Fact Check: સિદ્ધુ મુસેવાલાને નમન કરતા વડાપ્રધાન મોદીની આ તસવીર છે એડિટેડ 

Fact Check: સિદ્ધુ મુસેવાલાને નમન કરતા વડાપ્રધાન મોદીની આ તસવીર છે એડિટેડ 

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓને દિવંગત પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાને નમન કરતા જોઈ શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીરની તપાસ કરી અને દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. વાયરલ તસવીર એડિટેડ છે. અસલી તસવીરમાં વડાપ્રધાન મોદીને મહાત્મા ગાંધીની પ્રતિમાને નમન કરતા જોઈ શકાય છે.

શું છે વાયરલ?

ઇન્સ્ટાગ્રામ યુઝર ‘neverdies_sidhu’એ વાયરલ તસવીર (આર્કાઇવ લિંક)ને શેર કરતાં લખ્યું છે, “પંજાબમાં તો માત્ર મુસેવાલા ભાઈ જ છે.”

તપાસ

અમે આ તસવીરની તપાસ કરવા માટે ગૂગલ રિવર્સ ઈમેજ પર સર્ચ કર્યું. અમને પીએમ મોદીની આ તસવીર 25 માર્ચ 2018ના રોજ PMO ઈન્ડિયાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર અપલોડ મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તસવીર વાયરલ તસવીર જેવી જ છે, પરંતુ આમાં પીએમ મોદી સિદ્ધુ મુસેવાલાની સામે નહીં પણ મહાત્મા ગાંધીની પ્રતિમાને નમન કરતા જોવા મળી રહ્યા છે. તસવીરની ઉપર લખેલું છે, “મહાત્મા ગાંધીની 150મી જયંતિ – વર્ષના મહોત્સવના અવસર પર ‘ગાંધી 150’નો લોગો કેવો હોવો જોઈએ અને સ્લોગન કે મંત્ર કે સૂત્ર કેવું હોવું જોઈએ? આ અંગે તમે તમારા સૂચનો આપો. આપણે બધાએ સાથે મળીને બાપુને એક યાદગાર શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની છે અને બાપુને યાદ કરીને તેમની પાસેથી પ્રેરણા લઈ દેશને નવી ઊંચાઈએ પહોંચાડવાનો છે.  ‘મન કી બાત’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 25 માર્ચ 2018”

અમને આ તસવીર Financialexpress.com પર 2017ના એક સમાચારમાં પણ મળી. અહીં પણ પીએમ મોદીની સામે મહાત્મા ગાંધીની પ્રતિમા હતી. ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, “PM Narendra Modi pays tributes to ‘Bapu’ Mahatma Gandhi at Sabarmati Ashram in Gujarat’s capital Ahmedabad.” ગુજરાતી અનુવાદ: PM નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાં ‘બાપુ’ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

ઇન્ડિયા ટાઈમ્સની એક ફોટો ગેલેરીમાં પણ અમને આ તસવીર મળી. અહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે મહાત્મા ગાંધીની પ્રતિમા હતી. તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે,“Prime Minister Narendra Modi paying tribute to Mahatma Gandhi during during the centenary celebrations of Sabarmati Ashram in Ahmedabad.” અનુવાદ: અમદાવાદમાં સાબરમતી આશ્રમના શતાબ્દી સમારોહ દરમિયાન મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

વધારાની પુષ્ટિ માટે અમે ઉત્તરપ્રદેશના ભાજપના પ્રવક્તા અવનીશ ત્યાગી સાથે વાતચીત કરી. તેમણે પુષ્ટિ કરી કે તસવીર એડિટેડ છે. અસલી તસવીરમાં પીએમ મોદી મહાત્મા ગાંધીની પ્રતિમાને નમન કરી રહ્યા છે.

વાયરલ અને ફેક તસવીરને શેર કરનાર ઈન્સ્ટાગ્રામ યુઝર NeverDize_Sidhuના પ્રોફાઈલ અનુસાર, તેમના 21000થી વધુ ફોલોઅર્સ છે.

નિષ્કર્ષ: વાયરલ તસવીર એડિટેડ છે. અસલી તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાત્મા ગાંધીની પ્રતિમાને નમન કરતા જોઈ શકાય છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ