તથ્ય તપાસ: પ્રિયંકા અને રાહુલ ગાંધીનુ હસતુ આ ચિત્ર 2019 નું છે, તાજેતરનું નથી
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યુઝ ને તેની તપાસમાં આ દાવો સાચો લાગ્યો નથી. આ ફોટો અત્યારનો નથી. વાયરલ ફોટો 2019 માં લીધેલો છે.
- By: Pallavi Mishra
- Published: Oct 30, 2020 at 01:52 PM
- Updated: Oct 30, 2020 at 04:30 PM
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ. યુપીમાં હાથરસની ઘટના બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધીની એક હસતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તેવા દાવા સાથે કે તેમનો આ ફોટો તેઓ જ્યારે હાથરસ પીડિત પરિવારને મળવા જઇ રહ્યા છે ત્યારની હતી. સત્ય એ છે કે આ ફોટો 2019 માં કાનપુર એરપોર્ટ પર લેવામાં આવ્યો હતો..
શું વાયરલ થઈ રહ્યું છે
વાયરલ તસવીરમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ એક બીજાના ગળામાં હાથ મૂક્યા હતા અને બંને હસી રહ્યા છે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરોધ પક્ષના નેતા હાથરસ જઈ રહ્યા છે, ચહેરા પર ભારે શોક દેખાય છે.ન્યુટ્રલ ફેસ# ડ્રામેબાજ ભાઈબહેન”
આ પોસ્ટની આર્કાઇવ લિંક અહીં જોઈ શકાય છે.
તપાસ
આ ફોટાની તપાસ માટે અમે આ ફોટાને ગુગલ રિવર્સ ઇમેજ પર સર્ચ કર્યું છે. સર્ચ કરતી વખતે અમને વાયરલ ફોટો 27 એપ્રિલ, 2019 ના એનડીટીવી પર પ્રકાશિત એક સમાચારમાં મળી. સમાચારો અનુસાર, તે ફોટો કાનપુર હવાઇમથકની છે, જ્યારે રાહુલ ગાંધી તેની બહેન પ્રિયંકા સાથે ત્યાં ગયા હતા.
અમને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના યુટ્યુબ ચેનલ પર 27 એપ્રિલે, 2020 ના રોજ અપલોડ કરેલ એક વિડિઓના વાયરલ ફોટોની ઝલકો જોવા મળી.
આ વિષયોમાં અમે કોંગ્રેસ મીડિયા ઇંચાર્જ પ્રણવ ઝા સાથે વાત કરી. તેમણે કહ્યું, “આ ચિત્ર 2019 ના લોકસભાની
ચૂંટણીના દિવસોની છે. તેઓ બંને એક હેલિકોપ્ટર લેવાના હતા અને રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીને એક મોટું
હેલિકોપ્ટર લેવાનું કહિને મજાક કરી રહ્યા હતા.
” કોંગ્રેસ પ્રવકતા સંજીવ સિંહએ ખાતરી કરાવી કે ફોટો જૂનો છે.
આ પોસ્ટને સોશીયલ
મીડિયા પર ઘણા લોકો ખોટો દાવો કરીને શેર કરે છે. તેમાંથી જ એક છે
અણિમા સેનકર @ AnimaSonkar નામનુ ટવિટર એકાઉંટ.
આ એકાઉંટના 19.7K ફોલોઅર્સ છે.
निष्कर्ष: નિષ્કર્ષ: વિશ્વાસ ન્યુઝ ને તેની તપાસમાં આ દાવો સાચો લાગ્યો નથી. આ ફોટો અત્યારનો નથી. વાયરલ ફોટો 2019 માં લીધેલો છે.
- Claim Review : हाथरस जाते विपक्ष के नेता, अत्यधिक दुःख चेहरे पर साफ़ दिखाई दे रहा हैं
- Claimed By : अणिमा सोनकर
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.