ફેક્ટ ચેકઃ Jio કંપની નથી આપી રહી 10 હજાર સુધીનું ઈનામ, નકલી લિંક પર ભૂલથી પણ ન કરતા ક્લિક
- By: Ashish Maharishi
- Published: Jan 8, 2023 at 04:42 PM
- Updated: Jul 7, 2023 at 05:34 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક URL સાથેનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે Jio 10,000 રૂપિયા સુધીનું ઈનામ આપી રહ્યું છે. આ પૈસાને ખાતામાં લેવા માટે લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવી રહ્યું છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની હકીકત તપાસી. આ મેસેજ ફેક સાબિત થયો છે. આવા મેસેજ પર ભૂલથી પણ વિશ્વાસ ન કરો. એક્સપર્ટનું કહેવું છે કે, આવી લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરવું જોઈએ.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર દેવા જીનિયસે 2 જાન્યુઆરીએ એક લિંકને શેર કરીને લખ્યું, નવા વર્ષની ઓફર.
પોસ્ટની લિંકમાં લખ્યું છે, Jio દરેકને આપી રહ્યું છે Rs. 10000 સુધીનું ઈનામ. પૈસા એકાઉન્ટમાં લેવા માટે ક્લિક કરો.
પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ લખવામાં આવ્યું છે. તેને ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર પણ વાયરલ કરવામાં આવી રહ્યું છે. આ પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ .
તપાસ
વિશ્વ ન્યૂઝે સૌથી પહેલા વાયરલ પોસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી વેબસાઈટનું URL જોયું. આને જોઈને સમજાય છે કે આ કોઈ ફ્રોડ વેબસાઈટની લિંક છે, કારણ કે તેના અંતે ડોટ કોમ કે ડોટ ઇનને બદલે ડોટ એક્સવાયઝેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેથી જ અમે આ URL પર ક્લિક કર્યું નથી. સત્ય જાણવા માટે અમે સીધો જિયોમાં સંપર્ક કર્યો. રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના કોર્પોરેટ કોમ્યુનિકેશનના વાઇસ પ્રેસિડેન્ટ ફ્રેન્કો વિલિયમે વિશ્વાસ ન્યૂઝને જણાવ્યું કે જિયોના નામે આવા મેસેજ વાયરલ થતા રહે છે. આમાં કોઈ સત્ય નથી. આવા મેસેજોને ઈગનોર કરો. આ ફેક મેસેજ છે.
સાયબર એક્સપર્ટે આવા મેસેજને લઈને ઘણી વખત ચેતવણી આપી ચૂક્યા છે. સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલે વિશ્વાસ ન્યૂઝને જણાવ્યું કે સાયબર ઠગો છેતરપિંડી કરવા માટે નવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે. તેઓ લોકોને ઑફર્સની લાલચ આપે છે અને તેમનો ખાનગી ડેટા ચોરી લે છે. આપણે આ રીતે ઉતાવળમાં કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. આપણી સલામતી આપણા હાથમાં છે. જો કોઈ કંપની આવી ઑફર્સ આપશે, તો તે તેના વિશેની માહિતી તેના સોશિયલ મીડિયા અથવા વેબસાઇટ પર ચોક્કસપણે આપશે. આપણે ત્યાં જઈને તપાસ કરવી જોઈએ. તમારી માહિતી ક્યાંય ન આપો. આ તમારા ડેટાની ચોરી થઈ શકે છે.
તપાસના અંતે ફેસબુક યુઝર દેવા જીનિયસની તપાસ કરવામાં આવી. આ યુઝરે Jioના નામે ફેક મેસેજ પોસ્ટ કર્યો હતો. 4.8 હજાર લોકો આ યુઝરને ફોલો કરે છે. આ એકાઉન્ટ ડિસેમ્બર 2021ના રોજ બનાવવામાં આવ્યું હતું. યુઝર યુપીના રેણુકૂટનો રહેવાસી છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જિયોના નામે વાયરલ થયેલો મેસેજ નકલી નીકળ્યો. કંપની દ્વારા 10 હજાર સુધીનું કોઈ ઈનામ આપવામાં આવી રહ્યું નથી.
- Claim Review : જિયો દરેકને 10 હજારનું ઈનામ
- Claimed By : ફેસબુક યૂઝર દેવા જીનિયસ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.