વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): સોશિયલ મીડિયા પર એક લિંકને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્ડિયન ઓઈલ પોતાના ગ્રાહકોને સબસિડી આપી રહ્યું છે. આ સબસિડીને લિંક શેર કરીને મેળવી શકાય છે.
વિશ્વાસ ન્યૂઝે જ્યારે લિંકની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ પોસ્ટ ફેક છે. ઈન્ડિયન ઓઈલ ફ્યૂલ સબસિડીના નામે વાયરલ થઈ રહેલી લિંક એક ફિશિંગ લિંક છે. અમે અમારા વાંચકોને કહેવા માંગીએ છીએ કે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરો.
ફેસબુક યૂઝર ‘Bï Kr Åm’એ 31 જુલાઈ 2023ના રોજ પોસ્ટ શેર કરી છે. વાયરલ પોસ્ટમાં લખ્યું છે, “ઈન્ડિયન ઓઈલ – નેશનલ ફ્યૂલ સબસિડી.” આ પોસ્ટમાં નીચે એક લિંક પણ આપવામાં આવી છે.
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે સૌથી પહેલા લિંકને ધ્યાનથી જોઈ. અમને જાણવા મળ્યું કે લિંકનું URL ઈન્ડિયન ઓઈલની વેબસાઇટની લિંક નથી, પરંતુ કોઈ અન્ય અવિશ્વસનીય વેબસાઈટની લિંક છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઇટનું URL iocl.com છે, જ્યારે વાયરલ લિંકનું URL ફીટ ફ્લર્ટ ટોપ છે.
તપાસને આગળ વધારતા અમે ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટને સ્કેન કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને ઈન્ડિયન ઓઈલના સત્તાવાર ફેસબુક પેજ પર દાવા સાથે જોડાયેલી એક પોસ્ટ મળી. પોસ્ટમાં વાયરલ ઓફરને લઈને કરવામાં આવી રહેલા દાવા અને લિંકને નકલી ગણાવવામાં આવી છે.
વધુ જાણકારી માટે અમે સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે, આ એક ક્લિકબેટ લિંક છે. આ પ્રકારની લિંક્સનો ટ્રાફિક અને વ્યૂ લાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર આ પ્રકારની લિંક્સ પર ક્લિક કરતા જ તમે કોઈ બીજી વેબસાઇટ પર પહોંચી જશો, જેથી તે વેબસાઇટ પર વ્યૂ આવી શકે. ઘણીવાર આ પ્રકારની લિંક્સનો ઉપયોગ સિસ્ટમમાં મેલવેર નાખવા માટે પણ કરવામાં આવે છે. મેલવેર દ્વારા સિસ્ટમ પર કંટ્રોલ મેળવીને ખૂબ જ સરળતાથી ફ્રોડ કરી શકાય છે.
સોશિયલ મીડિયા પર અગાઉ પણ આવો જ દાવો વાયરલ થઈ ચૂક્યો છે. આ રિર્પોટને અહીં વાંચો.
અંતે અમે લિંકને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરના 2,649 ફ્રેન્ડ્સ છે. પ્રોફાઈલ પર આપવામાં આવેલી માહિતી મુજબ, તે બંગાળનો રહેવાસી છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે જ્યારે લિંકની તપાસ કરી તો જાણવા મળ્યું કે ઈન્ડિયન ઓઈલ ફ્યૂલ સબસિડીના નામે વાયરલ થઈ રહેલી લિંક એક ફિશિંગ લિંક છે. અમે અમારા વાંચકોને કહેવા માંગીએ છીએ કે આવી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923