X
X

Fact Check : ટાઈમ્સ સ્ક્વેર પર નથી લાગી વિરાટ કોહલીની પ્રતિમા, વાયરલ તસવીર CGI વીડિયોનો ભાગ છે

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ટાઈમ્સ સ્ક્વેર પર વિરાટ કોહલીની પ્રતિમા લગાવવાનો વાયરલ દાવો ખોટો છે. વાસ્તવમાં વાયરલ તસવીર એક CGI વીડિયોનો ભાગ છે. વિરાટ કોહલીની આ પ્રતિમાના વીડિયોને ડ્યુરોફ્લેક્સ વર્લ્ડ નામની એક કંપનીએ બનાવ્યો હતો અને તે જ તસવીરને લોકોએ સાચી સમજીને સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું.

  • By: Pragya Shukla
  • Published: Jul 23, 2024 at 11:47 AM
  • Updated: Jul 26, 2024 at 01:28 PM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પ્રતિમા (મૂર્તિ)ની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલીની આ પ્રતિમાને ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર લગાવવામાં આવી છે. તાજેતરમાં જ આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. વાસ્તવમાં વાયરલ તસવીર એક CGI વીડિયોનો ભાગ છે. વિરાટ કોહલીની આ પ્રતિમાના વીડિયોને ડ્યુરોફ્લેક્સ વર્લ્ડ નામની એક કંપનીએ બનાવ્યો હતો અને તે જ તસવીરને લોકોએ સાચી સમજીને સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર અશ્વની જયસ્વાલે વાયરલ તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, ”વિરાટ કોહલીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ન્યૂયોર્કમાં. અભિનંદન નહીં પાઠવો તમે Thanks For Spending Your Valuable Time On Our Post…Plz Follow Me For More Posts Like This A&J”

પોસ્ટની આર્કાઈવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ટાઈમ્સ સ્ક્વેરના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વેબસાઈટને તપાસી. અમને દાવા સંબંધિત કોઈ પોસ્ટ અથવા જાણકારી ત્યાં ન મળી.

અમે ટાઈમ્સ સ્ક્વેરના લાઈવ ફૂટેજ પ્રકાશિત કરનારા અર્થ કેમની સત્તાવાર યૂટ્યૂબ ચેનલને પણ ચેક કરી. અમને ત્યાં પણ વિરાટ કોહલીની પ્રતિમા ન મળી અને ન તો આ દાવા સાથે સંબંધિત કોઈ માહિતી ત્યાં હાજર હતી.

તપાસને આગળ વધારતા અમે ફોટાને ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કર્યો. અમને વાયરલ ફોટા સાથે જોડાયેલો એક વીડિયો ડ્યુરોફ્લેક્સ વર્લ્ડ નામના એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ મળ્યો. વીડિયોને 23 જૂન 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ એક કમ્પ્યુટર જનરેટેડ વીડિયો છે. આ વીડિયોને સોફ્ટવેરની મદદથી બનાવવામાં આવ્યો છે.

સર્ચ દરમિયાન અમને વાયરલ વીડિયો ડ્યુરોફ્લેક્સ વર્લ્ડની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ મળ્યો. વીડિયોને 23 જૂન 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. અહીં પણ વીડિયોને CGIની મદદથી બનાવવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

ડ્યુરોફ્લેક્સ વર્લ્ડ વિશે સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે આ એક મેટ્રેસ કંપની છે. ઈકોનોમિક ટાઈમ્સની વેબસાઈટ પર 15 મે 2023ના રોજ પ્રકાશિત થયેલા એક રિર્પોટ મુજબ, ડ્યુરોફ્લેક્સે વિરાટ કોહલીને તેમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા.

વધુ માહિતી માટે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ Duroflex દ્વારા બહાર પાડવામાં આવેલ વીડિયો, એક CGI વીડિયો હતો.

છેલ્લે અમે ફોટાને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરને 10 હજાર લોકો ફોલો કરે છે. યુઝરે પ્રોફાઇલ પર પોતાને ઉત્તર પ્રદેશનો રહેવાસી ગણાવ્યો છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ટાઈમ્સ સ્ક્વેર પર વિરાટ કોહલીની પ્રતિમા લગાવવાનો વાયરલ દાવો ખોટો છે. વાસ્તવમાં વાયરલ તસવીર એક CGI વીડિયોનો ભાગ છે. વિરાટ કોહલીની આ પ્રતિમાના વીડિયોને ડ્યુરોફ્લેક્સ વર્લ્ડ નામની એક કંપનીએ બનાવ્યો હતો અને તે જ તસવીરને લોકોએ સાચી સમજીને સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું.

  • Claim Review : ન્યૂયોર્કમાં વિરાટ કોહલીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
  • Claimed By : ફેસબુક યૂઝર- અશ્વની જયસ્વાલ
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later