નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં ફ્રી Oppo મોબાઈલ જીતવાની વાત કહેવામાં આવી છે. પોસ્ટમાં એક ક્વિઝની લિંક આપવામાં આવી છે. આ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુઝર્સ આ ક્વિઝમાં ભાગ લઈને Oppo કંપનીનો ફોન જીતી શકે છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ લિંક એક શંકાસ્પદ વેબસાઇટ પર રીડાયરેક્ટ કરે છે. આ દાવો ખોટો છે. યુઝર્સે લિંક પર ક્લિક ન કરવું જોઈએ.
ફેસબુક યુઝર “મસરૂર જાન“એ 19 ડિસેમ્બરે આ પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં લખેલું છે –’ટચ કરો અને જીતો ફ્રી ઓપ્પો મોબાઈલ.’
તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝનને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે .
વિશ્વાસ ન્યૂઝે મેસેજમાં આપેલી લિંકને ચેક કરીને પોસ્ટની હકીકત તપાસી. લિંકનું URL Oppoની વેબસાઇટનું નથી. સુરક્ષાના કારણોસર અમે આ લિંક પર ક્લિક નથી કર્યું. તપાસને આગળ વધારતા અમે ઓપ્પો કંપનીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સર્ચ કર્યા. અમને આવી કોઈપણ ક્વિઝને લગતી કોઈ પોસ્ટ નથી મળી. તપાસ દરમિયાન અમને ઓપ્પોના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 31 ઓક્ટોબર, 2022ના રોજ કરવામાં આવેલું એક ટ્વિટ મળ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે કે OPPOની તમામ સ્પર્ધાઓ અને ભેટો ફક્ત તેમની સોશિયલ મીડિયા ચેનલો પર જ હશે.
અમે Oppoની વેબસાઈટ પર પણ સર્ચ કર્યું, અમને આવી કોઈ ક્વિઝ કે ફ્રી Oppo ફોન ઓફર કરતી કોઈ સ્કીમ નથી મળી.
વધુ વિગતો માટે અમે ભારતીય સાયબર આર્મીના અધ્યક્ષ અને ભારતીય પોલીસના સાયબર ક્રાઈમ સલાહકાર કિસલય ચૌધરીનો સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ લિંક શેર કરી. તેમણે કહ્યું કે, વાયરલ લિંક ફેક છે. આવી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.
ભૂતકાળમાં પણ ઓપ્પો સંબંધિત ઘણા દાવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝ દ્વારા કરવામાં આવી છે. તમે અમારી તપાસને અહીં વાંચી શકો છો.
અંતમાં અમે આ પોસ્ટ શેર કરનાર યુઝરની તપાસ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, યુઝર જમ્મુ-કાશ્મીરના શ્રીનગરનો રહેવાસી છે. ફેસબુક પર યુઝરના માત્ર 21 ફ્રેન્ડ્સ છે.
નિષ્કર્ષ: ફ્રીમાં Oppo મોબાઇલ આપવાનો આ વાયરલ દાવો ફેક છે. સાયબર સુરક્ષા નિષ્ણાતો શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપે છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923