X
X
પ્રાઈવસી પોલિસી

www.vishvasnews.com (અમે, અમારું, વિશ્વાસ ન્યૂઝ) અમારા યુઝર્સ દ્વારા મૂકવામાં આવેલા વિશ્વાસનું ખૂબ સન્માન કરીએ છીએ, અને તેથી ('તમે' 'તમારા' 'વપરાશકર્તા' 'ગ્રાહક') અમે અમારા યુઝર્સ દ્વારા શેર કરાયેલા ડેટાની સુરક્ષા માટે ઉચ્ચ સ્તરીય ગાઈડલાઈનનુ પાલન કરીએ છીએ. આ પ્રાઈવસી પોલિસી એમએમઆઈ ઓનલાઈન લિમિટેડ (વિશ્વાસ ન્યૂઝ અને તેની સહાયક અન સહયોગી કંપની)  જ વિવિધ મબાઈલ એપ્લિકેશન અને અન્ય સર્વિસીસના માધ્યમથી સેવા પ્રદાન કરે છે, તેના દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીના ઉપયોગ અંગે જણાવે છે. તે માત્ર મોબાઈલ અથવા ઈન્ટરનેટ સાથે જોડાયેલા ઉપકરણો અથવા અન્ય સેવાઓ સુધી મર્યાદિત નથી. અમે જ્યાં કાર્ય કરીએ છીએ તે સ્થાનની નીતિઓ અનુસાર અમે પ્રાઈવસી પોલિસીનું પાલન કરીએ છીએ. કેટલાક કિસ્સાઓમાં અમે અમુક સેવાઓ અથવા વિસ્તારો માટે વધારાની ડેટા પ્રાઈવસી નોટિસ પ્રદાન કરી શકીએ છીએ. આ નીતિઓને પ્રાઈવસી પોલિસીના કોમ્બિનેશન સાથે વાંચી શકાય છે.

www.vishvasnews.com એ MMI ઓનલાઈન લિમિટેડની મિલકત છે, જે કંપની એક્ટ 1956 હેઠળ નોંધાયેલ છે. તેની કોર્પોરેટ ઓફિસ એમએમઆઈ ઓનલાઈન લિમિટેડ. 20મો માળ, ટાવર-બી, ડબલ્યુટીટી, સેક્ટર 16 નોઈડા, ઉત્તર પ્રદેશ- 201301 ખાતે છે. તેના યુઝર્સને સૌથી વધુ સમૃદ્ધ અને વ્યાપક ઈન્ટરનેટ અનુભવ પ્રદાન કરવા માટે, વિશ્વાસ ન્યૂઝ સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. વિશ્વાસ ન્યૂઝ વિશે વધુ માહિતી માટે તમે (યુઝર્સ) અમારા વિશે વાંચી શકો છો. યુઝર્સે નોંધ લેવાની જરૂર છે કે, આ પ્રાઈવસી પોલિસીને વિશ્વાસ ન્યૂઝની સેવાઓના ઉપયોગની શરતો સાથે અને તેની સાથે જોડાણમાં વાંચવી જોઈએ.

શું છે પ્રાઈવસી પોલિસી
પ્રાઈવસી પોલિસી (ગોપનીયતા નીતિ)નો મુખ્ય ઉદ્દેશ્ય સાઈટ પર વિઝિટ દરમિયાન તમારી (યુઝર્સ/રીડર્સ) વ્યક્તિગત જાણકારી અંગે સૂચના આપવામાં આવે છે. આ પોલિસી વિશ્વાસ ન્યૂઝ પર વિઝિટ કરતાં વર્તમાન અને પૂર્વ વિઝિટર્સ પર લાગુ પડે છે, જે વિશ્વાસ ન્યૂઝની સેવાઓનો ઉપયોગ કરવા માટે લોગ ઈન કરે છે કે અન્ય પ્રકારે જેની જાણકારી વિશ્વાસ ન્યૂઝ પોતાની સેવાઓના સંબંધમાં પ્રાપ્ત કરે છે, પણ આ વિશ્વાસ ન્યૂઝ સાથે જોડાયેલ વ્યક્તિઓની વ્યક્તિગત જાણકારી સુધી સીમિત નથી. 

1. વ્યક્તિગત જાણકારીનો સંગ્રહ અને ઉપયોગ

વ્યક્તિગત માહિતી (પર્સનલ ઈન્ફોર્મેશન)નો અર્થ છે, કોઈપણ ઓળખી શકાય તેવી અથવા ઓળખી શકાય તેવી જીવંત વ્યક્તિ (ડેટા વિષય અહીં તમારા અથવા તમારા/યુઝર્સ/ઉપયોગકર્તા) વિશે જાણવામાં આવે છે. ખાસ કરીને સામાન્ય ઓળખકર્તા જેમ કે નામ, ઓળખ નંબર, લોકેશન ડેટા, ઑનલાઇન ઓળખકર્તા અને એક અથવા વધુ પરિબળો કે, જે વ્યક્તિની શારીરિક, આનુવંશિક, માનસિક, આર્થિક, સાંસ્કૃતિક અથવા સામાજિક ઓળખ માટે જરૂરી છે.

કંપની સેવાઓના યુઝર્સની ગોપનીયતાનું સન્માન કરે છે, અને એકત્રિત કરવામાં આવેલી તમામ વપરાશકર્તાઓની માહિતીની વાજબી સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.


2. જાણકારી જે અમે પ્રોવાઈડ કરાવીએ છીએ

જ્યારે તમે અમારી વેબસાઈટ ઉપયોગ કરો છો તો, તમારા સંબંધિત અમુક જાણકારી એકત્રિત કરાય છે. 

અમે અમારા યુઝર્સ પાસેથી અમારી સેવાઓનો ઉપયોગ ચાલુ રાખવા માટે અમુક વ્યક્તિગત જાણકારી માગીએ છીએ. યુઝર્સ પાસેથી જે જાણકારી અમે એકત્ર કરીએ છીએ, પણ તે અહીં સુધી સીમિત નથી. 

નામ

લોકેશન

ઈમેઈલ આઈડી

યુઝર કોમેન્ટ/પ્રશ્ન/ન્યૂઝ અને આર્ટિકલથી સંબંધિત ઉત્તર

કોન્ટેક્ટ નંબર (સંપર્ક નંબર)

જેન્ડર (લિંગ)

ફોટો

અમે સદસ્યતા સેવાઓ માટે પેમેન્ટ સંબંધિત ડેટાન પણ સંગ્રહ કરી શકીએ છીએ. જો કે, અમે કાર્ડ સાથે સંબંધિત કોઈપણ પ્રકારનો ડેટા સંગ્રહ કરતા નથી. 

જાણકારી જે તમે સ્વેચ્છાએ અમને આપો છો

અમે યુઝર્સ પાસેથી વધારાની જાણકારી પ્રાપ્ત કરીએ છીએ, જ્યારે તમે અમારી વેબસાઈટ પર જાહેર સર્વેમાં ફીડબેક આપો છો, કન્ટેન્ટને મોડિફાય કરવા કે ઈમેઈલ પ્રાથમિકતાઓમાં સંશોધિત કો છો, કોમેન્ટ કરો છો કે ઈમેઈલ મારફતે કોઈ પ્રશ્ન પૂછો છો. આ જાણકારીમાં વ્યક્તિગત જાણકારી હોઈ શકે છે, પણ તે યુઝરના નામ, ઈમેઈલ આઈડી, મોબાઈલ નંબર, કોમેન્ટ, મેસેજ વગેરે સુધી સીમિત નથી. 

જ્યારે યુઝર્સ સાઈટની વિઝિટ લે છે, ત્યારે યુઝર્સને પ્રદાન કરવામાં આવતી સેવાઓને સુધારવા માટે અમે કૂકીઝ (નાની ફાઈલ)નો ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, વેબસાઈટ અથવા એપ્લિકેશન પર યુઝર્સની એક્ટિવિટી એટલે કે,  યુઝર્સને કયું કન્ટેન્ટ પસંદ આવી રહ્યું છે, કેટલો સમય આપી રહ્યો છે, વગેર સાથે સંબંધિત જાણકારી)નો ઉપયોગ કરી શકીએ છીએ, તેનાથી યુઝર્સ સાથે સંબંધિ અમુક જાણકારી આપોઆપ જ એકત્રિત/ટ્રેક થઈ જાય છે. થઈ શકે છે કે, અમુક કુકીઝ અને અન્ય ટેક્નોલોજી યુઝર્સના દ્વારા ફીડ કરવામાં આવેલ વ્યક્તિગત જાણકારીને રિકોલ કરી શકે છે, આ પ્રકારે ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસનો ઉપયોગ કરીને વિઝિટરના યુઝર આઈડેન્ટિફિકેશન (યુઝર આઈડી) નંબરને સંગ્રહ કરી શકે છે, જેનાથી પ્રત્યેક મુલાકાતીની વ્યક્તિગત રુચિઓને ઓળખવામાં મદદ મળે છે. અમારા જાહેરાતકર્તા પણ યુઝર્સના બ્રાઉઝરમાં પોતાની કુકીઝ રાખી શકે છે, જ્યારે તમે તેમના દ્વારા જાહેર એડ પર ક્લિક કરો છો. આ એવી પ્રક્રિયા છે, જેને અમે નિયંત્રિત કરી શકતા નથી.  

જ્યારે પણ યુઝર કમ્પ્યુટર/લેપટોપ/નોટબુક/મોબાઈલ/ટેબલેટ/પેડ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરવામાં સક્ષમ કોઈપણ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ મારફતે અમારી સાઈટ કે સેવાઓનો ઉપયોગ કરે છે તો, અમે તેમની પાસેથી અમુક સૂચનાઓ પ્રાપ્ત કરીએ છીએ. 

કુકીઝ સાથે સંબંધિત જાણકારી પ્રાપ્ત કરવા માટે તમે તમારા બ્રાઉઝરને સેટ કરી શકો છો, અથવા તમે પોતાના બ્રાઉઝરની સેટિંગ્સ મારફતે કુકીઝને બ્લોક કરી શકો છો, પણ ધ્યાન આપો કે, જો તમે કુકુઝીને પૂરી રીતે હટાવી કે બ્લોક કરી દો છો તો, તમને તમારી ઓરિજનલ આઈડી અને પાસવર્ડ ફરીથી નાખવો પડશે, અથવા તમે વેબસાઈટના અમુક ભાગ/ફીચર્સથી વંચિત રહી શકો છો. વધારે જાણકારી માટે તમે અમારી કુકીઝ પોલિસીનો ઉલ્લેખ કરી શકો છો. 

લોગ ફાઈલ જાણકારી

જ્યારે તમે (યુઝર) અમારી વેબસાઈટ, એપ્લિકેશન અને તેની સાથે જોડાયેલ સેવાઓને એક્સેસ કરો છો, તો આવી સ્થિતિમાં ઓટોમેટિકલી યુઝરના કમ્પ્યુટર સાથે સંબંધિત અમુક જાણકારી, જેમ કે ઈન્ટરનેટ ઈનેક્શન, મોબાઈલ નંબર એકત્ર કરીએ છીએ. તે યુઝર્સના આઈપી એડ્રેસ, બ્રાઉઝર સોફ્ટવેર, ઓપરેટિંગ સિસ્ટમના પ્રકાર, ક્લિકસ્ટ્રીમ પેટર્ન અને ટાઈમ સાથે સંબંધિત જાણકારી હોય છે, પણ આ જાણકારી અહીં સુધી સીમિત નથી. 

ક્લિકર જીઆઈએફ/વેબ બીકંન્સ
જ્યારે તમે અમારી વેબસાઈટનો ઉપયોગ કરો છો તો, યુઝરની વ્યક્તિગત ઓળખાણ માટે તેમના ઓનલાઈન પેટર્નને ચેક કરવા માટે અમે ક્લિયર જીઆઈએફનો ઉપયોગ કરીએ છીએ. અમે ક્લિયર જીઆઈએફનો ત્યારે પણ ઉપયોગ કરીએ છીએ. જ્યારે યુઝર ઈમેઈલનો ઉપયોગ કરે છે. અમે ગુગલ એનાલિટિક્સ અને ગુગલ સર્ચ કંસોલનો ઉપયોગ કરીને પણ પોતાના યુઝર્સ અંગે જાણકારી એકત્ર કરીએ છીએ. યુઝર કયા કન્ટેન્ટ પર કેટલો સમય વિતાવ્યો અને સાઈટ પર ક્યાં-ક્યાં ગયા, તેના માધ્યમથી આ જાણકારી એકત્ર કરીએ છીએ. 

વિશ્વાસ ન્યૂઝ પર તમારા લોગ ડેટા અને ઉપયોગ દ્વારા અમે તમારા અંગે જાણકારી એકત્ર કરી શકીએ છીએ. અમે ઈન્ટરનલ રિસર્ચ દ્વારા પોતાના યુઝર્સની વસ્તી વિષયક, તેના દ્વારા ઉપયોગ કરાયેલ ડિવાઈસીસ, ઈન્ટરેસ્ટ અને બિહેવિયર અંગે જાણકારી એકત્ર કરીએ છીએ. તેનાથી અમે સારી સેવા પ્રદાન કરવામાં સક્ષમ થઈએ છીએ. આ ઉપરાંત અમે યુઝરના બિહેવિયર અને પોતાના આંતરિક વિશ્લેષણ તેમજ રિસર્ચ મારફતે પણ જાણકારી એકત્ર કરીએ છીએ. જો તમે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, મેસેજ બોર્ડ્સ, ચેટ રૂમ્સ અથવા અન્ય મેસેજ એરિયા પર મેસેજ કરો છો, તો અમે ત્યાંથી તમે પ્રદાન કરેલી માહિતી એકત્રિત કરીએ છીએ. 

અમે આ જાણકારીને કાયદા હેઠળ રહીને વિવાદોનો ઉકેલ લાવવા માટે પોતાના યુઝર્સની સહાયતા માટે ઉપયોગ કરીએ છીએ. જો તમે અમને વ્યક્તિગત પત્રાચાર, જેમ કે ઈ-મેઈલ કે પત્રના માધ્યમથી લખો છો, કે થર્ડ પાર્ટી અથવા અન્ય યુઝર્સ વિશ્વાસ ન્યૂઝ પર તમારી એક્ટિવિટી અંગે લખે છે તો, અમે આ પ્રકારની જાણકારીને પણ એકત્ર કરીએ છીએ. 

અન્ય સ્ત્રોતો પાસેથી પ્રાપ્ત સૂચના

અમે તમારા (યુઝર્સ) અંગે ઓનલાઈન અન્ય સ્ત્રોતો પાસેથી પણ માહિતી એકઠી કરી શકીએ છીએ. અમે તેને પોતાના એકાઉન્ટ ઈન્ફોર્મેશન સાથે જોડી શકીએ છીએ અને પોતાની નીતિ અનુસાર, તેના પર ઉચિત કાર્યવાહી કરી શકીએ  છીએ. જો તમે પેટફોર્મ પ્રોવાઈડર કે અન્ય પાર્ટનર્સ, જેમને અમે સેવા પ્રદાન કરીએ છીએ, પોતાના એકાઉન્ટ અંગે જાણકારી આપો છો, પણ તે તમારા નામ અને ઈમેઈલ આઈડી સુધી સીમિત નથી, અમારી પાસે આવી શકે છે. અમે થર્ડ પાર્ટી પ્લેટફોર્મ મારફતે પણ તમારા અંગે અદ્યતન જાણકારીઓ એકત્ર કરી શકીએ છીએ. તેનો ઉપયોગ તમને પ્રદાન કરવામાં આવી રહેલી સેવાઓને વધારે સારી બનાવવા અને તમારા સંપર્કમાં આ જાણકારીનો ઉપયોગ કરી શકીએ છીએ. અમે તેને કોઈપણ થર્ડ પાર્ટી સાથે પણ શેર કરી શકીએ છીએ.  

જો, તમે થર્ડ પાર્ટી સેવાઓ, જેમ કે- ફેસબુક, ગુગલ વગેરે મારફતે વિશ્વાસ ન્યૂઝ પર આવો છો, તો તે તમારા રજિસ્ટર્ડ ઈ-મેઈલ આઈડી અને પબ્લિક પ્રોફાઈલ ઈન્ફોર્મેશનને અમારી સાથે શેર કરી શકે છે, જેમ કે ઉપર બતાવવામાં આવ્યું છે. 

જો તમે વેબસાઈટ પર વ્યક્તિગત જાણકારી આપવાનો ઈન્કાર કરો છો તો, આવી સ્થિતિમાં અમે તમને વેબસાઈટ પર અમુક સેવાઓ પ્રદાન કરવામાં સક્ષમ નહીં રહી શકીએ. તમારું એકાઉન્ટ ખોલતા સમયે જ અમે તમને આના સંબંધમાં સૂચના આપવા માટે ઉચિત પ્રયાસ કરીશું. 

કોઈપણ પરિસ્થિતિમાં તમારી વ્યક્તિગત જાણકારીના અભાવમાં વેબસાઈટ પર અમુક સેવાઓને ચાલુ ન રાખવા કે અસ્વીકાર કરવા માટે જવાબદાર નહીં હોઈએ.

2. વ્યક્તિગત માહિતીની પ્રક્રિયા

અમે કાયદાની મર્યાદામાં જ તમારી અંગત માહિતી એકત્રિત કરીશું. કાયદાના આધાર પર અમે વ્યક્તિગત જાણકારીઓની પ્રક્રિયા કરીશુ, જે દરમિયાન તમારી (યુઝર્સ) પાસેથી સ્પષ્ટ સમંતિ પ્રાપ્ત કરીશું. અમારી સેવાઓ ચાલુ રાખવા માટે આ બધું જરૂરી છે. ઉદાહરણ તરીકે, અમારા સહયોગી અને સમુહની કંપનીઓ દ્વારા યુઝર્સની માહિતીને પ્રોસેસ કરવી.

જો તમે ચોક્કસ ન્યૂઝલેટર પ્રાપ્ત કરવા માગતા નથી, તો તમે ન્યૂઝલેટરના નીચે અનસબ્સ્ક્રાઈબ (સદસ્યતા સમાપ્ત કરે) સૂચનાને ફોલો કરી શકો છો.

અમે યુઝર્સને અમારી સેવાઓની ગુણવત્તા સુધારવા માટે કુકીઝ અને અન્ય ટેક્નોલોજી, જેમ કે પિક્સેલ ટેગ્સ,  ગુગલ એડ્સમાંથી માહિતીનો ઉપયોગ કરીએ છીએ.

તમારી રુચિઓને અનુકૂળ જાહેરાતો આપતી વખતે અમે કુકીઝ અથવા અન્ય ટેક્નોલોજીઓને સંવેદનશીલ શ્રેણીઓ સાથે નહીં જોડીએ. જેમ કે, જાતિ, ધર્મ, સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન (જાતીય અભિગમ) અથવા હેલ્થ આધારિત નોટિફિકેશન, ને યુઝર અથવા યુઝર દ્વારા ઉપયોગમાં લેવાતા હેલ્ડ ડિવાઈસ (નોટિફિકેશનને બંધ કરવા માટે તમે અમારા એકાઉન્ટ સેટિંગ્સ પર વિઝિટ કરી શકો છો.)

તમે અમારી સેવાઓ અંગે અમારો સંપર્ક કરી શકો છો. ઉદાહરણ તરીકે, ઈમેઈલ અને નોટિફિકેશન મારફતે, જેથી અમે તમને વિશ્વાસ ન્યૂઝ સાથે સંબંધિત કન્ટેન્ટ મોકલી શકીએ.

અમે કન્ટેન્ટમાં માં સુધારો કરીને અને વધુ સારી સેવાઓ પ્રદાન કરીને વેબસાઈટની ગુણવત્તામાં સુધારો કરી શકીએ છીએ.

માર્કેટ રિસર્ચ અને સર્વે દ્વારા અમે અમારા ઉત્પાદનો અને સેવાઓમાં સુધારો કરવાનું ચાલુ રાખી શકીએ છીએ.

ફ્રોડ અને અન્ય નાણાકીય ગુનાઓ છોડીને ક્રાઈમની તપાસ કરવી, તેને રોકવી, કાનૂની કાર્યવાહી કરવી (અથવા કાનૂની કાર્યવાહી અંગે કોઈપણ પ્રકારની સલાહ આપવી) યુઝર્સના અનુસાર સર્ચ રિઝલ્ટ, કાનૂની અધિકારોની સ્થાપનાના સંબંધમાં કોઈપણ સંભવિત કાનૂની કાર્યવાહીમાં યુઝર્સ પ્રોફેશનલ કે લીગલ એડવાઈસ લઈ શકે છે. 

અમારી ઓટોમેટેડ (સ્વચાલિત) સિસ્ટમો તમારા કન્ટેન્ટનું વિશ્લેષણ કરીને અનુકૂળ સર્ચ રિઝલ્ટ જેવાં કે- ભલામણો, વિશિષ્ટ પ્રચાર અને ઑફર્સ પ્રદાન કરવા માટે જાહેરાતકર્તાઓને અમારા યુઝર્સને સમજવામાં અને અમારી વેબસાઈટ પર જાહેરાતો મૂકવા માટે મદદ કરી શકે છે. આ વેબસાઈટ પર એકત્રિત ડેટાના સ્વરૂપમાં હોય છે.

જ્યારે પ્રાઈવસી પોલિસી અથવા સેવાઓમાં ફેરફાર થાય છે, ત્યારે અમે નોટિફિકેશન મોકલીને યુઝર્સને સૂચિત કરીએ છીએ.

અમે યુઝર્સને અમારી કસ્ટમર સપોર્ટ ટીમ અને અન્ય સેવાઓ દ્વારા ઈન્ટરેક્ટિવ સુવિધાઓ દ્વારા પણ જોડવાનું કામ કરીએ છીએ, જેનાથી યુઝર્સના પ્રશ્નો અથવા અન્ય ચિંતાઓનું સમાધાન કરવામાં મદદ મળે છે.

3. થર્ડ પાર્ટી સેવાઓ

વિશ્વાસ ન્યૂઝ થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડરને યુઝર્સની વ્યક્તિગત માહિતી પ્રોવાઈડ કરી શકીએ છીએ, જે તે વિશ્વાસ ન્યૂઝ વેબસાઈટ પરથી સંગ્રહિત કરે છે, જેથી ઉત્પાદનને વધારે સારું બનાવવા માટે પ્રોડક્ટ્સ, ઈન્ફોર્મેશન અને સેવાઓના સંબંધમાં થર્ડ પાર્ટી મદદ કરી શકે. 

સર્વિસ પ્રોવાઈડર પણ એક મહત્વપૂર્ણ સાધન છે, જેના દ્વારા વિશ્વાસ ન્યૂઝ પોતાની વેબસાઈટ અને મેઈલિંગ લિસ્ટને જાળવી રાખે છે.

વિશ્વાસ ન્યૂઝ થર્ડ પાર્ટીને આપવામાં આવેલી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે ઉચિત પગલાં લેવા બંધાયેલ છે.

યુઝરની સંમતિ વગર વિશ્વાસ ન્યૂઝ ક્યારેય પણ તમારી વ્યક્તિગત માહિતીને કોઈ થર્ડ પાર્ટીને ટ્રાન્સફર કરતું નથી, ત્યાં સુધી કે જ્યાં સુધી તે કોઈ કાનૂની સેવાઓ અથવા સંબંધિત સેવાઓને પ્રદાન કરવા માટે આવશ્યક હોય.

આ પ્રકારે યુઝરની સંમતિ વગર ઓનલાઈન એકત્રિત કરવામાં આવેલી માહિતીનું વેચાણ વિશ્વાસ ન્યૂઝની નીતિઓની વિરુદ્ધ છે.

જ્યારે તમે વિશ્વાસ ન્યૂઝ જોડાઓ છો, તો તમારી વ્યક્તિગત માહિતીને યુરોપિયન ઈકોનોમિક એરિયા અથવા યુરોપિયન ઈકોનોમિક એરિયાની બહાર ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. આ માટે પોલિસીમાં પહેલાથી જ નિયમો નક્કી કરવામાં આવ્યા છે, જેથી સ્થાનિક સર્વિસ પ્રોવાઈડરને મદદ મળી શકે. યુરોપિયન ઈકોનોમિક એરિયામાં અને તેની બહાર ટ્રાન્સફર કરાયેલ ડેટા સુરક્ષા ધોરણો દ્વારા સંપૂર્ણપણે કવર કરી લેવામાં આવે છે.

અમે અમારા જાહેરાતકર્તાઓને પોતાના યુઝર્સને સમજવા માટે તેમની જાણકારી શેર કરીએ છીએ. આ સામાન્ય રીતે અમારી વેબસાઈટના વિવિધ પેજો પર વિઝિટ કરતાં યુઝર્સની સંખ્યાના રૂપમાં હોય છે.

જ્યારે તમે અમારી સાઈટની વિઝિટ કરો છો, ત્યારે અમે જાહેરાતો માટે થર્ડ પાર્ટી એડવર્ટાઈઝિંગની મદદ લઈએ છીએ. આ કંપનીઓ યુઝર્સની વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરી શકે છે. જેમ કે તમારા ડિવાઈસ પર યુઝ કરવામાં આવેલ ફોટો/મીડિયા/ફાઈલ/લોકેશન/ઓડિયો/એપ્લિકેશન વગેરે, પણ આ આટલે સુધી જ સીમિત નથી. જો કે, અમે આ પ્રકારનો ડેટા સંગ્રહ કરતા નથી.

મહેરબાની કરીને ધ્યાન રાખો કે,  જ્યારે પણ તમે અમને થર્ડ પાર્ટી સાઈટ અથવા પ્લેટફોર્મ (ઉદાહરણ માટે સોશિયલ મીડિયા લોગઈન દ્વારા, અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ)ના મારફતે પોતાની વ્યક્તિગત સૂચના પ્રદાન કરો છો, તો તે અમારી સાઈટની પ્રાઈવેટ પોલિસી દ્વારા કવર કરવામાં આવે છે અને જે ઈન્ફોર્મેશન થર્ડ પાર્ટી કે સાઈટ સંગ્રહિત કરે છે, તો તેમની પોલિસી દ્વારા કવર કરવામાં આવે છે. 

થર્ડ પાર્ટી સાઈટ અથવા પ્લેટફોર્મ પર તમારા દ્વારા આપવામાં આવેલી પ્રાઈવસીની પસંદગીઓ અમારી વેબસાઈટ દ્વારા ડાયરેક્ટ એકત્રિત કરવામાં આવેલી જાણકારી પર લાગુ પડતી નથી.

કૃપા કરીને ધ્યાન રાખો કે, અમારી સાઈટ અન્ય સાઈટ સાથે પણ લિંક થઈ શકે છે, જેના પર અમારું કોઈ નિયંત્રણ નથી. અહીં અમે બીજી સાઈટ દ્વારા અનુસરવામાં આવતી પ્રાઈવસી પોલિસી માટે જવાબદાર નથી.

અમે તમને બીજી સાઈટનની પ્રાઈવસી પોલિસી વાંચવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, જે તમારી વ્યક્તિગત જાણકારી એકત્રિત કરી શકે છે.

કેટલીક એવી શરતો પણ છે, જેને અમે અહીં વ્યાખ્યાયિત કરી શક્યા નથી, તેનો પણ ટર્મ્સ ઓફ યુઝ હેઠળ સમાન અર્થ છે.

જ્યારે તમે કોઈ ટાર્ગેટેડ જાહેરાતને જુઓ છો, ત્યારે વિશ્વાસ ન્યૂઝ તમારી વ્યક્તિગત જાણકારીને જાહેરાતકર્તાઓને પ્રદાન કરતું નથી.

જો કે, આ પ્રકારની જાહેરાત જોતી વખતે, તમે જાહેરાતકર્તાઓની એ ધારણાને મજબૂત કરો છો કે, તેમનું ટાર્ગેટ યોગ્ય જગ્યા પર કામ કરી રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, તમે જાહેરાતકર્તાઓના માપદંડોને પૂર્ણ કરી રહ્યાં છો.

4. બાળકો

વિશ્વાસ ન્યૂઝની સાઈટનો ઉપયોગ કરતી વખતે તમે સંમત થાઓ છો કે, તમારી ઓછામાં ઓછી ઉંમર (આ ફકરામાં નીચે વર્ણવેલ છે) અથવા તેથી વધારે હોવી જોઈએ. આ માટે લઘુત્તમ વય 16 વર્ષ હશે. જો કે, સ્થાનિક નિયમો અનુસાર. કાયદેસર રીતે વિશ્વાસ ન્યૂઝ જોવા માટે લઘુત્તમ વય કરતાં વધુ હોવું જરૂરી છે, તો આવા સંજોગોમાં લઘુત્તમ વય કરતાં વધુની જરૂરિયાત લાગુ પડશે.

યુરોપિયન યુનિયનની બહારના તમામ ન્યાયિક ક્ષેત્રોમાં જો તમારી ઉંમર 18 વર્ષ છે, અથવા તમે તમારા ન્યાયિક ક્ષેત્રમાં તમને પુખ્ત માનવામાં આવે છે, તો તમે તમારા કાનૂની વાલી, માતા-પિતા અથવા જવાબદાર પુખ્ત વયના લોકોની દેખરેખ હેઠળ વિશ્વાસ ન્યૂઝ વાંચી શકો છો.

5. ઈન્ફોર્મેશન શેર કરવી

અમે તમારી અંગત માહિતી એવા કર્મચારીઓ સુધી પહોંચાડીએ છીએ, જેમના અંગે અમારું માનવું છે કે, ઉત્પાદનની ગુણવત્તા/સેવાઓને સંચાલિત કરવા અથવા સુધારવા માટે અથવા સંબંધિત નોકરીની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે તે માહિતીને જાણવી જરૂરી છે.

વિશ્વાસ ન્યૂઝ તમારા દ્વારા વિનંતી કરેલ પ્રોડક્ટ અથવા સેવાઓ સિવાય અન્ય લોકો અથવા બિન-સંબંધિત કંપનીઓ સાથે તમારી અંગત માહિતી કોઈપણ રીતે શેર કરતું નથી.

જ્યારે તમારી પાસે પરમિશન હોય છે અથવા નિમ્ન પરિસ્થિતિઓમાં આવું કરવું જરૂરી છે:

વિશ્વાસ ન્યૂઝ દ્વારા પ્રક્રિયા કરવામાં આવતી તમારી માહિતીને એવા ફોર્મમાં રાખવામાં આવે છે કે, તેનો ઉપયોગ તે સેવાઓ માટે જ કરવામાં આવશે, જેના માટે તે એકત્રિત કરવામાં આવે છે. તે નિયમનકારી, કરાર અથવા વૈધાનિક જવાબદારીઓ અનુસાર કાયદેસર રીતે લાગુ કરવામાં આવે છે.


વોરંટ,કોર્ટ ઓર્ડર્સ અથવા લીગલ પ્રક્રિયા કે પોતાના કાનૂની અધિકારોને સ્થાપિત કરવા માટે કે કાનૂની દાવોની વિરુદ્ધ બચાવ કરવા માટે, અમારું માનવું છે કે, ગેરકાનૂની ગતિવિધિઓ, શંકાસ્પદ છેતરપિંડી, કોઈપણ વ્યક્તિની શારીરિક સુરક્ષા માટે સંભવિત જોખમોથી સંબંધિત સ્થિતિઓ અથવા વિશ્વાસ ન્યૂઝને ઉપયોગ કરવાના સંબંધમાં સેવાની શરતોના ઉલ્લંઘનના સંબંધમાં તપાસ, રોકથામ કે કાર્યાવીહકરવા માટે કાનૂની રીતે જાણકારી શેર કરવી આવશ્યક હોય.  

જો તમારા વિશે એકત્ર કરવામાં આવેલી જાણકારી ટ્રાન્સફર કરીએ છીએ તો, જો વિશ્વાસ ન્યૂઝ અન્ય કોઈ કંપનીને અધિગ્રહણ કરે છે કે કોઈ અન્ય કંપનીની સાથ વિલય થઈ જાય છે. 

આવી સ્થિતિમાં વિશ્વાસ ન્યૂઝ તમારી વ્યક્તિગત જાણકારીને ટ્રાન્સફર કરતાં પહેલાં નોટિફિકેશન મારફતે સૂચના આપશે. 

6. વ્યક્તિગત જાણકારી રાખવી 

વિશ્વાસ ન્યૂઝ દ્વારા પ્રોસેસ કરાયેલી તમારી જાણકારીને એવા ફોર્મમાં રાખીએ છીએ, જેનો ઉપયોગ માત્ર એ સેવાઓ માટે કરવામાં આવશે, જેના માટે તેને સંગ્રહ કરવામાં આવી છે. તે કાનૂની રીતે નિયામક, કરાર અથવા વૈધાનિક જવાબદારીઓ અનુસાર લાગુ કરવામાં આવે છે. 

આવી અવધિના સમાપ્ત થતાં જ તમારી વ્યક્તિગત જાણકારીઓને કાં તો ડિલિટ કરી દેવામાં આવશે, અથવા કાનૂની/કરારની રિટેન્શન જવાબદારીઓનું પાલન કરતાં કે વૈધાનિક સીમા અવધિ અનુસાર સંગ્રહિત આર્કાઈવ્ડ કરી દેવામાં આવે છે. 

7. દેખરેખ (મોનિટર કરવું)

કાયદા દ્વારા માન્ય હદ સુધી, વિશ્વાસ ન્યૂઝ તેની કાનૂની અને નિયમનકારી જવાબદારીઓ અને અમારી આંતરિક નીતિઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે તમારી વ્યક્તિગત માહિતીને રેકોર્ડ અને મોનિટર કરી શકે છે.

8. તમારું નિયંત્રણ અને વિકલ્પ (જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન પોલિસી હેઠળ લાગુ)

જ્યારે તમે અમારી વેબસાઈટનો ઉપયોગ કરો છો (અથવા તેની સાથે જોડાયેલ અન્ય કોઈપણ સાઈટ્સ) ત્યારે આવી સ્થિતિમાં તમારી વ્યક્તિગત માહિતી સુધી પહોંચવા અને તેની ઓળખ કરવા અને તમારા દ્વારા વિનંતી કરાયેલ માહિતીને પ્રદાન કરવા ઉચિત પ્રયાસ કરીએ છીએ અને એ સુનિશ્ચિત કરીએ છીએ કે, તમારા દ્વારા પ્રદાન કરેલ વ્યક્તિગત માહિતી અથવા સંવેદનશીલ ડેટામાં કોઈપણ પ્રકારની ખામી અથવા ભૂલ જોવા મળે તો તેને સુધારી અથવા સંશોધિત કરી શકાય. અમે દરેક યુઝર્સને પોતાને ઓળખવા અને સચોટ માહિતી આપવા માટે કહીએ છીએ. અમે ગેરવાજબી રીતે પુનરાવર્તિત વિનંતીઓને નકારી શકીએ છીએ, અથવા અન્ય યુઝર્સની પ્રાઈવસીને જોખમમાં મૂકવાનો કોઈપણ પ્રયાસ અસ્વીકાર્ય હશે. ઉદાહરણ તરીકે, બેકઅપ ટેપ વિશેની માહિતી માટેની વિનંતી અથવા વિનંતી કે જેના માટે ઍક્સેસની મંજૂરી નથી.

કોઈપણ કિસ્સામાં જ્યાં અમે માહિતી પ્રદાન કરીએ છીએ, અથવા સુધારા કરીએ છીએ, અમે આ સેવા કોઈ શુલ્ક વિના પ્રદાન કરીએ છીએ, સિવાય કે જો આમ કરવા માટે અપ્રમાણસર પ્રયાસની જરૂર હોય. તમે અમને ઈમેઇલ મોકલીને આવી વિનંતીઓ કરી શકો છો.

સુધારાનો અધિકાર

તમારી પાસે અમારી પાસે અપડેટ કરવામાં આવતા ખોટા કે અધૂરા ડેટાને સુધારવાનો અધિકાર છે. વગર કોઈ વિલંબે તમે વિશ્વાસ ન્યૂઝ પર અપડેટ તમારા સંબંધમાં કોઈપણ અધૂરી કે ખોટી જાણકારીને તમે સુધારી શકો છો. 

ડેટા પોર્ટેબિલિટી

તમે તમારી વ્યક્તિગત જાણકારીઓને પ્રાપ્ત કરવાનો અધિકાર રાખો છો, જે તમે અમને સામાન્ય રીતે ઉપયોગ થતી અને મશીન વાંચી શકે તેવા ફોર્મેટમાં પ્રદાન કરી છે અને જ્યાં પણ સંભવ હોય, કોઈ અન્ય નિયંત્રકને ટ્રાન્સમિટ કરવાનો અધિકાર છે. 

ડેટા ડિલિટ કરવો
અમે ત્યાં સુધી તમારી વ્યક્તિગત જાણકારીઓને રાખીએ છીએ, જ્યાં સુધી કે તે તમારા સંબંધિત સેવાઓને પ્રદાન કરવા માટે જરૂરી હોય છે, અથવા તમે અમને પોતાનો વ્યક્તિગત ડેટા ડિલિટ કરવા માટે કહો છો. જો તમે ઈચ્છો છો કે, અમે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ ન કરીએ, આવી સ્થિતિમાં તમે અમને વિનંતી કરી શકો છો કે, અમે તમારી વ્યક્તિગત જાણકારી સંબંધિત ડેટા ડિલિટ કરી દે. મહેરબાની કરીને ધ્યાન આપો કે, જો તમે પોતાની વ્યક્તિગત જાણકારીને ડિલિટ કરવાની વિનંતી કરો છો તો;

આવી સ્થિતિમાં અમે તમારી થોડી વ્યક્તિગત જાણકારીને અમારા કાયદેસરના વ્યાવસાયિક હિતોની સુરક્ષા જેમ કે- છેતરપિંડીની શોધવી, અટકાવવી અને સુરક્ષા વધારવા માટે આવશ્યક્તા માટે રાખી શકીએ છીએ.

અમે અમારી કાનૂની જવાબદારીઓનું પાલન કરવા માટે તમારી વ્યક્તિગત માહિતી જાળવી રાખી શકીએ છીએ અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ.

તમારું એકાઉન્ટ ડિલિટ થયા બાદ પણ તમારા દ્વારા શેર કરવામાં આવેલી માહિતી (ઉદાહરણ- કોમેન્ટ્સ/આર્ટિકલ પોસ્ટિંગ) જોવા મળી શકે છે. જો કે, તમારી વ્યક્તિગત જાણકારીને ડિલિટ કરી દેવામાં આવશે. આ ઉપરાંત તમારી વ્યક્તિગત જાણકારીના અમુક લોગ રેકોર્ડ્સ અમારા ડેટાબેઝમાં રહી શકે છે, પણ આ વ્યક્તિગત ઓળખકર્તાઓથી અલગ થઈ જાય છે. જે પ્રકારે અમે પોતાની સેવાઓ બનાવી રાખીએ છીએ, તમારી જાણકારી હટાવ્યા બાદ પણ તે અમારા બેકઅપ સિસ્ટમમાં થોડા સમય સુધી બની રહે છે. સર્વસ પર પૂરી રીતે ડિલિટ થતાં તેને સમય લાગે છે. 

સંમતિ પાછી લેવી અને પ્રોસેસિંગ પર પ્રતિબંધ 

તમે તમારી સેવાઓના કાર્યકાળ દરમિયાન કોઈપણ સમયે ઈમેઈલ દ્વારા તમારી સંમતિ પાછી ખેંચી શકો છો. અમે તમારી વિનંતીની સમીક્ષા કરીશું અને તમને તમારી ઓળખ ચકાસવા માટે કહી શકીએ છીએ. ચકાસણી પર અમે તમારા દ્વારા વિનંતી કરાયેલ સંમતિ પાછી ખેંચી લઈશું. વધુમાં તમારી વ્યક્તિગત જાણકારીને આગળ કોઈપણ પ્રોસેસ માટે રોકી દઈશું. 

પ્રોસેસિંગ (પ્રસંસ્કરણ)ને રોકવા (આપત્તિ) માટે અધિકાર

કાયદા દ્વારા પૂરા પાડવામાં આવેલ ચોક્કસ કિસ્સાઓને છોડીને, તમને વિશિષ્ટ સંજોગોમાં કોઈપણ સમયે તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા સામે વાંધો ઉઠાવવાનો અધિકાર છે. આવા અધિકારનો ઉપયોગ કોઈપણ સમયે થઈ શકે છે, જ્યાં તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ માર્કેટિંગ હેતુઓ માટે કરવામાં આવે છે.

પૂરી રીતે સ્વચાલિત પ્રોસેસિંગ પર આધારિત નિર્ણય, જેમાં પ્રોફાઈલિંગ પણ સામેલ છે, પર આપત્તિનો અધિકાર

કાયદા દ્વારા પ્રદાન કરવામાં આવેલાં વિશેષ મામલાઓને છોડીને, તમને એ અધિકાર છે કે, સ્વચાલિત પ્રોસેસિંગના આધાર પર તમારી પ્રોફાઈલિંગ ન કરવામાં આવે, જે તમારા કાનૂની હિતોને કોઈપણ પ્રકાર નુકસાન પહોંચાડે છે કે પ્રભાવિત કરે છે. 

વિશ્વાસ ન્યૂઝ તમારા દ્વારા કરવામાં આવેલ વિનંતી પ્રાપ્ત કરીને એક મહિનાની અંદર વગર કોઈ વિલંબે સંબંધિત વિનંતી પર કાર્યવાહી અંગે તમને જાણકારી આપશે. 

તમારી વિનંતીઓની જટિલતા અને રિક્વેસ્ટના નંબરનેજોતાં તેને વધારે બે મહિના માટે વધારી શકાય છે. વિશ્વાસ ન્યૂઝ વિનંતી પ્રાપ્ત કર્યાંના એક મહિનાની અંદર કોઈપણ એવા ડેટાના સંબંધમાં સૂચના આવશે, સાથે જ વિલંબ થશે તો પણ તમને જાણકારી આપશે. 

ફરિયાદો 

જો તમને તમારી વ્યક્તિગત માહિતીની પ્રક્રિયા અંગે કોઈ ફરિયાદ હોય, તો તમે contact@vishvasnews.com પર અમારા પ્રાઈવસી અધિકારીનો સંપર્ક કરી શકો છો. વિશ્વાસ ન્યૂઝ દ્વારા કરવામાં આવતી ડેટા પ્રોસેસિંગ પ્રવૃત્તિઓ વિશે તમને સક્ષમ ડેટા ઓફિસરને ફરિયાદ કરવાનો અધિકાર છે.

9. સુરક્ષા અને કાયદાનું પાલન

અમે વ્યક્તિગત ડેટાની અનધિકૃત ઍક્સેસ અથવા અનધિકૃત ફેરફાર અથવા ડેટાના અનધિકૃત ડિલિટ કરી નાખવા સામે રક્ષણ આપવા માટે યોગ્ય સુરક્ષા પગલાં લઈએ છીએ.

અમે વ્યક્તિગત ડેટાની સુરક્ષાનું પાલન કરવા માટે હંમેશા સતર્ક રહીએ છીએ. આ માટે ડેટા કલેક્શન, પ્રોસેસિંગ સિસ્ટમનું સમયાંતરે ઓડિટ કરવામાં આવે છે, જેથી કોઈ તેનો અનધિકૃત રીતે દુરુપયોગ ન કરી શકે. આ માટે યોગ્ય એન્ક્રિપ્શનથી લઈને ભૌતિક સુરક્ષા ધોરણોનું પણ પાલન કરીએ છીએ. એકત્રિત કરવામાં આવેલી તમામ માહિતી કંપની દ્વારા નિયંત્રિત ડેટા બેઝમાં સુરક્ષિત રાખવામાં આવે છે. ડેટાબેઝ સર્વરમાં સંગ્રહિત છે, જે ક્લાઉડ ફાયરવોલ દ્વારા સુરક્ષિત છે. સર્વરની ઍક્સેસ પાસવર્ડથી સુરક્ષિત છે અને બહુ ઓછા લોકોને ઍક્સેસની મંજૂરી છે. જો કે અમારા સુરક્ષા પગલાં હોવા જોઈએ તેના કરતાં વધુ અસરકારક છે. છતાં કોઈ સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય નથી.

જો તમને ખબર હોય કે, તમારા વિશ્વાસ ન્યૂઝ સર્વિસ એકાઉન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, અથવા ચોરાઈ ગયું છે, અથવા બદલાઈ ગયું છે અથવા તમારા એકાઉન્ટ આઈડીનો ઉપયોગ કોઈપણ સામગ્રી અથવા શંકાસ્પદ અનધિકૃત ઉપયોગ માટે કરવામાં આવ્યો છે તેવું માનવાનું કોઈ કારણ જાણતા હોય અથવા તમારી પાસે હોય તો, તમને અમારી ગ્રાહક સપોર્ટ ટીમ દ્વારા અમારો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

10. સોશિયલ મીડિયા

વિશ્વાસ ન્યૂઝ ચોક્કસ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, પેજ અથવા ચેનલો દ્વારા તેના યુઝર્સ સાથે સંપર્ક સ્થાપિત કરે છે. વિશ્વાસ ન્યૂઝ તેની સેવાઓને વધારે સારી બનાવવા માટે આ ચેનલો પર કરવામાં આવેલી ટિપ્પણીઓ પર નજર રાખે છે અને રેકોર્ડ કરે છે. મહેરબાની કરીને નોંધ કરો કે, તમે આ સોશિયલ મીડિયા સાઈટ્સ દ્વારા તમારી વ્યક્તિગત માહિતી પ્રદાન કરતા નથી.

સંવેદનશીલ વ્યક્તિગત ડેટા 1. વિશેષ શ્રેણીની સંવેદનશીલ જાણકારી, જેના હેઠળ કોઈપણ માહિતી જે તમારી જાતિ અથવા વંશીય મૂળ, રાજકીય અભિપ્રાય, ધાર્મિક અથવા દાર્શનિક માન્યતાઓ અથવા ટ્રેડ યુનિયનની સદસ્યતા, અને વિશિષ્ટ ઓળખના હેતુ માટે બાયોમેટ્રિક ડેટાની પ્રક્રિયા, જેનાથી તમારી વ્યક્તિગત ઓળખ થઈ શકે, રાષ્ટ્રીય ઓળખ નંબર અથવા સેક્સ લાઈફ અથવા સેક્સ્યુઅલ રુચિ સંબંધિત માહિતી સામેલ છે. 2. અન્ય સંવેદનશીલ વ્યક્તિગત ડેટામાં અપરાધ અને ગુનાહિત માહિતી, રાષ્ટ્રીય ઓળખ નંબર અથવા કોઈ વ્યક્તિ વિશે અયોગ્ય માહિતી. વિશ્વાસ ન્યૂઝ એ પોસ્ટો પર તેના કર્મચારીઓ સિવાય અન્ય અન્ય કોઈપણ દ્વારા આ પ્રકારની ટિપ્પણીઓ ટિપ્પણીઓ માટે જવાબદાર નથી. વિશ્વાસ ન્યૂઝ તેના પોતાના ઉપયોગ માટે આવી સાઈટ પરથી એકત્રિત કરવામાં આવેલી વ્યક્તિગત માહિતી માટે જવાબદાર છે.

11. નિયમમાં પરિવર્તન

વિશ્વાસ ન્યૂઝ આ નીતિને કોઈપણ સમયે અપડેટ કરવા, બદલવા અથવા સંશોધિત કરવાનો અધિકાર છે. પોલિસી અપડેટ્સને ફેરફાર અથવા સુધારાની તારીખથી અસરકારક માનવામાં આવશે.

12. સંપર્ક માહિતી

સપોર્ટ/સહયોગ

જો તમને તમારી વ્યક્તિગત માહિતી અથવા ગોપનીયતા નીતિના ઉપયોગ અંગે કોઈ માહિતી અથવા સ્પષ્ટતાની જરૂર હોય, તો કૃપા કરીને અમને આ ઈમેઈલ- contact@vishvasnews.com પર મેઇલ કરો.

ટપાલ સરનામું

એમએમઆઈ ઓનલાઈન લિમિટેડ.
20મો માળ,ટાવર-બી, ડબલ્યુટીટી,
સેક્ટર 16, નોઈડા, ઉત્તર પ્રદેશ- 201301


13. ડિસ્ક્લેમર

વિશ્વાસ ન્યૂઝ તમારા દ્વારા શેર કરવામાં આવેલી કોઈપણ વ્યક્તિગત માહિતી માટે જવાબદાર રહેશે નહીં, જે વિશ્વાસ ન્યૂઝ દ્વારા ફરજિયાત અથવા વૈકલ્પિક રીતે માંગવામાં ન આવે. વિશ્વાસ ન્યૂઝ પોતે/ઈરાદાપૂર્વક આપેલી માહિતી માટે કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં.

નવીનતમ પોસ્ટ