Fact Check: હોળી પર પ્રધાનમંત્રી જન ધન યોજનાના નામે પૈસા મળવાનો દાવો ફેક

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે પ્રધાનમંત્રી જન ધન યોજનાના નામે હોળી પર પૈસા મળવાને લઈને વાયરલ કરવામાં આવી રહેલી લિંક ફેક છે. સાયબર એક્સપર્ટ યુઝર્સને આ પ્રકારની લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપે છે.

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી)સોશિયલ મીડિયા પર એક લિંકને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે હોળીના અવસર પર ભારત સરકાર પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ તમામ લોકોને એક ડિજિટલ સ્ક્રૅચ કાર્ડ આપી રહી છે, જેને સ્ક્રેચ કરવાથી યુઝરના એકાઉન્ટમાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર થઈ જશે. કેટલીક પોસ્ટ્સમાં આ રકમ 5000 રૂપિયા જણાવવામાં આવી છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલી લિંક ફેક છે. સાયબર એક્સપર્ટ્સ યુઝર્સને આ પ્રકારની લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપે છે. આવી લિંક પર ક્લિક કરવાથી તમારો ડેટા ચોરી થઈ શકે છે અને તમે છેતરપિંડીનો શિકાર પણ બની શકો છો.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યૂઝર  ‘Rashmi 7’એ 21 માર્ચ 2024ના રોજ વાયરલ લિંકને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘જન ધન યોજનાની ખાસ ઓફર અત્યારે જ લાભ ઉઠાવો! આ હોળી પર ખાતાધારકોને 5000 રૂપિયા આપશે સરકાર.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

તપાસ માટે અમે સૌથી પહેલા વાયરલ પોસ્ટની સાથે શેર કરવામાં આવી રહેલી લિંકને જોઈ. વાયરલ URL kaiseback.amazofers.in ભારત સરકાર સાથે સંબંધિત નથી. ભારત સરકારની URLમાં government.in હોય છે.

સાથે જ વાયરલ વેબસાઈટ પર સ્ક્રેચ કરીને પૈસા મેળવવાની વાત કરવામાં આવી રહી છે. અમે ભારત સરકારની ઘણી વેબસાઈટને સર્ચ કરી, જ્યાં સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી છે. અમને ક્યાંય સ્ક્રેચ કરીને પૈસા મેળવવા સંબંધિત કોઈ માહિતી મળી નથી.

તપાસને આગળ વધારતા અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું. અમને દાવા સાથે જોડાયેલા કોઈ વિશ્વસનીય ન્યૂઝ રિર્પોટ ન મળ્યા, જેમાં એ વાતનો ઉલ્લેખ હોય કે સરકાર હોળી પર કોઈપણ યોજના હેઠળ 2,000 રૂપિયા આપી રહી છે. જોકે, અમને એવા ઘણા ન્યૂઝ રિર્પોટ જરુર મળ્યા, જેમાં ભારત સરકારે આવી લિંક પર વિશ્વાસ ન કરવાની વાત કહી છે.

વધુ જાણકારી માટે અમે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ અને રાજસ્થાન સરકારની પબ્લિક ગ્રીવાન્સ કમિટીના પૂર્વ IT સલાહકાર આયુષ ભારદ્વાજ સાથે વાત કરી. તેમણે અમને જણાવ્યું, આવી વેબસાઈટ વ્યુ મેળવવા માટે અને છેતરપિંડી કરવા માટે બનાવવામાં આવે છે. જો આપણે આપણી પર્સનલ માહિતીને સુરક્ષિત રાખવી છે તો આ પ્રકારની કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ.

પ્રધાનમંત્રી જન ધન યોજનાની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, સરકારે આ યોજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે શરૂ કરી હતી. આ યોજના હેઠળ બેંકો શૂન્ય રકમ સાથે બેંક ખાતા ખોલે છે.

આવી ફિશિંગ લિંક્સને લગતી તાજેતરમાં ઘણી પોસ્ટ વાયરલ થઈ છે, જેની ફેક્ટ-ચેક વિશ્વાસ ન્યૂઝ દ્વારા કરવામાં આવી છે. આ ફેક્ટ ચેક રિર્પોટને અહીં વાંચી શકાય છે.

અંતે અમે ફેક લિંકને શેર કરનાર યુઝર રશ્મિ 1ના એકાઉન્ટને સ્કેન કર્યું. યુઝરને 200 લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે પ્રધાનમંત્રી જન ધન યોજનાના નામે હોળી પર પૈસા મળવાને લઈને વાયરલ કરવામાં આવી રહેલી લિંક ફેક છે. સાયબર એક્સપર્ટ યુઝર્સને આ પ્રકારની લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપે છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ