X
X

Fact Check: બેંક ઓફ બરોડાના નામે ફિશિંગ લિંક થઈ રહી છે શેર, એક્સપર્ટે ક્લિક ન કરવાની આપી સલાહ

નવી દિલ્હી (વિશ્વાસ સમાચાર): ફિશિંગ લિંક્સ દ્વારા લોકોને છેતરવા માટે સાયબર ઠગો દરરોજ નવી-નવી રીતો અપનાવી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર બેંક ઓફ બરોડાના નામે એક મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં લખ્યું છે કે બેંક ઓફ બરોડા સરકારી સબસિડી આપી રહી છે. નીચે એક લિંક આપીને લખ્યું છે કે આ લિંક પર ક્લિક કરીને કોઈપણ નાગરિક સરકારી સબસિડીનો લાભ ઉઠાવી શકે છે.

વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે બેંક ઓફ બરોડા તરફ આવી કોઈ સબસિડી આપવામાં આવી રહી નથી. આ મેસેજની સાથે ફિશિંગ લિંક શેર કરવામાં આવી રહી છે. સાયબર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આ પ્રકારની લિંક પર ક્લિક ન કરવું જોઈએ. આમ કરવાથી યુઝરનો ડેટા હેક થઈ શકે છે. વિશ્વાસ ન્યૂઝ પહેલા પણ આ પ્રકારના અનેક દાવાઓની તપાસ કરી યુઝર્સને આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી ચૂક્યું છે. 

શું છે વાયરલ પોસ્ટમાં?

વિશ્વાસ ન્યૂઝના વોટ્સએપ ટિપલાઈન નંબર +91 9599299372 પર યુઝરે આ મેસેજને મોકલી તેની સત્યતા જણાવવાની વિનંતી કરી છે.

ફેસબુક યુઝર ‘બ્રિજેશ યાદવ’ (આર્કાઇવ્ડ લિંક)એ પણ 10 ઓગસ્ટે આ મેસેજને અન્ય એક લિંકની સાથે પોસ્ટ કર્યો છે.

તપાસ

વાયરલ દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા પોસ્ટમાં આપેલી લિંક્સને ધ્યાનથી જોઈએ. અમારા ટિપલાઈન પર આવેલી પોસ્ટમાં URL baroda.com છે, જ્યારે ફેસબુક યુઝરે URL deadlynimbgis.top પોસ્ટ કર્યું છે. આને જોઈને ખબર પડે છે કે બંને URL બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઈટના નથી, એટલે કે તેનાથી ફ્રોડ થઈ શકે છે.

આ પછી અમે બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ પર આ વિશે સર્ચ કર્યું, પરંતુ તેના પર કોઈ સબસિડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

અમે બેંક ઓફ બરોડાના ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પણ તપાસ્યા, પરંતુ એવી કોઈ જાણકારી ન મળી, જેનાથી વાયરલ દાવાની પુષ્ટિ થઈ શકે. 

જો બેંક દ્વારા કોઈ સબસિડી કે યોજના બહાર પાડવામાં આવી હોત તો તેની વેબસાઇટ પર તેના વિશે જાણકારી જરૂર આપવામાં આવી હોત, પરંતુ અમને કોઈપણ જાણકારી ન મળી. 

આ વિશે વધુ જાણકારી માટે અમે સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલ સાથે વાત કરી. તેઓનું કહેવું છે, “આ એક ફિશિંગ લિંક છે. તેના પર ક્લિક કરવાથી યુઝરનો ડેટા ચોરી થઈ શકે છે. સાયબર ઠગો આવા મેસેજ મોકલીને લોકોને પોતાની જાળમાં ફસાવે છે. આવા મેસેજ મળે ત્યારે પહેલા URLને ધ્યાનથી જોવી જોઈએ. ભારતમાં સરકારી વેબસાઇટ્સના URL ડોટ ઇનથી હોય છે. જો URL ડોટ ઇનમાંથી નથી, તો તે શંકાસ્પદ છે. આ વિશે કંપની અથવા સંબંધિત વિભાગની સત્તાવાર વેબસાઇટ પર પણ તપાસ કરવી જોઈએ. જો કોઈપણ વિભાગ તરફથી કોઈપણ યોજના અથવા ઓફર આપવામાં આવે છે, તો તેની માહિતી તેની સત્તાવાર વેબસાઇટ પર ચોક્કસપણે આપવામાં આવે છે. ઘણી વખત સાયબર ઠગ અન્ય વેબસાઇટ્સ પર ટ્રાફિક વધારવા માટે આવી લિંક્સ પણ મોકલે છે. આવી લિંક્સ અન્ય વેબસાઇટ્સ તરફ દોરી જાય છે, જ્યાંથી તેઓ વ્યુ મેળવે છે, પરંતુ તેના પર ક્લિક ન કરવું જોઈએ.”

આ પહેલા ઈન્ડિયન ઓઈલના નામે આવો દાવો વાયરલ થયો હતો. એમાં પણ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઇન્ડિયન ઓઇલ નેશનલ ફ્યૂલ સબસિડી ઓફર કરી રહ્યું છે. સબસિડીનો લાભ લેવા માટે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવાની સલાહ આપવામાં આવી હતી. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે ફેક મેસેજની સાથે ફિશિંગ લિંક શેર કરવામાં આવી હતી.

તપાસના અંતે અમે ફિશિંગ લિંકને શેર કરનાર યુઝરની પ્રોફાઇલને સ્કેન કરી. જે મુજબ, યુઝર શાહજહાંપુરનો રહેવાસી છે અને તેના 833 ફ્રેન્ડ્સ છે.

નિષ્કર્ષ: સોશિયલ મીડિયા પર બેંક ઓફ બરોડાના નામે વાયરલ મેસેજ ફેક છે. તેની સાથે ફિશિંગ લિંક શેર કરવામાં આવી રહી છે. સાયબર એક્સપર્ટે તેના પર ક્લિક ન કરવાની સલાહ આપી છે. 

  • Claim Review : બેંક ઓફ બરોડા સરકારી સબસિડી આપી રહી છે. 
  • Claimed By : FB User - બ્રેજશ યાદવ
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later