે સમયે આ તમામ તસવીરોની એક-એક કરીને તપાસ કરવામાં આવી હતી. તે તપાસને અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.

અગાઉની તપાસમાં વિશ્વાસ ન્યૂઝે દૈનિક જાગરણ બિજનૌરના બ્યુરો ચીફ કપિલ શીખેરા સાથે સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વાયરલ તસવીરોનો કોલાજ છેલ્લા ઘણા વર્ષોથી વાયરલ છે. આ ફેક છે. 2019માં મદરેસામાં પાડેલ દરોડામાં 1 પિસ્તોલ, 4 તમંચા અને 49 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. મશીનગન મળવાની વાત સાવ ખોટી છે.

વિશ્વાસ ન્યૂઝે તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરી. ફેસબુક યુઝર ‘સત્ય સનાતન દિવ્ય જ્ઞાન’ના સોશિયલ સ્કેનિંગમાં જાણવા મળ્યું કે, યુઝર બિહારના મોતિહારીનો રહેવાસી છે. તેને 500થી વધુ લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: અમારી તપાસમાં બિજનૌરના મદરેસામાં હથિયારો જપ્ત કરવાના સમાચારના નામે વાયરલ થયેલો કોલાજ ફેક નીકળ્યો. ચાર અલગ-અલગ તસવીરોનો કોલાજ બનાવીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.

  • Claim Review : ઉત્તર પ્રદેશ, બિજનૌરના મદરેસામાં પાડવામાં આવેલા દરોડામાં મળી આવ્યો હથિયારોનો જથ્થો
  • Claimed By : ફેસબુક પેજ 'સત્ય સનાતન દિવ્ય જ્ઞાન'
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later