નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક દાવા સાથે એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં એક વિદ્યાર્થિની એક યુવકને બેલ્ટ વડે માર મારી રહી છે, જ્યારે અન્ય કેટલાક લોકો પણ ત્યાં હાજર છે. વીડિયોમાં હિન્દી સિવાયની ભાષા સાંભળી શકાય છે. આને શેર કરીને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે અમદાવાદમાં એક મુસ્લિમ યુવકે એક હિન્દુ વિદ્યાર્થિની છેડતી કરી તો પીડિતાએ તેની ધોલાઈ કરી નાખી.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર વીડિયોને સાંપ્રદાયિક રંગ સાથે શેર કરવામાં આવી રહ્યો છે. પીડિતા અને આરોપી એક જ સમુદાયના છે. આરોપીનું નામ વિજય સરકટે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો દાવો ખોટો છે.
ફેસબુક યુઝર ‘સનાતની હિન્દુ’એ 24 જૂને વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું “આભાર અમદાવાદની સિંહણ..માં ભારતીની હિન્દુ દીકરીની તાકાત, અબ્દુલે સ્કૂલે જઈ રહેલી હિન્દુ સિંહણની જાહેરમાં છેડતી કરી, તમામ માં દુર્ગા અવતારી દીકરીઓ એકત્ર થઈ અને #અબ્દુલને તેની સાત પેઢી યાદ અપાવી દીધી, હવે અમારી બહેનો જાગૃત થઈ રહી છે…જય શ્રી રામ”
(વિદ્યાર્થીનીઓની ઓળખ જાહેર ન થાય, તેથી અમે પોસ્ટની લિંક અહીં આપી રહ્યા નથી.)
ટ્વિટર યુઝર લક્ષ્મી ત્રિપાઠીએ પણ આ વીડિયોને સમાન દાવા સાથે શેર કર્યો છે.
વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા તેના વિશે કીવર્ડ્સ સાથે ગૂગલ પર ઓપન સર્ચ કર્યું. 24 જૂને ટાઈમ્સ નાઉની વેબસાઈટ પર આ અંગેના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. આમાં વીડિયોના કીફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમાચારમાં લખવામાં આવ્યું છે કે, “મામલો ગુજરાતના અમદાવાદનો છે. ત્યાં એક સગીર વિદ્યાર્થિની અને તેની મોટી બહેને રોડ રોમિયોની જાહેરમાં ધોલાઈ કરી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બંને દીકરીઓની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, તેમની નાની દીકરી સવારે સ્કૂલે જઈ રહી હતી. ત્યારે રસ્તામાં આરોપી વિજય સરકટેએ તેની છેડતી કરી. આરોપીએ સગીર વિદ્યાર્થિનીનો હાથ પકડીને તેને ગિફ્ટ આપવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થિએ ના પાડી ત્યારે તેણે બળજબરીથી ગિફ્ટ તેની બેગમાં રાખી અને ગંદું કૃત્ય કર્યું. બીજા દિવસે ફરી આરોપીએ વિદ્યાર્થિનીનો રસ્તો રોક્યો અને તેની છેડતી કરી. આ દરમિયાન વિદ્યાર્થિની બહેન પણ ત્યાં હતી. તેણે રાહદારીઓની મદદથી આરોપીને પકડી લીધો અને તેને માર માર્યો. આ પછી દીકરીના માતા-પિતાએ પોલીસને બોલાવી. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી લીધો છે. તેની સામે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.”
વન ઈન્ડિયાની વેબસાઈટ પર પણ 25મી જૂને આ અંગેના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. આમાં વીડિયોના કીફ્રેમ્સને જોઈ શકાય છે. સમાચારમાં આરોપીનું નામ વિજય સરકટે જણાવવામાં આવ્યું છે. પોલીસે કેસ નોંધ્યો છે.
આ બાબતે વધુ જાણકારી માટે અમે કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. PSO વિજયનું કહેવું છે કે, “આરોપીનું નામ વિજય સરકટે છે. આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. પીડિતા અને આરોપી એક જ સમુદાયના છે.”
તપાસના અંતે અમે ખોટા દાવાની સાથે વીડિયોને વાયરલ કરનાર ફેસબુક યુઝર ‘સનાતની હિન્દુ’ની પ્રોફાઇલ સ્કેન કરી. આ મુજબ યુઝર ઉત્તરાખંડના પંતનગરમાં રહે છે અને જૂન 2019થી ફેસબુક પર એક્ટિવ છે. યુઝરને લગભગ 1200 લોકો ફોલો કરે છે અને તે એક વિચારધારાથી પ્રભાવિત છે.
નિષ્કર્ષ: અમદાવાદમાં વિદ્યાર્થિનીએ રોડ રોમિયોને માર માર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલાને સાંપ્રદાયિક રંગ આપીને ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
CLAIM REVIEW : અમદાવાદમાં એક મુસ્લિમ યુવકે એક હિન્દુ યુવતીની છેડતી કરી તો પીડિતાએ તેને જાહેરમાં માર માર્યો.
CLAIMED BY : FB User- Sanatani Hindu
FACT CHECK : False
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923