ફેક્ટ ચેક : Jio નથી આપી રહ્યું ફ્રીમાં કોઈ પૈસા, આવા મેસેજ પર વિશ્વાસ ન કરો
- By: Ashish Maharishi
- Published: Dec 30, 2022 at 12:35 PM
- Updated: Jul 7, 2023 at 05:14 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રિલાયન્સની જિયો કંપની સાત વર્ષ પૂર્ણ થવા પર 999 રૂપિયા ફ્રીમાં આપી રહી છે. વિશ્વાસ ન્યૂઝ પહેલા પણ અનેક વખત આ પ્રકારના મેસેજની તપાસ કરી ચૂક્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે Jio દ્વારા આવો કોઈ મેસેજ જારી કરવામાં આવ્યો નથી. આ મેસેજ પર વિશ્વાસ ન કરો.
શું થઈ રહ્યું છે વાયરલ
ફેસબુક યુઝર ‘Johar Uddin‘એ એક પોસ્ટમાં દાવો કર્યો છે કે Jio કંપનીના સાત વર્ષ પૂરા થવા પર તમને આપવામાં આવે છે 999 બિલકુલ ફ્રી.
આ મેસેજમાં મુકેશ અંબાણીની તસવીર અને Jioના લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
(આ પોસ્ટની વાતોને અહીં જેમ છે તેમ રજૂ કરવામાં આવી છે. આ પોસ્ટનું આર્કાઇવ વર્ઝનને અહીં ક્લિક કરીને જોઈ શકો છો.)
તપાસ
વિશ્વાસ ન્યુઝે વાયરલ પોસ્ટની તપાસ માટે સૌપ્રથમ Jioની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધી. ત્યાં અમને આવી કોઈ ઓફર જોવા નથી મળી. જો કંપની દ્વારા આટલી મોટી ઑફર આપવામાં આવી હોત તો તેના વિશે સત્તાવાર વેબસાઈટ પર ચોક્કસ માહિતી હોત. આ પછી વાયરલ પોસ્ટના આધારે કેટલાક કીવર્ડ બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેને ગૂગલ ઓપન સર્ચ ટૂલ દ્વારા સર્ચ કરવામાં આવ્યા. તેમાં પણ અમને આવા કોઈ સમાચાર મળ્યા નથી.
વધુ તપાસ માટે Jioના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સને સ્કેન કરવામાં આવ્યા. ત્યાં પણ આવી ઓફરની કોઈ પોસ્ટ મળી નથી. જો આવી કોઈ ઑફર હોત તો સોશિયલ મીડિયામાં ચોક્કસ માહિતી આપવામાં આવી હોત.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના કોર્પોરેટ કોમ્યુનિકેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ ફ્રેન્કો વિલિયમનો સંપર્ક કર્યો. તેમણે વિશ્વાસ ન્યૂઝ સાથેની વાતચીતમાં વાયરલ મેસેજને ફેક ગણાવ્યો હતો.
ભૂલથી પણ આવી લિંક પર ન કરો ક્લિક
વિશ્વાસ ન્યૂઝ પહેલા પણ ઘણી વખત આવા ફેક મેસેજની તપાસ કરી ચૂક્યું છે. આ મેસેજનો મુખ્ય હેતુ તમારી પર્સનલ જાણકારી ચોરી કરવાનો હોય છે. સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલનું કહેવું છે કે, સાયબર ઠગો છેતરપિંડી કરવા માટે નવા-નવા રસ્તા શોધી રહ્યા છે. તેઓ લોકોને ઑફર્સની લાલચ આપે છે અને તેમની અંગત માહિતી ચોરી લે છે. આપણે આ રીતે ઉતાવળમાં કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. આપણી સલામતી આપણા હાથમાં છે. જો કોઈ કંપની આવી ઑફર્સ આપશે, તો તે તેના વિશેની માહિતી તેના સોશિયલ મીડિયા અથવા વેબસાઇટ પર ચોક્કસપણે આપશે. આપણે ત્યાં જઈને તપાસ કરવી જોઈએ. કોઈને તમારી અંગત માહિતી ન આપો. આનાથી તમારો ડેટા ચોરી થઈ શકે છે. આવી પોસ્ટની ફરિયાદ કરો.
અંતમાં જ્યારે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ એકાઉન્ટ પણ ફેક છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે જિયોના નામ પર વાયરલ મેસેજ નકલી છે. કંપની તરફથી આવી કોઈ ઓફર આપવામાં આવી રહી નથી.
- Claim Review : ફેસબુક યુઝર Johar Uddin
- Claimed By : Jio ફ્રીમાં 999 રૂપિયા આપી રહ્યું છે
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.