Fact Check: કોંગ્રેસ ફ્રી રિચાર્જ યોજનાના દાવા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી લિંક છે ફેક
કોંગ્રેસ ફ્રી રિચાર્જ યોજનાના નામે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહેલી પોસ્ટ નકલી છે. સાયબર એક્સપર્ટે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે.
- By: Jyoti Kumari
- Published: Nov 23, 2023 at 05:43 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) કોંગ્રેસ પાર્ટી ફ્રી રિચાર્જ યોજનાના દાવા સાથે જોડાયેલી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ ફ્રી રિચાર્જ યોજના હેઠળ તમામ દેશવાસીઓને 3 મહિનાનું ફ્રી રિચાર્જ મળશે. પોસ્ટમાં અલગ-અલગ ટેલિકોમ કંપનીઓના લોગો લાગેલા છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. કોંગ્રેસ પાર્ટી દ્વારા આવી કોઈ યોજના શરૂ કરવામાં આવી નથી. વાયરલ કરવામાં આવી રહેલી લિંક ફેક છે. યૂઝર્સે આ લિંક પર ક્લિક ન કરવું જોઈએ.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક પેજ “Hanjanglangso English High School, Sarihajan, K/A.”એ 8 નવેમ્બરના રોજ પોસ્ટ શેર કરી છે. પોસ્ટ પર લખ્યું છે કે, ”કોંગ્રેસ ફ્રી રિચાર્જ યોજના. તમામ દેશવાસીઓને મળશે ફ્રી રિચાર્જ 3 મહિના માટે.”
સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ તેને સમાન દાવાની સાથે શેર કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની તપાસ કરવા માટે સૌથી પહેલા ગૂગલ પર સર્ચ કર્યું. સર્ચમાં અમને દાવા સાથે સંબંધિત કોઈપણ વિશ્વાસનીય ન્યૂઝ રિર્પોટ મળ્યા નથી. વાયરલ પોસ્ટમાં લિંક આપવામાં આવી છે – “congress2024.limitedoffer” તેને જોઈને જ સ્પષ્ટ થઈ જાય છે કે આ લિંક નકલી છે.
તપાસને આગળ વધારતા અમે કોંગ્રેસના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સને સર્ચ કર્યું.
દાવાને લઈને અમે કોંગ્રેસની સત્તાવાર વેબસાઈટને ચેક કરી. અમને અહીં કોંગ્રેસ પાર્ટીની ઘણી યોજનાઓ વિશે માહિતી મળી, પરંતુ ફ્રી રિચાર્જ યોજના સંબંધિત કોઈ માહિતી મળી નથી.
આવો જ એક દાવો ભાજપ પાર્ટી અને પીએમ મોદી સાથે જોડીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2024માં થનારી ચૂંટણીમાં વધુમાં વધુ વોટ મેળવવા માટે ભાજપ સરકાર તમામ ભારતીય યુઝર્સને 28 દિવસનું ફ્રી રિચાર્જ આપી રહી છે. જ્યારે અમે આ પોસ્ટની તપાસ કરી, તો દાવો નકલી નીકળ્યો. તમે તે ફેક્ટ ચેક રિર્પોટ્સને અહીં વાંચી શકો છો.
પોસ્ટને લઈને અમે ઈન્ડિયન સાયબર આર્મીના સ્થાપક કિશ્લય ચૌધરી સાથે વાત કરી. તેમણે વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની લિંક પૈસા અને ડેટાની ચોરી કરવાના હેતુથી બનાવવામાં આવે છે. આપણે તપાસ કર્યા વિના આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવું જોઈએ.
તપાસના અંતે અમે ફેક પોસ્ટ શેર કરનાક પેજની તપાસ કરી. જાણવા મળ્યું કે પેજને 617 લોકો ફોલો કરે છે. આ પેજને 22 જૂન 2019ના રોજ બનાવવામાં આવ્યું છે.
निष्कर्ष: કોંગ્રેસ ફ્રી રિચાર્જ યોજનાના નામે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહેલી પોસ્ટ નકલી છે. સાયબર એક્સપર્ટે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે.
- Claim Review : કોંગ્રેસ ફ્રી રિચાર્જ યોજના
- Claimed By : ફેસબુક પેજ - Hanjanglangso English High School, Sarihajan, K/A
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.