તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતના દાવાની સાથે NDTVના નામે વાયરલ થઈ રહેલો પોલ ઓફ ધ પોલ્સ ફેક છે. NDTV દ્વારા આવો કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. તેલંગાણામાં આજે મતદાન ચાલી રહ્યું છે, જેનું પરિણામ 3 ડિસેમ્બરે આવશે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓની વચ્ચે સોશિયલ મીડિયા યુઝર્સ NDTVના કથિત પોલ ઓફ ધ પોલ્સ દ્વારા દાવો કરી રહ્યા છે કે તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળશે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા અન્ય યુઝર્સે આ પોલને સમાન દાવાની સાથે શેર કર્યો છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. એનડીટીવીએ તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023ને લોઈને કોઈ પોલ ઓફ ધ પોલ્સ જાહેર કર્યો નથી.
સોશિયલ મીડિયા યુઝર ‘Ashfaq Joiya’એ વાયરલ પોસ્ટને શેર કરીને લખ્યું છે કે, “BREAKING NOW – NDTV Poll of Polls gives Majority to Congress in TELANGANA Most Opinion Polls are predicting that in Telangana, BRS is staring at their biggest defeat due to huge anti-incumbency against KCR govt.”
મહારાષ્ટ્ર કોંગ્રેસ સેવા દળ સહિત ઘણા અન્ય એક્સ હેન્ડલ તરફથી પણ આ પોલને શેર કરવામાં આવ્યો છે.
મિઝોરમ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણા સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. આજ સવારથી તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.
ચૂંટણી પંચની સૂચના અનુસાર, ચૂંટણી પંચે 30 નવેમ્બર સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂક્યો છે. 7 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી 30 નવેમ્બરના રોજ સાંજે 6.30 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલનું પ્રસારણ કરી શકાશે નહીં.
સોશિયલ મીડિયા સર્ચમાં અમને NDTVના સત્તાવાર X હેન્ડલ પર એક પોસ્ટ મળી, જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ પોલ ઓફ ધ પોલ્સનું ખંડન કરવામાં આવ્યું છે. પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, “NDTVએ તેલંગાણા 2023ની ચૂંટણીને લઈને કોઈ પણ પોલ જાહેર કર્યો નથી. મહેરબાની કરીને કોઈપણ પ્રકારના ખોટા સમાચાર ન ફેલાવો.”
અમારી તપાસથી સ્પષ્ટ થાય છે કે તેલંગાણા વિધાનસભાની ચૂંટણીને લઈને NDTVના નામે જાહેર કરાયેલ પોલ ઓફ ધ પોલ્સ ફેક છે. વાયરલ પોલ અંગે અમે NDTVના સિનિયર જર્નાલિસ્ટ સાથે સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે NDTV તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ પોલને ફેક જાણાવી ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે મિઝોરમ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું છે, જ્યારે તેલંગાણામાં આજે મતદાન ચાલી રહ્યું છે, જેના પરિણામ 3 ડિસેમ્બરે આવશે.
છેલ્લે અમે વાયરલ પોસ્ટને શેર કરના યુઝરના એકાઉન્ટની તપાસ કરવામાં આવી, જેમાં અમને જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટ શેર કરનાર યુઝરને X પર લગભગ 24 હજાર લોકો ફોલો કરે છે.
निष्कर्ष: તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતના દાવાની સાથે NDTVના નામે વાયરલ થઈ રહેલો પોલ ઓફ ધ પોલ્સ ફેક છે. NDTV દ્વારા આવો કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. તેલંગાણામાં આજે મતદાન ચાલી રહ્યું છે, જેનું પરિણામ 3 ડિસેમ્બરે આવશે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923