Fact Check: પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના લગ્નની તસ્વીર ફરીથી ખોટો દાવા સાથે થઈ વાયરલ
- By: Jyoti Kumari
- Published: Mar 7, 2023 at 11:11 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાના લગ્નને લઈને પોસ્ટ વાયરલ થઈ રહી છે. કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે પ્રિયંકા ગાંધીના લગ્ન મૌલવીએ કરાવ્યા હતા.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દાવો ખોટો સાબિત થયો. વાસ્તવમાં, પ્રિયંકાના લગ્ન કાશ્મીરી પંડિતે કરાવ્યા હતા, કોઈ મૌલવીએ નહીં. તેમનું નામ ઈકબાલ કિશન રેયુ છે.
શું છે વાયરલ પોસ્ટમાં
ફેસબુક યુઝર ‘મનોજ કુમાર’એ 21 ફેબ્રુઆરીના રોજ તસવીર શેર કરી છે. તસવીરમાં લખ્યું છે , “પ્રિયંકા ગાંધીના નિકાહમાં પધાર્યા આવ્યા હતા મહાન મૌલવી. આ લોકો હિન્દુ બોલીને હિન્દુઓનું અપમાન કરે છે. સબૂત જોઈ લો કાયરો તમને મૂર્ખ બનાવનારા મુસ્લિમ છે. કાઝીસાહેબ નિકાહ પઢાવા આવ્યા હતા.”
સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આ તસવીરને સમાન દાવાની સાથે શેર કરી રહ્યા છે. વાયરલ પોસ્ટની આર્કાઇવ લિંક અહીં જોઈ શકાય છે .
તપાસ
આ તસવીર પહેલા પણ ઘણી વખત અલગ-અલગ વખતે સમાન દાવાઓ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝે કરી હતી.
અમારી તપાસમાં સાબિત થયું હતું કે પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના લગ્ન કાશ્મીરી પંડિત ઈકબાલ કિશન રેઉએ કરાવ્યા હતા. તેઓ ગાંધી પરિવારના કુલપુરોહિત છે. IKashmir.netના એક લેખમાં કહેવામાં આવ્યું છે, ‘પંડિત સ્વરૂપ કિશન રેઉ કાશ્મીરના પ્રથમ ક્રિકેટ અમ્પાયર અને પદ્મશ્રી હતા. ઈકબાલ કિશન રેઉ એ જ સ્વરૂપ કિશનના ભાઈ છે, જેમનો જન્મ 1932માં થયો હતો અને તેઓ તેમના યજમાનોને ત્યાં કાશ્મીરી કર્મકાંડ કરાવતા હતા. ઈકબાલ કિશન રેઉનો પરિવાર ઘણી પેઢીઓથી નેહરુ-ગાંધી પરિવારનો યજમાન રહ્યો છે.
વધુ જાણકારી માટે અમે કોંગ્રેસના મીડિયા કોમ્યુનિકેશન હેડ પ્રણવ ઝા સાથે સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું, “વાઈરલ દાવો ખોટો છે. તસવીરમાં દાઢીમાં જોવા મળી રહેલા વ્યક્તિ પંડિત ઈકબાલ કિશન રેઉ છે. તેઓ પ્રથમ કાશ્મીરી પંડિત ક્રિકેટ અમ્પાયર અને પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત પંડિત સ્વરૂપ કિશન રેઉના ભાઈ છે. 2009માં કાશ્મીર સેન્ટિનલમાં છપાયેલા એક લેખ અનુસાર, પંડિત ઈકબાલ કિશન રેઉ રેલ્વેમાં નોકરી કરતા હતા અને તેમને કાશ્મીરી કર્મકાંડનું સંપૂર્ણ જ્ઞાન હતું. તેઓ કુલપુરોહિત હતા અને તેમના યજમાનો માટે ધાર્મિક વિધિઓનું કામ કરતા હતા. 1996માં કુલ પુરોહિતની પરંપરાને નિર્વાહન કરતા તેમણે રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધીના લગ્ન કરાવ્યા અને ત્યાર બાદ તેમણે આ કામ છોડી દીધું.
તપાસના અંતે અમે આ તસવીરને ખોટા દાવા સાથે શેર કરનાર યૂઝરની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે યુઝરના ફેસબુક પર 691 ફ્રેન્ડ્સ છે.
નિષ્કર્ષ: પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના લગ્ન કાશ્મીરી પંડિત ઇકબાલ કિશન રેઉએ કરાવ્યા હતા. તેઓ ગાંધી પરિવારના કુલપુરોહિત છે. તસવીરને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
- Claim Review : મૌલવીએ પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના લગ્ન કરાવ્યા હતા.
- Claimed By : ફેસબુક યુઝર- મનોજ કુમાર
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.