Fact Check: રોહિત શર્માની દીકરીના જૂના વીડિયોને વર્લ્ડ કપમાં ભારતની હાર સાથે જોડીને કરાઈ રહ્યો છે વાયરલ
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જણવા મળ્યું કે આ વીડિયો 2022નો છે, જ્યારે રોહિત શર્મા કોવિડ-19ની ઝપેટમાં આવી ગયા હતા. આ વીડિયોને ક્રિકેટ વર્લ્ડ કપ 2023 સાથે કોઈ લેવા દેવા નથી.
- By: Pallavi Mishra
- Published: Dec 12, 2023 at 10:19 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની દીકરી જોવા મળી રહી છે, વીડિયોમાં તે કહેતી જોવા મળી રહી છે કે તેના પિતા એક મહિના પછી હસશે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો વર્લ્ડ કપ પછીનો છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જણવા મળ્યું કે આ વીડિયો 2022નો છે, જ્યારે રોહિત શર્મા કોવિડ-19ની ઝપેટમાં આવી ગયા હતા. આ વીડિયોને ક્રિકેટ વર્લ્ડ કપ 2023 સાથે કોઈ લેવા દેવા નથી.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર cricquickies (ક્રિકક્વિકીઝ)એ 24 નવેમ્બરે વાયરલ વીડિયોને શેર કર્યો અને લખ્યું કે, When Indian Captain Rohit Sharma’s daughter was asked about how is Rohit after the world cup loss, she said it so beautifully that he is in his room. He is almost positive, but within one month he will laugh! (જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની દીકરીને પૂછવામાં આવ્યું કે વર્લ્ડ કપમાં પરાજય બાદ રોહિત શર્માની સ્થિતિ કેવી છે. ત્યારે દીકરીએ સુંદરતાથી જવાબ આપતા કહ્યું કે, તેઓ તેમના રૂમમાં છે, તેઓ લગભગ પોઝિટિવ છે, લગભગ એક મહિનાની અંદર તેઓ પહેલાની જેમ હસવા લાગશે.)
તપાસ
વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે વીડિયોના સ્ક્રીનગ્રેબ્સને ગૂગલ લેન્સ પર સર્ચ કર્યા. અમને આ વીડિયો સાથે સંબંધિત એક સમાચાર ABPની વેબસાઈટ પર 28 જૂન 2022ના રોજ પ્રકાશિત થયેલા મળ્યા. સમાચાર મુજબ, (અનુવાદ): ”ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની દીકરી સમાયરા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહ્યો છે, જેમાં તે તેના પિતા વિશે વાત કરી રહી છે, જેઓ તાજેતરમાં કોવિડ-19થી સંક્રમિત થયા હતા.”
અમને India.com પર પણ આ વીડિયો સંબંધિત સમાચાર મળ્યા. સમાચાર અનુસાર, (અનુવાદિત): “ભારતના કેપ્ટન રોહિત શર્માનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન યુકેમાં પત્રકારોએ જ્યારે તેમની દીકરી સમાયરાને પૂછ્યું કે રોહિત શર્માની તબિયત કેવી છે અને અત્યારે તેઓ શું કરે છે? ત્યારે માસુમ સમાયરાએ જણાવ્યું કે, તેના પિતા રૂમમાં સૂતા છે. આ વીડિયો ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે.”
અમે આ અંગે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી સાથે વાત કરી. તેમણે પુષ્ટિ કરી કે વાયરલ દાવો ભ્રામક છે અને વીડિયો 2022નો છે.
વાયરલ વીડિયોને શેર કરીને ખોટો દાવો કરનાર યુઝરની પ્રોફાઈલને અમે સ્કેન કરી. યુઝર cricquickies (ક્રિકક્વિકી)ના 300થી વધુ ફોલોઅર્સ છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જણવા મળ્યું કે આ વીડિયો 2022નો છે, જ્યારે રોહિત શર્મા કોવિડ-19ની ઝપેટમાં આવી ગયા હતા. આ વીડિયોને ક્રિકેટ વર્લ્ડ કપ 2023 સાથે કોઈ લેવા દેવા નથી.
- Claim Review : જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની દીકરીને પૂછવામાં આવ્યું કે વર્લ્ડ કપમાં પરાજય બાદ રોહિત શર્માની સ્થિતિ કેવી છે. ત્યારે દીકરીએ સુંદરતાથી જવાબ આપતા કહ્યું કે, તેઓ તેમના રૂમમાં છે, તેઓ લગભગ પોઝિટિવ છે, લગભગ એક મહિનાની અંદર તેઓ પહેલાની જેમ હસવા લાગશે.
- Claimed By : ફેસબુક યુઝર cricquickies
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.