વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ગૌતમ ગંભીર વિશે વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. તેમણે આવું કોઈ નિવેદન આપ્યું નથી. ગંભીરે પોતે આ દાવાને નકારી કાઢ્યો છે.
વી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના ત્રણ સેમી ફાઇનલિસ્ટ ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા નક્કી થઈ ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને હરાવીને સેમીફાઇનલની ટિકિટ પાક્કી કરી લીધી છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરના નામે એક કથિત નિવેદન શેર કરવામાં આવી રહ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલની ક્રિકેટ રણનીતિની તુલના કરતા એક નિવેદન આપ્યું છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલને લઈને આવું કોઈ નિવેદન આપ્યું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ નિવેદનને લઈને ગૌતમ ગંભીરે એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે આ દાવાને નકારી કાઢ્યો છે.
ફેસબુક યૂઝર ‘Pollkhol Sports 2’એ 8 નવેમ્બર 2023ના રોજ વાયરલ પોસ્ટ શેર કરીને લખ્યું છે, “Gautam Gambhir on Glann Maxwell and Virat Kohli”
પોસ્ટની ઉપર લખેલું છેઃ ગૌતમ ગંભીરે કહ્યું કે, ”જો વિરાટ કોહલી હોત તો 195 રન પર સિંગલ લઈ લેત. પરંતુ મેક્સવેલે સિક્સર મારવાનું નક્કી કર્યું, જે તેમને અલગ બનાવે છે.”
પોસ્ટની આર્કાઈવ લિંકને અહીં જુઓ. ઘણા અન્ય યુઝર્સે આ પોસ્ટને સમાન દાવાની સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને દાવા સાથે સંબંધિત એક પોસ્ટ ગૌતમ ગંભીરના વેરિફાઈડ એક્સ હેન્ડલ પરથી મળી. 8 નવેમ્બર 2023ના રોજ કરવામાં આવેલી પોસ્ટમાં ગંભીરે CNN-News18ની એક પોસ્ટના સ્ક્રીનશોટને શેર કરીને વાયરલ દાવાને નકારી કાઢ્યો છે. કેપ્શન અંગ્રેજીમાં લખેલું છે. જેનું ગુજરાતી અનુવાદ છે: “શું બકવાસ છે! જ્યારે હું કંઈક કહું છું, ત્યારે ખુલ્લીને કહું છું. આ બંનેએ પોસ્ટ મામલે માફી માંગવી જોઈએ”
ગૌતમ ગંભીરના આ ટ્વીટ પછી CNN-News18એ સત્તાવાર એક્સ હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું. 8 નવેમ્બર 2023ના રોજ કરાયેલા ટ્વીટમાં અંગ્રેજીમાં કેપ્શનમાં લખેલું છે. જેનું ગુજરાતી અનુવાદ છે: પ્રિય @GautamGambhir, અમે અજાણતા થયેલી ભૂલ અને તમને થયેલી અસુવિધા બદલ માફી માંગીએ છીએ. અમારો હેતુ ક્યારેય નુકસાન પહોંચાડવાનો કે ગેરમાર્ગે દોરવાનો નહોતો. અમારા મનમાં તમારા પ્રત્યે સર્વોચ્ચ આદર અને સન્માન છે. સ્ટોરી હટાવી દેવામાં આવી છે. CNN-News18ના આ ટ્વીટ બાદ ગંભીરે આ કાર્યવાહીની પ્રશંસા કરતા વધુ એક ટ્વિટ કર્યું. જેને અહીં જોઈ શકાય છે.
સર્ચ દરમિયાન અમને દૈનિક જાગરણ પર 9 ઓક્ટોબર 2023ના રોજ પ્રકાશિત એક સમાચાર મળ્યા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, “ICC વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે સારી રીતે જોયું. વિરાટની શાનદાર બેટિંગના દિવાના ગૌતમ ગંભીર પણ બની ગયા છે. ગંભીરનું કહેવું છે કે કોહલી યુવા ખેલાડીઓ માટે એક મિશાલ છે. અમને આવા ઘણા અહેવાલો મળ્યા, જેમાં ગંભીરે વિરાટ કોહલીના વખાણ કર્યા છે.
વાયરલ પોસ્ટ અંગે અમે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ સંવાદદાતા અભિષેક ત્રિપાઠી સાથે વાત કરી. તેમણે વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે આમાં કોઈ સત્યતા નથી.
અંતે અમે પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર પેજને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે આ પેજને 11 હજાર લોકો ફોલો કરે છે. પેજ પર ક્રિકેટને લગતી પોસ્ટ શેર કરવામાં આવે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ગૌતમ ગંભીર વિશે વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. તેમણે આવું કોઈ નિવેદન આપ્યું નથી. ગંભીરે પોતે આ દાવાને નકારી કાઢ્યો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923