Fact Check: તલવારબાજી કરતી જોવા મળી રહેલી મહિલા રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી નથી, દાવો ભ્રામક
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીનો નથી. વીડિયોમાં તલવારબાજી કરતી જોવા મળી રહેલી મહિલાનું નામ નિકિતાબા રાઠોડ છે. તેઓ ગુજરાતના રહેવાસી છે.
- By: Umam Noor
- Published: Feb 1, 2024 at 06:56 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર એક મહિલાનો કોઈ કાર્યક્રમ દરમિયાન તલવારબાજી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શેર કરીને યુઝર દાવો કરી રહ્યા છે કે આ મહિલા રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીનો નથી. વીડિયોમાં તલવારબાજી કરતી જોવા મળી રહેલી મહિલાનું નામ નિકિતાબા રાઠોડ છે. તેઓ ગુજરાતના રહેવાસી છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝરે વાયરલ પોસ્ટને શેર કરતા લખ્યું કે, ”આ છે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી… ભારતની દરેક દીકરીમાં આવો જોશ અને ઉત્સાહ હોવો જોઈએ.”
પોસ્ટના આર્કાઈવ વર્ઝનને અહીં જુઓ.
તપાસ
અમારી તપાસ શરૂ કરતા સૌથી પહેલા અમે ગૂગલ લેન્સ દ્વારા વાયરલ વીડિયોને સર્ચ કર્યો. સર્ચમાં અમને નિકિતાબા રાઠોડ નામના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર 22 જાન્યુઆરી, 2024ના રોજ અપલોડ થયેલો વીડિયો મળ્યો. અહીં હેશટેગમાં નિકિતાબા રાઠોડ, અયોધ્યા રામ મંદિર અને ગુજરાત લખેલું છે.
તપાસને આગળ વધારતા અમે નિકિતાબા રાઠોડના ઈન્સ્ટાગ્રામ હેન્ડલને સ્કેન કર્યું, આ એકાઉન્ટને 54 હજારથી વધુ લોકો ફોલો કરે છે. આ એકાઉન્ટ પર અમને વાયરલ વીડિયોવાળી મહિલા એટલે કે નિકિતાબા રાઠોડની બીજી અન્ય ઘણી પોસ્ટ મળી.
નિકિતાબા રાઠોડે તેમના ફેસબુક એકાઉન્ટ પર પણ વાયરલ વીડિયોને શેર કર્યા છે. અહીં તેમની પ્રોફાઈલ પર આપવામાં આવેલી જાણકારી મુજબ, તેઓ ડિજિટલ ક્રિએટર છે.
વાયરલ વીડિયો મામલે અમે નિકિતાબા રાઠોડ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે આ તેમનો જ વીડિયો છે. અયોધ્યા રામ મંદિરમાં થયેલી પ્રાણ-પ્રતિષ્ઠા દરમિયાન અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે તલવારબાજી કરી હતી, તેમના આ વીડિયોને હવે ફેક દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. નિકિતાબા રાઠોડે તેમના વિશે વાત કરતા કહ્યું કે તેઓ તલવારબાજીના ટ્રેનર અને સામાજિક કાર્યકર્તા છે.
ભ્રામક પોસ્ટને શેર કરનાર ફેસબુક યુઝરની સોશિયલ સ્કિનિંગમાં અમને જાણવા મળ્યું કે યુઝર ભાજપ યુવા મારચા નોખા શહેરના અધ્યક્ષ છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીનો નથી. વીડિયોમાં તલવારબાજી કરતી જોવા મળી રહેલી મહિલાનું નામ નિકિતાબા રાઠોડ છે. તેઓ ગુજરાતના રહેવાસી છે.
- Claim Review : આ મહિલા રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી છે.
- Claimed By : FB User: Gagan Deep Joshi
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.