X
X

Fact Check: ટીપુ સુલતાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ડીકે શિવકુમારની 2019ની તસવીર સાંપ્રદાયિક દાવા સાથે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારની એક તસવીરને વાયરલ કરીને ભડકાઉ અને સાંપ્રદાયિક દાવો કરવામાં આવી રહ્યો છે. આ તસવીરમાં ડીકે શિવકુમારને ટીપુ સુલતાનને શ્રદ્ધાંજલિ આપતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ આ તસવીરને વાયરલ કરીને દાવો કરી રહ્યા છે કે ડીકે શિવકુમારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા ટીપુ સુલતાનની કબર પર જઈને તેમના આશીર્વાદ લીધા. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. જાણવા મળ્યું કે ડીકે શિવકુમારની વાયરલ તસવીર 2019ની છે, જ્યારે તેમણે 20મે 2023ના રોજ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. લગભગ ચાર વર્ષ જૂની તસવીરને કેટલાક લોકો ખોટા અને સાંપ્રદાયિક દાવાની સાથે વાયરલ કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક પેજ ‘વંદે માતરમ‘ પર ડીકે શિવકુમારની જૂની તસવીરને 25 મેના રોજ પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો કે, “કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર ટીપુ સુલતાનની સમાધિ પર ગયા અને શપથ લેતા પહેલા તેમના આશીર્વાદ લીધા અને પછી નાયબ મુખ્યમંત્રી બની ગયા…. કોંગ્રેસ પાર્ટી આટલું બધું કરી રહી છે છતાં હિન્દુઓ તેને મત આપે છે તેનો અર્થ એ છે કે તેઓ ગુલામ છે. તેઓ આને લાયક છે…!!!”

વાયરલ પોસ્ટના કન્ટેટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે સૌથી પહેલા ગૂગલ રિવર્સ સર્ચ ઈમેજ ટૂલનો ઉપયોગ કર્યો. આ ટૂલના માધ્યમથી અસલી તસવીરને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અસલી તસવીર અમને ટીપુ સુલતાનના નામે બનેલા એક ફેસબુક પેજ પર 8 નવેમ્બર 2019ના રોજ અપલોડ મળી. આ તસવીરની સાથે આયોજનની અન્ય તસવીર પણ જોવા મળી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ડીકે શિવકુમારે ટીપુ સુલતાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

ગૂગલ સર્ચ દરમિયાન vijaykarnataka.com પર એક સમાચાર મળ્યા. 8 નવેમ્બર 2019ના રોજ પ્રકાશિત થયેલા આ સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે ડીકે શિવકુમાર ટીપુ સુલતાનને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. આ સિવાય તેઓ ઘણા મંદિરોમાં પણ ગયા હતા. આ સમાચારમાં ફેસબુક પોસ્ટવાળી તસવીરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમાચાર કન્નડ ભાષામાં હતા. તેનું ગૂગલ ટ્રાન્સલેશન ટૂલની મદદથી ભાષાંતર કરવામાં આવ્યું.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા વાયરલ તસવીરમાં જોવા મળી રહેલી જગ્યા વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. ગૂગલ સર્ચ દ્વારા અમને જાણવા મળ્યું કે આ તે જગ્યા છે જ્યાં ટીપુ સુલતાનનું યુદ્ધ દરમિયાન અંગ્રેજોની ગોળી વાગવાથી અવસાન થયું હતું. આ જગ્યાએથી ટીપુ સુલતાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

વિશ્વાસ ન્યૂઝે તપાસના અંતે કન્નડ દૈનિક હોસા દિગંથાના ગ્રુપ એડિટર વિનાયક ભટનો સંપર્ક કર્યો. તેમણે માહિતી આપતાં જણાવ્યું કે, વાયરલ તસવીર જૂની છે. હાલ આવા કોઈ સમાચાર કે તસવીર સામે આવી નથી.

ત્યારબાદ અમે ભ્રામક પોસ્ટ કરનાર યુઝરનું સોશિયલ સ્કેનિંગ કર્યું. ફેસબુક પેજ ‘વંદે માતરમ’ને આઠ હજારથી વધુ લોકો ફોલો કરે છે. આ પેજ ભોપાલથી ઓપરેટ થાય છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે ડીકે શિવકુમાર 2019માં ટીપુ સુલતાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તે જગ્યાએ ગયા હતા, જ્યાં અંગ્રેજો સામે લડતા-લડતા તેઓ મૃત્યુ પામ્યા હતા અને પછી તેમનો મૃતદેહ મળ્યો હતો. 2019ની યાત્રા દરમિયાન ડીકે શિવકુમાર અનેક મંદિરોમાં પણ ગયા હતા.

  • Claim Review : કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ટીપુ સુલતાનની કબર પર જઈને શપથ લેતા પહેલા તેમના આશીર્વાદ લીધા અને પછી નાયબ મુખ્યમંત્રી બન્યા…
  • Claimed By : ફેસબુક પેજ વંદે માતરમ
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later