Fact Check : વિરાટ કોહલીના ફોનની સ્ક્રીનને એડિટ કરીને લગાવવામાં આવી રાહુલ ગાંધીની તસવીર
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વિરાટ કોહલીની વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. અસલી તસવીરમાં વિરાટ કોહલી રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ નહીં, પરંતુ બીજુ કંઈક જ જોઈ રહ્યા છે. એડિટિંગ ટૂલ્સની મદદથી વિરાટ કોહલીના ફોનની સ્ક્રીનને એડિટ કરીને રાહુલ ગાંધીની તસવીર લગાવી દેવામાં આવી છે.
- By: Pragya Shukla
- Published: Apr 3, 2024 at 11:45 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરમાં વિરાટ કોહલી તેમના ફોનમાં કંઈક જોઈ રહ્યા છે. તસવીરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ જોઈ રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વિરાટ કોહલીની વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. અસલી તસવીરમાં વિરાટ કોહલી રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ નહીં, પરંતુ બીજુ કંઈક જ જોઈ રહ્યા છે. એડિટિંગ ટૂલ્સની મદદથી વિરાટ કોહલીના ફોનની સ્ક્રીનને એડિટ કરીને રાહુલ ગાંધીની તસવીર લગાવી દેવામાં આવી છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર આશા મોહમ્મદે 22 માર્ચ 2024ના રોજ વાયરલ તસવીરને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, “વિરાટ કોહલીએ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ જોઈ.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
તપાસ
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે તસવીરને ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કરી. અમને અસલી તસવીર (આર્કાઈવ લિંક) વિરાટ ગેંગ નામના એક ફેસબુક પેજ પર 21 માર્ચ 2024ના રોજ શેર થયેલી મળી. હાજર માહિતી અનુસાર, વાયરલ તસવીર જિઓની એડવરટાઈઝમેન્ટ પહેલાની છે. જ્યારે તેઓ મેકઅપ રૂમમાં બેસીને તેમના ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા. તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિરાટ કોહલી તેમના ફોન પર રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ નહીં, પરંતુ તેઓ ફોન પર કંઈક બીજું જ જોઈ રહ્યા છે.
અસલી તસવીર ઘણા અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ આ જાણકારી સાથે એપલોડ થયેલી મળી. અસલી તસવીરને દૂરથી લેવામાં છે. તેથી તે સ્પષ્ટ નથી કે વિરાટ કોહલી તેમના ફોનમાં શું જોઈ રહ્યા છે. જ્યારે વાયરલ તસવીરમાં રાહુલ ગાંધીની તસવીર બિલકુલ સ્પષ્ટ છે. જે બાદ એ સ્પષ્ટ થાય છે કે વિરાટ કોહલીની તસવીરને એડિટિગ ટૂલ્સની મદદથી એડિટ કરવામાં આવી છે.
વધુ માહિતી માટે અમે દૈનિક જાગરણના સ્પોર્ટ એડિટર અભિષેક ત્રિપાઠી સાથે સંપર્ક કર્યો. તેમણે તસવીરને એડિટેડ જણાવી છે.
અમે વિરાટ કોહલીની પીઆર ટીમનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે જવાબ આવે ત્યારે સ્ટોરીને અપડેટ કરવામાં આવશે. બે ફોટા વચ્ચેનો તફાવત નીચે જોઈ શકાય છે.
અંતે અમે વિરાટ કોહલીની એડિટેડ તસવીરને શેર કરના યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું, અમને જાણવા મળ્યું કે યુઝરને 7 હજારથી વધુ લોકો ફોલો કરે છે. યુઝર દિલ્હીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વિરાટ કોહલીની વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. અસલી તસવીરમાં વિરાટ કોહલી રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ નહીં, પરંતુ બીજુ કંઈક જ જોઈ રહ્યા છે. એડિટિંગ ટૂલ્સની મદદથી વિરાટ કોહલીના ફોનની સ્ક્રીનને એડિટ કરીને રાહુલ ગાંધીની તસવીર લગાવી દેવામાં આવી છે.
- Claim Review : વિરાટ કોહલીએ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ જોઈ.
- Claimed By : ફેસબુક યુઝર Aash Mohammed
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.