વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે કોટાના એક સ્થાનિક અખબારના 2017ના સમાચારને અત્યારે વાયરલ કરીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. સ્માર્ટ સિટીના આ સમાચાર 2017માં પ્રકાશિત થયા હતા. આને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી. અમારી તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયામાં અખબારની એક તસવીર વાયરલ થઈ રહી છે. કોટાના આ સમાચારને અત્યારના સમજીને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેને શેર કરી રહ્યા છે. આમાં સ્માર્ટ મીટર અને સામાન્ય મીટર વિશે જણાવવામાં આવ્યું છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. આ ભ્રામક સાબિત થઈ. તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ ન્યૂઝ ઘણા જૂના છે. આને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી. વર્ષ 2017ના સમાચારને અત્યારે શેર કરવામાં આવી રહ્યા છે.
ફેસબુક યુઝર આલોક કુમારે 1 જુલાઈ, 2024ના રોજ એક અખબારના સમાચારને પોસ્ટ કરીને દાવો કર્યો કે, ”સ્માર્ટ મીટર પૈસા વસુલવામાં પણ સ્માર્ટ છે, વીજળીનું બિલ લગભગ 3 ગણું આવે છે. તેની સાથે એક મોટી સમસ્યા એ પણ છે કે, જો કોઈની પાસે પૈસા ન હોય તો તે વીજળીના ઉપયોગથી વંચિત રહી જાય છે અને અંધારામાં રહેવું પડે છે, જ્યારે વીજળીનો મૂળભૂત સુવિધામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને સામાન્ય નાગરિકોને પૈસાના નામે અંધારામાં રાખવા ખોટું છે. સામાન્ય મીટરમાં 2 મહિને બિલ આવતું હતું અને બિલ મોડું ભરવામાં આવે તો પણ કોઈ મોટી સમસ્યા થતી નહોતી, થોડો વધારાનો ચાર્જ ચૂકવવો પડતો હતો, પરંતુ આમાં તમારે અપડેટ રહેવું પડે છે.”
વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. બીજા ઘણા યુઝર્સ તેને સાચું માનીને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
વિશ્વાસ ન્યૂઝ પહેલા પણ એક વખત વાયરલ પોસ્ટની તપાસ કરી ચૂક્યું છે. આ માટે અમે વાયરલ થયેલા સમાચારને ધ્યાનથી વાંચ્યા. સમાચારની શરૂઆતમાં અમને સંદેશ ન્યૂઝ અને કોટા શબ્દો લખેલો જોવા મળ્યો.
આ ક્લૂના આધારે જ્યારે અમે ગૂગલ ઓપન સર્ચ ટૂલ દ્વારા સર્ચ કર્યું, ત્યારે અમને ચંબલ સંદેશ નામના ફેસબુક પેજ પર અસલી સમાચાર મળ્યા. તેને 26 સપ્ટેમ્બર 2017ના રોજ પોસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીની તપાસમાં એ સાબિત થઈ ગયું કે 7 વર્ષ જૂના સમાચાર હવે વાયરલ કરવામાં આવી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા ચંબલ સંદેશ નામના આ પેજને સ્કેન કર્યું. અમને ત્યાં એક મોબાઈલ નંબર મળ્યો. આ નંબર પર અમે કોલ કર્યો. અમને ચંબલ સંદેશ વતી જાણકારી આપતા કહેવામાં આવ્યું કે વાયરલ સમાચાર 7 વર્ષ જૂના છે.
વિશ્વાસ ન્યૂઝે કીવર્ડના આધારે ગૂગલ ઓપન સર્ચ કર્યું. અમને ભાસ્કર પર પ્રકાશિત થયેલા એક જૂના સમાચાર મળ્યા. તેમાં લખવામાં આવ્યું છે કે, ”કોટામાં જનતાની લાગણીને ધ્યાનમાં રાખીને KEDLએ સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય બદલ્યો છે. હવે માત્ર જૂના ઈલેક્ટ્રિક મીટરનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મીટરો લગાવવામાં આવી રહ્યા છે. કંપનીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, કંપની કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ શહેરમાં સ્માર્ટ મીટર લગાવી રહી હતી, પરંતુ ગ્રાહકોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ જોઈને તેઓ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરીને ઈલેક્ટ્રોનિક મીટર લગાવી રહ્યા છે.”
તપાસના અંતિમ તબક્કામાં ફેસબુક યુઝર આલોક કુમારના એકાઉન્ટની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. જાણવા મળ્યું કે યુઝર પટનામાં રહે છે. છ હજારથી વધુ લોકો તેને ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે કોટાના એક સ્થાનિક અખબારના 2017ના સમાચારને અત્યારે વાયરલ કરીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. સ્માર્ટ સિટીના આ સમાચાર 2017માં પ્રકાશિત થયા હતા. આને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી. અમારી તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923