Fact Check: રાહુલ ગાંધીની તસવીરને ખોટા દાવા સાથે કરવામાં આવી રહી છે વાયરલ
- By: Pragya Shukla
- Published: Feb 13, 2023 at 10:07 AM
નવી દિલ્હી (વિશ્વાસ સમાચાર): અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે એક રિપોર્ટ જારી કરીને અદાણી ગ્રુપ પર હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો છે. હવે સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમની સાથે ઉભેલી વ્યક્તિ હિંડનબર્ગના ચીફ નાથન એન્ડરસન છે. વિશ્વાસ ન્યૂઝે તપાસ કરતાં વાયરલ થયેલો દાવો ખોટો સાબિત થયો. રાહુલ ગાંધીની સાથે ઉભેલી વ્યક્તિ જર્મન નેતા નીલ્સ એનન છે. આ તસવીર ઓગસ્ટ 2018ની છે. રાહુલ ગાંધી બ્રિટનની મુલાકાત દરમિયાન નીલ્સ એનનને મળ્યા હતા.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર રામ ચંદ્ર પ્રસાદે વાયરલ તસવીર શેર કરી છે. યુઝરે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “આ જે #$%ની સાથે ઉભા છે તેઓ હિંડનબર્ગના ચીફ નાથન એન્ડરસન છે. અદાણી વિરુદ્ધ જે કાવતરું ઘડવામાં આવ્યું છે તે આમને જ ઘડ્યું છે. પરંતુ આ ફોટોને જોઈને તમે સમજી શકશો કે તેની પાછળ કોણ છે.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે, અન્ય યુઝર્સ પણ આવા જ દાવા સાથે વાયરલ તસવીર શેર કરી રહ્યા છે.
તપાસ
વાયરલ તસવીરનું સત્ય જાણવા માટે અમે ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા ફોટો સર્ચ કર્યો. આ દરમિયાન ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર એક રિપોર્ટ મળ્યો હતો. આ રિપોર્ટ 22 ઓગસ્ટ 2018ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, વાયરલ તસવીરમાં દેખાતી વ્યક્તિ જર્મન નેતા નીલ્સ એનન છે. વર્ષ 2018માં રાહુલ ગાંધી યુનાઇટેડ કિંગડમના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેઓ જર્મન નેતા નીલ્સ એનનને મળ્યા હતા. આ તસવીર તે સમયની છે.
હિન્દુસ્તાન ટાઈમ્સ અને ઈન્ડિયન એક્સપ્રેસે પણ આ સમાચાર પ્રકાશિત કર્યા હતા.
તપાસ દરમિયાન અમને આ તસવીર સમાન માહિતી સાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર 22 ઓગસ્ટ, 2018ના શેર થયેલી મળી.
તપાસને આગળ વધારતા અમે નીલ્સ એનન વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને તેમનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ મળ્યું, જેના બાયોમાં લખેલું છે કે તેઓ જર્મનીના હેમ્બર્ગ શહેરના રહેવાસી છે અને જર્મન સંસદના સભ્ય છે.
વાયરલ તસવીરને લઈને અમે કોંગ્રેસના રાજ્ય પ્રવક્તા અભિમન્યુ ત્યાગી સાથે સંપર્ક કર્યો. તેમણે વિશ્વાસ ન્યૂઝને જણાવ્યું કે, ‘વાયરલ દાવો ખોટો છે. આ તસવીર જૂની છે અને રાહુલ ગાંધીની સાથે જર્મનીના નેતા છે.’
વિશ્વાસ ન્યૂઝે નાથન એન્ડરસન વિશે જાણવા માટે હિંડનબર્ગની વેબસાઇટમાં સર્ચ કર્યું. વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર, નાથન એન્ડરસન દ્વારા આ કંપનીની સ્થાપના કરવામાં આવી છે. હિંડનબર્ગ રિસર્ચ ફોરેન્સિક નાણાકીય સંશોધનમાં માહિર છે.
26 જાન્યુઆરી 2023ના રોજ નવભારત ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ, હિંડનબર્ગ રિસર્ચે અત્યાર સુધીમાં ઘણી કંપનીઓનો પર્દાફાશ કર્યો છે. તેની સ્થાપના નાથન એન્ડરસન દ્વારા 2017માં કરવામાં આવી હતી. આ એક ફોરેન્સિક ફાયનાન્સિયલ રિસર્ચ ફર્મ છે, જે ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝનું વિશ્લેષણ કરે છે.
ખોટા દાવા સાથે વાયરલ તસવીર શેર કરનાર યુઝર રામચંદ્ર પ્રસાદના ફેસબુક પર 1.6 હજારથી વધુ ફ્રેન્ડ્સ છે. યુઝરની પ્રોફાઈલ સ્કેન કરવા પર અમને જાણવા મળ્યું કે યુઝર કોઈ વિચારધારાથી પ્રભાવિત છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં રાહુલ ગાંધીની વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો સાબિત થયો. રાહુલ ગાંધીની સાથે ઉભેલી વ્યક્તિ જર્મન નેતા નીલ્સ એનન છે.
- Claim Review : ચીફ નાથન એન્ડરસન સાથે રાહુલ ગાંધીનો ફાઈલ ફોટો.
- Claimed By : ફેસબુક યુઝર રામ ચંદ્ર પ્રસાદ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.