X
X

Fact Check: નરેન્દ્ર મોદીનો 10 વર્ષ જૂનો વીડિયો હવે વાયરલ, તે સમયે નરેન્દ્ર મોદી હતા ગુજરાતના મુખ્યમંત્રી

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પીએમ મોદી સાથે જોડાયેલો વાયરલ વીડિયો 2013નો હોવાનું સાબિત થયું. તે સમયે નરેન્દ્ર મોદીએ અમદાવાદની એક યોગ યુનિવર્સિટીના ઉદ્ઘાટન દરમિયાન યોગને લઈને પોતાના અનુભવો શેર કર્યા હતા. તે જ વીડિયોના એક ભાગને હવે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તેમને યોગા વિશે પોતાનો અનુભવ શેર કરતા સાંભળી શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ આ વીડિયોને તાજેતરનો સમજીને વાયરલ કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. જાણવા મળ્યું કે પીએમ મોદીનો આ વીડિયો તે સમયનો છે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેઓ 23 મે 2013ના રોજ અમદાવાદમાં આવેલા લકુલીશ યોગા યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. તે સમયે મોદીએ યોગાને લઈને પોતાના અનુભવો શેર કર્યા હતા. તે જ વીડિયોના એક ભાગને અત્યારે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ? 

ફેસબુક યુઝર ફિરોઝ અહેમદે 12 માર્ચેના રોજ પીએમ મોદીનો એક વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, ”હું યોગા કરવા ગયો. વિજ્ઞાનિકોએ વોશિંગ મશીન આકારવાળા કેમેરા પર મારા અંગૂઠાની આભાની તસવીર લીધી. ત્યારે માંડ માંડ 5-7 સે.મી.નો આભા નિકળી. 40 દિવસ યોગ કર્યા પછી ફરીથી મારા  અંગૂઠાનો ફોટો લીધો, ત્યારે તે આભા એટલી મોટી થઈ ગઈ કે કેમેરાની બહાર નીકળી ગઈ” – નરેન્દ્ર મોદી કોઈને સમજાયું હોય, તો જણાવો”

વાયરલ વીડિયોની સાથે લખવામાં આવેલ કન્ટેન્ટને અહીં જેમ જ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેની આર્કાઇવ લિંક અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયો વિશે જાણવા માટે સૌથી પહેલા તેને ધ્યાનથી જોયો. વીડિયો જોઈને એ સ્પષ્ટ થઈ ગયું કે આ ઘણો જૂનો વીડિયો છે. તપાસને આગળ વધારતા અમે ઈન્વિડ ટૂલ દ્વારા વીડિયોની કેટલીક કીફ્રેમ્સ કાઢી. આ પછી તેને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કરવાનું શરૂ કર્યું. આખો વીડિયો અમને નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ પર મળ્યો. તેને 23મે 2013ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે આ વીડિયો લકુલીશ યોગા યુનિવર્સિટીના ઉદ્ઘાટન વખતનો છે. વીડિયોમાં 36 મિનિટે વાયરલ ક્લિપનો ભાગ મળ્યો.

સર્ચ દરમિયાન અમને નરેન્દ્ર મોદીની વેબસાઈટ પર પણ વીડિયો સાથે જોડાયેલા સમાચાર મળ્યા. તેને 23મે 2013ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આમાં અસલી વીડિયો અને તસવીરોનો ઉપયોગ કરીને જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદમાં લકુલીશ યોગા યુનિવર્સિટીનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા દૈનિક જાગરણ અમદાવાદના વરિષ્ઠ સંવાદદાતા શત્રુઘ્ન શર્મા સાથે સંપર્ક કર્યો. તેમણે માહિતી આપતા જણાવ્યું કે વાયરલ થયેલો વીડિયો તે સમયનો છે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

વિશ્વાસ ન્યૂઝે તપાસના અંતે વાયરલ ક્લિપને વાયરલ કરનાર યુઝરની તપાસ કરી. ફેસબુક યુઝર ફિરોઝ અહેમદ યુપીના પ્રયાગરાજમાં રહે છે. તેના ફેસબુક પર 300થી વધુ ફ્રેન્ડ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પીએમ મોદી સાથે જોડાયેલો વાયરલ વીડિયો 2013નો હોવાનું સાબિત થયું. તે સમયે નરેન્દ્ર મોદીએ અમદાવાદની એક યોગ યુનિવર્સિટીના ઉદ્ઘાટન દરમિયાન યોગને લઈને પોતાના અનુભવો શેર કર્યા હતા. તે જ વીડિયોના એક ભાગને હવે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : નરેન્દ્ર મોદીનું યોગ પર ભાષણ
  • Claimed By : ફેસબુક યુઝર ફિરોઝ અહેમદ
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later