નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર એક URLને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે Paytm તેના યુઝર્સને નવા વર્ષ પર 2,999 રૂપિયાનું ઇનામ આપી રહ્યું છે, જેને લિંક પર ક્લિક કરીને જીતી શકાય છે.
વિશ્વાસ ન્યૂઝ અગાઉ પણ આ પ્રકારના મેસેજની તપાસ કરી ચૂક્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે Paytm દ્વારા આવો કોઈ મેસેજ જારી કરવામાં આવ્યો નથી. લોકો સાથે છેતરપિંડી કરવા માટે મેસેજ અને URL વાયરલ કરવામાં આવી રહ્યું છે. એક્સપર્ટનું કહેવું છે કે, આવી લિંક્સ પર ભૂલથી પણ ક્લિક ન કરો.
ફેસબુક યુઝર સમર કુમારે વાયરલ પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં અંગ્રેજીમાં લખેલુ છે, હેપી ન્યૂ યર 2023 Paytm કેશબેક ફ્રી. 2999 રૂપિયા ફ્રીમાં મેળવો.
આ પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ .
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ માટે સૌપ્રથમ Paytmની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધી. અમને ત્યાં આવી કોઈ ઓફર મળી નથી. જો કંપની દ્વારા આટલી મોટી ઑફર આપવામાં આવી હોત તો તેના વિશે સત્તાવાર વેબસાઈટ પર ચોક્કસ માહિતી આપી હોત. આ પછી વાયરલ પોસ્ટના આધારે કેટલાક કીવર્ડ બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેને ગૂગલ ઓપન સર્ચ ટૂલ દ્વારા સર્ચ કરવામાં આવ્યા હતા. અમને આવા કોઈ સમાચાર મળ્યા નથી.
તપાસના આગલા તબક્કામાં અમે Paytmના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શોધવાનું શરૂ કર્યું. ત્યાં પણ આવી ઓફરની કોઈ પોસ્ટ મળી નથી. જો આવી કોઈ ઑફર હોત તો સોશિયલ મીડિયામાં ચોક્કસ માહિતી આપવામાં આવી હોત.
વિશ્વાસ ન્યૂઝે પોસ્ટ પર આપવામાં આવેલા URLની તપાસ શરૂ કરી. URLને નજીકથી જોવા પર અમને જાણવા મળ્યું કે તેના URLમાં IQITIK.XYZ લખેલું છે, જ્યારે Paytmની સત્તાવાર વેબસાઇટનું URL paytm.com છે.
અમે વાયરલ મેસેજ અંગે સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલ સાથે વાત કરી. તેઓનું કહેવું છે કે આ એક ક્લિકબેટ લિંક હોય છે. આના પર તમારી પર્સનલ માહિતી શેર કરવાથી તેની ચોરી થવાનું જોખમ રહે છે. આવા ક્લિકબેટથી તમારા મોબાઈલમાં માલવેર પહોંચાડી તેનો કંટ્રોલ મેળવી શકાય છે. ડીપ વેબ પર વ્યક્તિગત માહિતી ચોરી અને વેચી શકાય છે. તમારું ઈ-વોલેટ હેક કરીને તમને આર્થિક રીતે પણ નુકસાન પહોંચાડી શકાય છે. ઉતાવળમાં કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં. આપણી સેફ્ટી આપણા હાથમાં છે.
વિશ્વાસ ન્યૂઝે ભૂતકાળમાં પણ ઘણી વખત આવા ફેક મેસેજની તપાસ કરી છે. આવા મેસેજનો મુખ્ય હેતુ તમારી માહિતી ચોરી કરવાનો હોય છે.
તપાસના આગામી તબક્કામાં ફેક મેસેજ મોકલનાર યુઝરની તપાસ કરવામાં આવી. ફેસબુક યુઝર સમર કુમારના 700થી વધુ ફ્રેન્ડ્સ છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે Paytm ન્યૂ યર ઓફરના નામે વાયરલ મેસેજ ફેક સાબિત થયો. આવા મેસેજની સાથે એક લિંક પણ આપવામાં આવી છે. આના દ્વારા છેતરપિંડી થવાની આશંકા છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923