ફેક્ટ ચેક: બાયકોટ પઠાણના ટ્રેન્ડ વચ્ચે IIFA 2013 ની વીડિયો ક્લિપ થઈ ભ્રામક દાવા સાથે વાયરલ
- By: Abhishek Parashar
- Published: Jan 17, 2023 at 03:41 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રી વિદ્યા બાલને તેના પર એવોર્ડ ખરીદવાનો આરોપ લગાવતા જાહેરમાં તેનું અપમાન કર્યું છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ભ્રામક હોવાનું જણાયું હતું. જે વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તે એક જૂના એવોર્ડ ફંક્શનની છે જેમાં શાહરૂખ ખાન અને વિદ્યા બાલન એકબીજા પર ટિપ્પણી કરી રહ્યા હતા. આ દરમિયાન વિદ્યા બાલને શાહરૂખ ખાન સાથે એવોર્ડ ખરીદવાને લઈને મજાક કરી હતી. વાયરલ વીડિયો ક્લિપ એ જ એપિસોડથી સંબંધિત છે, જેમાં ફક્ત તે ભાગનો સમાવેશ થાય છે જ્યાં વિદ્યા બાલન મજાકમાં એવોર્ડ ખરીદવા વિશે પૂછે છે, જેનો શાહરૂખ ખાન એ જ રીતે જવાબ આપે છે. સામાન્ય રીતે એવોર્ડ ફંક્શન દરમિયાન અભિનેતાઓ અને અભિનેત્રીઓ વચ્ચે આવી હળવાશભરી વાતચીત થાય છે.
વાયરલ શું છે?
વાયરલ વીડિયો ક્લિપ (આર્કાઇવ લિંક) શેર કરતાં સોશિયલ મીડિયા યુઝર ‘હરીશ શર્મા’એ લખ્યું, “શાહરૂખ ખાનના અદ્ભુત અપમાનને સાંભળો અને શેર કરો. #Boycott #pathanmovie #Hindurashtra ધ્યાનથી સાંભળો……..”
અન્ય કેટલાક વપરાશકર્તાઓએ સમાન દાવાઓ વીડિયો શેર કરી રહ્યા છે.
તપાસ
આ વીડિયોનની સત્યતા જાણવા માટે સૌપ્રથમ વિશ્વાસ ન્યુઝે શાહરૂખ ખાન વિદ્યા બાલન કીવર્ સર્ચ કર્યા જેમાં આ ઘટનાની વિગતો આપતા અનેક અહેવાલો મળ્યા. 16 ઓગસ્ટ 2022ના એબીપી લાઈવના અહેવાલ મુજબ એકવાર એભિનેત્રી વિદ્યા બાલને બોલિવૂડના બાદશાહને એવો સવાલ પૂછ્યો હતો કે ત્યાં બેઠેલા બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
રિપોર્ટ અનુસાર કહાની એક એવોર્ડ ફંક્શનની છે, જેને શાહરૂખ ખાન અને શાહિદ કપૂર હોસ્ટ કરી રહ્યા હતા. આ ફંક્શનમાં વિદ્યા બાલન પણ હાજર રહી હતી. શાહરૂખ અને શાહિદ બંને તેની પાસે આવે છે અને શાહિદ વિદ્યાને પૂછે છે કે તું કેટલા એવોર્ડ લઈશ અને તારા ઘરે રાખીશ. આ સવાલ પર અભિનેત્રી હસવા લાગે છે, ત્યારબાદ શાહરૂખ ખાને પૂછ્યું કે તમારી પાસે કેટલા એવોર્ડ છે. વિદ્યા બાલન હસીને કહે છે- 47. આગળ વિદ્યા બાલન શાહરૂખને પૂછે છે કે તમારી પાસે કેટલા છે, તો શાહિદ પણ પૂછવા લાગે છે કે સર તમને કેટલા એવોર્ડ છે. આ સવાલ પર શાહરૂખ કહે છે કે હું મારા એવોર્ડ વગેરેની ગણતરી નથી કરતો, બાય ધ વે 155 છે. શાહરુખે જવાબ આપતા જ હસીને વિદ્યા તરત જ તેને કહે છે કે તેમાંથી કેટલા ખરીદ્યા છે ?
રિપોર્ટ અનુસાર વિદ્યા બાલને શાહરૂખ ખાનને એવોર્ડ ખરીદવા વિશે પૂછતાં જ ત્યાં બેઠેલા બધા ચોંકી ગયા અને કિંગ ખાન પણ થોડો ચૂપ થઈ ગયો. તે પછી તે આ પ્રશ્નનો મજાકમાં જવાબ આપે છે અને કહે છે કે થોડા-ઘણા, 150. શાહરૂખનો આ અનોખો જવાબ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો જોર જોરથી હસવા લાગે છે. આગળ શાહિદ કપૂર કહે છે તમારી પાસે 5 રિયલ એવોર્ડ છે સાહેબ. તમારા પગ ક્યાં છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સવાલ-જવાબ મજાક અને મનોરંજન તરીકે કરવામાં આવ્યા હતા.’iamsrk official’ સર્ચમાં આઈફા એવોર્ડ્સ નામની યુટ્યુબ ચેનલ પર અમને લગભગ અડધો કલાકનો વીડિયો મળ્યો. વાયરલ વીડિયોની ક્લિપ 28.40 પરથી જોઈ શકાય છે. તે સ્પષ્ટ છે કે વાયરલ વીડિયો ક્લિપમાં ફક્ત તે વિઝ્યુઅલનો સમાવેશ થાય છે જેમાં વિદ્યા બાલન શાહરૂખ ખાન સાથે મજાક કરતી જોવા મળે છે, પરંતુ તે પછીના દ્રશ્યોનો સમાવેશ થતો નથી, જેમાં શાહરૂખ પણ તેની હોશિયારીનું પ્રદર્શન કરે છે. વિદ્યા બાલનના માથાભારે કટાક્ષનો જવાબ આપે છે અને પછી ત્યાં હાજર પ્રેક્ષકો હસે છે.
વધુ સર્ચમાં અમને યુટ્યુબ ચેનલ ‘FUNX7’ પર તે જ વીડિયો ક્લિપ મળી જે IIFA એવોર્ડ્સ 2013ની હોવાનું કહેવાય છે.
વાયરલ વીડિયો ક્લિપ અંગે અમે મુંબઈ સ્થિત વરિષ્ઠ ફિલ્મ પત્રકાર પરાગ છાપેકરનો સંપર્ક કર્યો હતો. તેણે કહ્યું કે કોઈપણ એવોર્ડ ફંક્શન દરમિયાન આવા ફની ડાયલોગ્સ થતા રહે છે. વાયરલ ક્લિપ પણ આવી જ છે અને તે જૂના IIFA એવોર્ડ્સની છે.
ભ્રામક દાવા સાથે વાયરલ વીડિયો ક્લિપ શેર કરનાર યુઝરને ફેસબુક પર 150થી વધુ લોકો ફોલો કરે છે.
નિષ્કર્ષ: IIFA એવોર્ડ્સ 2013 દરમિયાન શાહરૂખ ખાન અને વિદ્યા બાલન વચ્ચેના મજેદાર સંવાદમાંથી એક ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે જેથી એવું દેખાડવામાં આવે કે વિદ્યા બાલને જાહેરમાં શાહરૂખ ખાનનું અપમાન કર્યું છે. હકીકતમાં શાહરૂખ ખાન અને વિદ્યા બાલન વચ્ચે રમુજી વાતચીત ચાલી રહી હતી અને આ દરમિયાન વિદ્યા બાલને શાહરૂખ ખાનને એવોર્ડ ખરીદવા વિશે પૂછ્યું અને તે પછી શાહરૂખે પણ પોતાની હોશિયારીનો પરિચય આપ્યો અને વિદ્યા બાલનના કટાક્ષનો જવાબ આપ્યો. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જુનો છે. હાલનો નથી.
- Claim Review : વિદ્યા બાલને જાહેરમાં શાહરૂખ ખાનનું અપમાન કર્યું હતું
- Claimed By : FB User-Harish Sharma
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.