Fact Check: સરકાર નથી આપી રહી ગર્ભવતી મહિલાઓને દર મહિને 36000 રૂપિયા, ફેક દાવો વાયરલ
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે ચલાવવામાં આવી રહેલી યોજનામાં તેમને 5000 રૂપિયાની રકમ 2 હપ્તામાં આપવામાં આવે છે. મહિને 36000 રૂપિયા આપવાનો દાવો ખોટો છે.
- By: Pallavi Mishra
- Published: Mar 18, 2024 at 05:37 PM
- Updated: Mar 18, 2024 at 06:05 PM
વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી)સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર એક પોસ્ટને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પ્રસુતિ યોજનાના નામથી એક સ્કીમ લૉન્ચ કરી છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને મહિને 36000 રૂપિયા આપવામાં આવશે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે ચલાવવામાં આવી રહેલી યોજનામાં તેમને 5000 રૂપિયાની રકમ 2 હપ્તામાં આપવામાં આવે છે. મહિને 36000 રૂપિયા આપવાનો દાવો ખોટો છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ઈન્સ્ટાગ્રામ યુઝર ‘goverment.jobs.india’એ 6 માર્ચ 2024ના રોજ વાયરલ પોસ્ટને શેર કરતા કેપ્શનમાં લખ્યું, “ફોર્મ ભરવા માટેની લિંક Ojasclub.comના બાયોમાં આપેલી છે. અમારા WhatsApp Group અને Telegram Groupમાં જોડાવા માટે લિંક બાયોમાં છે.” વીડિયોમાં આ યોજનાનો લાભ લેવા માટે Ojas.com નામની વેબસાઈટ પર ક્લિક કરવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોની ઉપર વડાપ્રધાન મોદીની તસવીર છે, અને સાથે લખ્યું છે “ગર્ભવતી મહિલાઓને મળશે મહિને 36,000 રૂપિયા.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
તપાસ
ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સથી સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે સરકારની આવી કોઈ સ્કીમ નથી, જેના હેઠળ ગર્ભવતી મહિલાઓને દર મહિને 36,000 રૂપિયા આપવામાં આવી રહ્યા હોય.
વધુ સર્ચ કરવા પર અમને સરકારની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના વિશે જાણવા મળ્યું, જેના હેઠળ ગર્ભવતી મહિલાઓને 2 હપ્તામાં 5000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.
દૈનિક જાગરણની વેબસાઈટ પર આ યોજનાને લઈને 22 જાન્યુઆરીના રોજ એક સમાચાર મળ્યા. જે મુજબ, ”પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ હવે લાભાર્થીઓને ત્રણ હપ્તામાં નહીં પરંતુ બે હપ્તામાં પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે. બીજી વખત જો દીકરી આવે તો 1,000 રૂપિયા વધારાના મળશે. સંપૂર્ણ રકમનો ઉપયોગ ગર્ભવતી મહિલા તેમના સ્વાસ્થ્ય, ડિલિવરી અને ખોરાક પાછળ ખર્ચ કરશે. આ સાથે જ હવે આશા અને ANM ગર્ભવતી મહિલાઓની વિગતો તેમના સ્માર્ટ ફોન પર ઓનલાઈન જ અરજી લાભાર્થીના ઘરે જઈને કરશે.”
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY)ની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ”આ લાભ એક મહિલાના પહેલા બે જીવિત બાળકો માટે ઉપલબ્ધ છે, જોકે, બીજું બાળક છોકરી હોય. પ્રથમ બાળકના કિસ્સામાં રૂ.5000ની રકમ બે હપ્તામાં અને બીજા બાળકમાં છોકરી હોય તો રૂ.6000નો લાભ આપવામાં આવશે. જો કે, બીજા બાળક માટે લાભ મેળવવા માટે ગર્ભાવસ્થા દરમિયાન નોંધણી ફરજિયાત રહેશે. આનાથી જન્મ સમયે લિંગ ગુણોત્તર સુધારવામાં અને સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવામાં મદદ મળશે.”
હવે એ સ્પષ્ટ થઈ ગયું હતું કે સરકાર ગર્ભવતી મહિલાઓને મહિને 36,000 નથી આપી રહી, તેના બદલે બે હપ્તામાં 5,000 રુપિયાની રકમ આપી રહી છે. પરંતુ હવે અમારે વાયરલ વીડિયોમાં દર્શાવેલી વેબસાઈટને તપાસવાની હતી.
અમે વેબસાઇટના About Us Sectionમાં શોધ્યું. આ સેક્શન ખાલી હતું. વેબસાઈટ પર સમાચારમાં લખવામાં આવ્યું હતું કે આ ગુજરાતની સ્કીમ છે.
અમે ગુજરાત સરકારની વેબસાઈટ પર સર્ચ કર્યું તો જાણવા મળ્યું કે ગુજરાતની પ્રસૂતિ સહાય-લાભ અને બેટી બચાવો યોજના અંતર્ગત શ્રમિક મહિલા અથવા શ્રમિકની પત્નીની ડિલિવરી વખતે તબીબી ખર્ચ, હોસ્પિટલ ફી, પૌષ્ટિક આહાર ખર્ચ વગેરે માટે સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રસૂતિ સહાય 10,000 રૂપિયાની આપવામાં આવે છે.
આ સંદર્ભે એમપી આરોગ્ય વિભાગના પીઆરઓ અંકુશ મિશ્રાએ પુષ્ટિ કરી કે સરકાર ગર્ભવતી મહિલાઓને બે હપ્તામાં 5000 રૂપિયાની રકમ આપે છે.
છેલ્લે અમે પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર government.jobs.india ને 31 હજારથી વધુ લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે ચલાવવામાં આવી રહેલી યોજનામાં તેમને 5000 રૂપિયાની રકમ 2 હપ્તામાં આપવામાં આવે છે. મહિને 36000 રૂપિયા આપવાનો દાવો ખોટો છે.
- Claim Review : ગર્ભવતી મહિલાઓને દર મહિને મળશે 36000 રુપિયા
- Claimed By : ઈન્સ્ટાગ્રામ યુઝર ‘government.jobs.india’
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.