Fact Check: PM મોદીએ ઈજિપ્ત પ્રવાસ દરમિયાન પહેરી ન હતી ઈસ્લામિક ટોપી, એડિટેડ તસવીર વાયરલ
- By: Pallavi Mishra
- Published: Jul 15, 2023 at 12:59 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસે ગયા હતા. ત્યાર બાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓને ઈસ્લામિક ટોપી પહેરેલા જોઈ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઈજિપ્તની તસવીર છે, જ્યાં તેઓ ઈસ્લામિક ટોપી પહેરીને એક કાર્યક્રમમાં સામેલ થયા હતા.
વિશ્વાસ ન્યૂઝે તપાસ કરી અને દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. વાયરલ તસવીર એડિટેડ છે. અસલી તસવીર ફેબ્રુઆરી 2023ની મુંબઈની છે અને તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસ્લામિક ટોપી પહેરી ન હતી.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર ‘Subhash Dhiman’એ વાયરલ તસવીર (આર્કાઇવ લિંક)ને શેર કરતા લખ્યું છે કે, ”પરહેજ તો દેશી મુસલમાનો સે હૈ, બહાર તો ગોલ ટોપી ભી પહન લેતે હૈ મિસ્ત મે મોદી જી.”
ટ્વિટર યુઝર P.Kumar 100% follow backએ પણ વાયરલ તસવીરને શેર કરીને લખ્યું,”અમેરિકામાં ટોપા પહેર્યા પછી. ઇજિપ્તમાં પહેરી લીધી ટોપી! બકરી ઈદ મુબારક મોદી જી.”
તપાસ
અમે આ તસવીરની તપાસ કરવા માટે તેને ગૂગલ રિવર્સ ઈમેજ પર સર્ચ કરી. અમને આ તસવીર ન્યૂઝ એજન્સી uniindia.comના 10 ફેબ્રુઆરી 2023ના એક સમાચાર મળી, પરંતુ આ તસવીરમાં પીએમ મોદીએ ઈસ્લામિક ટોપી નથી પહેરી. સમાચાર અનુસાર,’વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈમાં દાઉદી બોહરા સમુદાયની અલજામિયા-તુસ-સૈફિયાહ અરેબિક એકેડમીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. તેમણે પ્રગતિ અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનની પ્રશંસા કરી.’
અમને આ તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ 10 ફેબ્રુઆરી 2023ના રોજ અપલોડ કરાયેલી મળી. આ તસવીરમાં પણ તેમણે ઈસ્લામિક ટોપી પહેરી ન હતી. ફોટો સાથેના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે “મુંબઈમાં જામિયા સૈફિયાના નવા કેમ્પસના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ભાગ લઈને આનંદ થયો. @દાઉદી_બોહરા”
નીચે જોવા મળી રહેલા કોલાજમાં સ્પષ્ટપણ અસલી અને ફેક તસવીરની વચ્ચેના અંતરને જોઈ શકાય છે.
વડાપ્રધાન મોદી તાજેતરમાં અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસે ગયા હતા.પીએમ મોદીએ તેમના ઇજિપ્ત પ્રવાસ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી, જેની ઘણી તસવીરો સામે આવી છે, પરંતુ સર્ચ દરમિયાન અમને ક્યાંય આ તસવીર જોવા મળી નથી.
વધારાની પુષ્ટિ માટે અમે દૈનિક જાગરણમાં આંતરરાષ્ટ્રીય સમાચારોને કવર કરતા પત્રકાર જે.પી રંજનનો સંપર્ક કર્યો અને તેમણે અમને જણાવ્યું કે, વાયરલ તસવીર વડાપ્રધાનના તાજેતરના પ્રવાસની નથી.
વાયરલ અને ફેક તસવીરને શેર કરનાર યુઝર સુભાષ ધીમાનની પ્રોફાઈલ મુજબ, તેઓ દિલ્હીના રહેવાસી છે અને ફેસબુક પર તેમના 4000થી વધુ ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: પીએમ મોદીએ તેમના ઇજિપ્તના પ્રવાસ દરમિયાન ઈસ્લામિક ટોપી પહેરી ન હતી. ઈસ્લામિક ટોપી પહેરેલા પીએમ મોદીની તસવીર એડિટ ટૂલ્સનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે.
- Claim Review : ઈજિપ્તમાં પીએમ મોદીએ પહેરી ઈસ્લામિક ટોપી
- Claimed By : ઈજિપ્તમાં પીએમ મોદીએ પહેરી ઈસ્લામિક ટોપી
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.