Fact Check: ધીરેન્દ્ર શાસ્ત્રીને Z+ સુરક્ષા આપવામાં આવેલા બીબીસીના ટ્વીટનો સ્ક્રીનશૉટ ફેક છે

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ સમયે ખૂબ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાયરલ સ્ક્રીનશોટમાં બીબીસી ન્યૂઝ હિન્દીનો લોગો લાગેલો છે. તેના પર લખ્યું છે કે મોદી સરકારે વિવાદોમાં ફસાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને Z+ સિક્યોરિટી આપી છે. હવે તેમની સાથે 25 કમાન્ડો રહેશે. આના પર એવું પણ લખેલું છે કે આ માટે સંયુક્ત રાષ્ટ્રએ પણ મોદી સરકારની પ્રશંસા કરી છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ સ્ક્રીનશોટ ફેક છે. ન તો બીબીસીએ આ પ્રકારનું કોઈ ટ્વીટ કર્યું છે અને ન તો કેન્દ્ર સરકારે આવી કોઈ જાહેરાત કરી છે. આ સ્ક્રીનશૉટ એક સટાયર પેજે પોસ્ટ કર્યો હતો, જેને યૂઝર્સ સાચો સમજી શેર કરી રહ્યા છે.

શું છે વાયરલ પોસ્ટ

ફેસબુક યુઝર Mohit Mishra (આર્કાઇવ લિંક)એ 23 જાન્યુઆરીએ સ્ક્રીનશોટ શેર કર્યો છે. તેના પર ધીરેન્દ્ર શાસ્ત્રી અને શ્યામ માનવની તસવીરોની સાથે લખ્યું છે, વિવાદોમાં ફસાયેલ ધીરેન્દ્ર શાસ્ત્રી માટે મોદી સરકારે Z+ સુરક્ષા આપી.

25 કમાન્ડોની સાથે રહેશે ધીરેન્દ્ર શાસ્ત્રી,

UNએ પણ કહ્યું- મોદી સરકારે કર્યું યોગ્ય કામ, વિરોધ કરવા વાળા @ShyamManav પર ઈન્ટરપોલે દાખલ કર્યો કેસ

તપાસ

વાયરલ દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા કીવર્ડથી ધીરેન્દ્ર શાસ્ત્રીને Z+ સુરક્ષા આપવા અંગે સર્ચ કર્યું. 24 જાન્યુઆરીએ દૈનિક જાગરણમાં સમાચાર છપાયા છે કે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેઓ આ સમયે છત્તીસગઢના રાયપુરમાં છે. પોલીસે કેસ દાખલ કરી લીધો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકારનાર શ્યામ માનવને પણ આ પ્રકારની ધમકી મળી ચૂકી છે. શ્યામ માનવ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ સાથે સંબંધ ધરાવે છે. જોકે, સમાચારમાં અમને કયાંય પણ Z+ સુરક્ષાનો ઉલ્લેખ નથી મળ્યો .

24 જાન્યુઆરીએ હિન્દુસ્તાનમાં છપાયેલા સમાચાર મુજબ, ધીરેન્દ્ર શાસ્ત્રીને ધમકી મળ્યા બાદ તેમને સુરક્ષા આપવાની માંગ ઉઠવા લાગી છે. કોંગ્રેસના નેતા અમિત શ્રીવાસ્તવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે ધીરેન્દ્ર શાસ્ત્રીને Y+ સુરક્ષા આપવાની માંગ કરી છે.

25 જાન્યુઆરીએ દૈનિક ભાસ્કરમાં છપાયેલા સમાચાર અનુસાર, ધમકી મળ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી 24 જાન્યુઆરીએ બાગેશ્વર ધામ પરત ફર્યા હતા. તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધામમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે, અમને સમાચારમાં Z Plus સુરક્ષાનો કોઈ ઉલ્લેખ નથી મળ્યો.

અમે Google પર કીવર્ડ્સથી શ્યામ માનવ પર ઈન્ટરપોલના કેસ દાખલ કરાવવાના દાવાને પણ સર્ચ કર્યું, પરંતુ તેવા કોઈ સમાચાર નથી મળ્યા, જેનાથી દાવાની પુષ્ટિ થઈ શકે. ઈન્ટરપોલની વેબસાઈટ પર પણ અમને આ પ્રકારની કોઈ જાણકારી નથી મળી.

અમને સર્ચમાં કોઈ ભરોસાપાત્ર વેબસાઈટ પર આવા સમાચાર પણ નથી મળ્યા, જેનાથી એ વાતની પુષ્ટિ થઈ શકે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને Z પ્લસ સુરક્ષા આપવા માટે યુએનએ મોદી સરકારની પ્રશંસા કરી છે. યુનાઈટેડ નેશન્સની વેબસાઈટ પર પણ અમને આવી કોઈ પ્રેસ રિલીઝ નથી મળી.

તેના પછી અમે બીબીસીના વાયરલ ટ્વીટની તપાસ કરવા માટે તેને ધ્યાનથી જોયું. તેમાં કેટલીક ભૂલો છે, જેમ કે પ્રથમ વાક્ય અધૂરું છે.

બીબીસી ન્યૂઝ હિન્દીનું ટ્વિટર એકાઉન્ટ પણ અમે સર્ચ કર્યું. ટ્વિટર હેન્ડલનો લોગો અને વાયરલ સ્ક્રીનશોટનો લોગો અલગ – અલગ છે. સાથે જ ટિક માર્કનો રંગ ઓરેંજ છે, જ્યારે વાયરલ સ્ક્રીનશોટમાં ટિક માર્ક વાદળી રંગનું છે. ટ્વિટર હેન્ડલ પર અમને આ પ્રકારની કોઈ પોસ્ટ નથી મળી.

સર્ચ કરવા પર અમને ફેસબુક પેજ OK Satire પર વાયરલ સ્ક્રીનશોટ (આર્કાઇવ લિંક) મળ્યો. આ 21 જાન્યુઆરીના રોજ પોસ્ટ કરવામાં આવ્યો છે.

આ પેજ (આર્કાઇવ લિંક )ની પ્રોફાઇલમાં લખ્યું છે, Parody Tweets That seems Real (પેરોડી ટ્વીટ્સ જે વાસ્તવિક લાગે છે). આ પેજ પર અમને BBCના લોગો લાગેલા કેટલાક સ્ક્રીનશૉટ્સ મળ્યા. આમાં બસ મેટર અને તારીખ અલગ – અલગ છે, પરંતુ રીટ્વીટ અને લાઇક્સની સંખ્યા સમાન છે.

આની વધુ પુષ્ટિ માટે અમે BBC હિન્દીના ડિજિટલ હેડ મુકેશ શર્માનો સંપર્ક કર્યો અને તેમને વાયરલ સ્ક્રીનશોટ મોકલ્યો. તેમણે આને ફેક જણાવ્યો છે.

ફેક સ્ક્રીનશોટને શેર કરનાર ફેસબુક યુઝર ‘મોહિત મિશ્રા’ની પ્રોફાઈલને અમે સ્કેન કરી. એ મુજબ તે અમદાવાદનો રહેવાસી છે. તેના 14,700 ફ્રેન્ડ્સ છે અને તે એક વિચારધારાથી પ્રેરિત છે.

નિષ્કર્ષ: કેન્દ્ર સરકાર દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને Z+ સિક્યોરિટી આપવામાં આવી હોવાનો બીબીસીના ટ્વીટનો સ્ક્રીનશોટ ફેક છે. OK Satire ફેસબુક પેજ પરથી તેને વ્યંગ્ય તરીકે પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને યુઝર્સ સાચું સમજીને શેર કરી રહ્યાં છે.

Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ