Fact Check : બંગલો ખાલી કર્યા પછીનો નથી સ્મૃતિ ઈરાનીનો આ વાયરલ વીડિયો

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે દુકાનદાર સાથે વાત કરતા અને ચિપ્સ ખરીદતા સ્મૃતિ ઈરાનીના વાયરલ વીડિયોને ભ્રામક દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. અસલમાં વાયરલ વીડિયો તાજેતરનો નથી, પરંતુ લગભગ પાંચ વર્ષ જૂનો છે. જ્યારે તેઓ સંસદીય ક્ષેત્ર અમેઠીની મુલાકાતે પહોંચ્યા હતા.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાનીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ એક દુકાને જાય છે અને પછી ત્યાં કુરકુરે ખરીદે છે. આ વીડિયોને શેર કરીને  દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્મૃતિ ઈરાની અમેઠીમાં જ્યારે સરકારી બંગલો ખાલી કરવા માટે પહોંચ્યા. આ વીડિયો તે સમયનો છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે સ્મૃતિ ઈરાનીના વીડિયોને ભ્રામક દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં વાયરલ વીડિયો તાજેતરનો નથી, પરંતુ લગભગ પાંચ વર્ષ જૂનો છે. જ્યારે તેઓ સંસદીય ક્ષેત્ર અમેઠીની મુલાકાતે પહોંચ્યા હતા.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર પ્રદ્યુમન ભંડારીએ 11 જુલાઈ 2024ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ”જનતાએ ઘમંડ તોડીને બંગલો શું ખાલી કરાવ્યો સ્મૃતિ ઈરાની તો કુરકુરેનો સ્વાદ ચાખવા માટે પહોંચી ગયા! આમ તો સ્મૃતિ ઈરાનીજીને બહુ મોડેથી સમજાયું કે તેઓ હવે એક સામાન્ય નાગરિક બની ચૂક્યા છે!”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને વાયરલ વીડિયો સંબંધિત રિપોર્ટ આજતકની વેબસાઈટ પર મળ્યો. રિપોર્ટને 11 સપ્ટેમ્બર 2019ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં વાયરલ વીડિયોના સ્ક્રીનશોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં અપાયેલી માહિતી મુજબ સ્મૃતિ ઈરાની બે દિવસની મુલાકાતે તેમના સંસદીય ક્ષેત્ર અમેઠી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ ગૌરીગંજ વિસ્તારમાં આવેલી એક દુકાને પહોંચ્યા અને ચિપ્સ ખરીદી. આ દરમિયાન તેમણે દુકાનદારને પોલીથીનનો ઉપયોગ કરતા જોયો તો તેમણે તેને તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપી.

અન્ય ન્યૂઝ રિર્પોટને અહીં વાંચી શકાય છે.

તપાસ દરમિયાન અમને વાયરલ વીડિયો દૈનિક ભાસ્કરના એક પત્રકાર આદિત્ય તિવારીના એક્સ એકાઉન્ટ પર મળ્યો. આદિત્ય તિવારીએ 11 સપ્ટેમ્બર 2019ના રોજ વાયરલ વીડિયોને શેર કર્યો હતો. આદિત્યએ વાયરલ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, “અમેઠી – સ્મૃતિ ઈરાનીએ તેમના નિવાસસ્થાનમાંથી નીકળીને અમેઠીના ગૌરીગંજમાં ખરીદી ચિપ્સ અને ટોફી, પોલિથીનનો કર્યો ઇનકાર.”

વધુ જાણકારી માટે વિશ્વાસ ન્યૂઝે અમેઠી દૈનિક જાગરણના જિલ્લા પ્રભારી દિલીપ સિંહ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ વીડિયો જૂનો છે અને ભ્રામક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

છેલ્લે અમે વીડિયોને ભ્રામક દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારા સાથે સંબંધિત પોસ્ટને શેર કરે છે. યુઝરે પ્રોફાઇલ પર પોતાને દેહરાદૂનનો રહેવાસી ગણાવ્યો છે. યુઝરને 11 હજાર લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે દુકાનદાર સાથે વાત કરતા અને ચિપ્સ ખરીદતા સ્મૃતિ ઈરાનીના વાયરલ વીડિયોને ભ્રામક દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. અસલમાં વાયરલ વીડિયો તાજેતરનો નથી, પરંતુ લગભગ પાંચ વર્ષ જૂનો છે. જ્યારે તેઓ સંસદીય ક્ષેત્ર અમેઠીની મુલાકાતે પહોંચ્યા હતા.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ