પાકિસ્તાની ક્રિકેટ ટીમને લઈને કરવામાં આવેલી વાયરલ પોસ્ટ વિરાટ કોહલીના નામે બનેલા ફેક એકાઉન્ટથી કરવામાં આવી છે. વિરાટ કોહલીના ઓરિજનલ એક્સ હેન્ડલ પરથી આવી કોઈ પોસ્ટ કરવામાં આવી નથી.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)ભારતમાં ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ ભારત પહોંચી ચૂકી છે. આને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પ્રોફાઈલ તસવીર (પ્રોફાઈલ ફોટો)માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની તસવીર લાગેલી છે અને યુઝર નેમ પણ વિરાટ કોહલી લખેલું છે. યુઝર્સ તેને વિરાટ કોહલીની પોસ્ટ સમજીને શેર અને કોમેન્ટ કરી રહ્યાં છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટ વિરાટ કોહલીના ફેક એકાઉન્ટથી કરવામાં આવી છે. વિરાટ કોહલીના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આવી કોઈ પોસ્ટ કરવામાં આવી નથી.
એક્સ યુઝર વિરાટ કોહલી @amiVkohli (આર્કાઇવ લિંક)ના એકાઉન્ટથી 27 સપ્ટેમ્બરના રોજ એક વીડિયો પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે કે,
“I warmly Welcome Pakistan Cricket Team on their arrival in my country after a long time period of 7 years, I will host a party for my friends specially for Shadab at my house Love you all, always spread love and joy”
“7 વર્ષના લાંબા ગાળા પછી મારા દેશમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના આગમન પર હું તેમનું હાર્દિક સ્વાગત કરું છું, હું મારા મિત્રો માટે ખાસ કરીને શાદાબ માટે મારા ઘરે એક પાર્ટીનું આયોજન કરીશ.”
વીડિયોમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમને જોઈ શકાય છે.
ફેસબુક યુઝર ‘ઝીશાન ઝરક’ (આર્કાઇવ લિંક)એ પણ 28 સપ્ટેમ્બરે આ પોસ્ટના સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું, “specially for shadab wow my King”
વાયરલ દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા શેર કરવામાં આવી રહેલી પોસ્ટને ધ્યાનથી જોઈ. કોમેન્ટ સેક્શનમાં યુઝરે તેને ડુપ્લીકેટ પ્રોફાઈલ જણાવી છે. વાયરલ પોસ્ટવાળા @amiVkohli પ્રોફાઇલનો બાયો જોયા પછી ખબર પડી કે તે ફેક એકાઉન્ટ છે.
આ પછી અમે વિરાટ કોહલીનું ઓફિશિયલ એક્સ એકાઉન્ટ ચેક કર્યું. વિરાટ કોહલીના ઓફિશિયલ એકાઉન્ટનું યુઝરનેમ @imVkohli છે. આ એકાઉન્ટ સપ્ટેમ્બર 2012થી વેરિફાઈડ છે. આ એકાઉન્ટમાંથી આવી કોઈ પોસ્ટ કરવામાં આવી નથી.
બંને એક્સ એકાઉન્ટને જોયા બાદ અમને જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટવાળા હેન્ડલનું યુઝર નેમ @amiVkohli છે, જ્યારે વિરાટ કોહલીના ઓરિજનલ હેન્ડલનું યુઝરનેમ @imVkohli છે.
અમે વિરાટ કોહલીના અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ચેક કર્યા, પરંતુ અમને એવી કોઈ પોસ્ટ ન મળી, જેનાથી એ પુષ્ટિ કરી શકે કે વિરાટ કોહલીએ આવું કોઈ નિવેદન આપ્યું છે.
અમે કીવર્ડ્સનો ઉપયોગ કરીને આ વિશે ગૂગલ પર ઓપન સર્ચ પણ કર્યું, પરંતુ અમને આવા કોઈ સમાચાર ન મળ્યા.
અમે આ વિશે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી સાથે વાત કરી. તેઓનું કહેવું છે કે, “વિરાટ કોહલીનું અસલી એક્સ હેન્ડલ @imVkohli છે. વાયરલ પોસ્ટ ફેક એકાઉન્ટ પરથી કરવામાં આવી છે.”
અંતે અમે ફેક એકાઉન્ટનો સ્ક્રીનશોટ શેર કરનાર Facebook યુઝરની પ્રોફાઇલ સ્કેન કરી. આ મુજબ યુઝર પાકિસ્તાનમાં રહે છે.
निष्कर्ष: પાકિસ્તાની ક્રિકેટ ટીમને લઈને કરવામાં આવેલી વાયરલ પોસ્ટ વિરાટ કોહલીના નામે બનેલા ફેક એકાઉન્ટથી કરવામાં આવી છે. વિરાટ કોહલીના ઓરિજનલ એક્સ હેન્ડલ પરથી આવી કોઈ પોસ્ટ કરવામાં આવી નથી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923