X
X

Fact Check: ચંદ્રબાબુ નાયડુનો નમાઝ અદા કરતો વીડિયો 2018નો છે

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનો વાયરલ વીડિયો તાજેતરનો નહીં, 2018નો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને નમાઝ પઢતા જોઈ શકાય છે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચંદ્રબાબુ નાયડુ તેમની સરકારમાં શાંતિથી ચાલે એ માટે દુવા માંગવા માટે નમાઝ પઢી રહ્યા છે. 

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. તપાસમાં દાવો ભ્રામક હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયો ક્લિપ 2018ની છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર Nishant Varmaએ વાયરલ વીડિયો (આર્કાઇવ લિંક)ને શેર કરતા લખ્યું કે, ”ચંદ્રબાબુ નાયડુ નમાઝ અદા કરતે હુએ, અલ્લાહ સે દુઆ માંગતે હુએ કી સરકાર શાંતિ સે ચલે. મોદી બિચારા, ભક્તો કા સહારા, હિન્દુ સે કિનારા?”

તપાસ

વાયરલ વીડિયોની ક્રી-ફ્રેમ્સને રિવર્સ ઈમેજ સર્ચ કરતા આ વીડિયો ન્યૂઝ એજન્સી ANIની યુટ્યુબ ચેનલ અને ‘X’ એકાઉન્ટ પર 16 જૂન 2018ના રોજ અપલોડ કરાયેલો મળ્યો. કેપ્શનમાં લખ્યું હતું, “આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ શનિવારે વિજયવાડાના ગાંધી નગર સ્ટેડિયમમાં નમાઝ અદા કરી.”

સર્ચ કરવા પર અમને 2018ના ઘણા સમાચાર પણ મળ્યા, જેમાં ચંદ્રબાબુ નાયડુના નમાઝમાં સામેલ થવાની વાત કહેવામાં આવી હતી અને તસવીરોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. મિલેનિયમ પોસ્ટના16 જૂન 2018ના સમાચાર અનુસાર, ”આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ શનિવારે ઈદ-ઉલ-ફિતરની નમાઝમાં મુસ્લિમો સાથે સામેલ થયા. વિજયવાડાના મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં મુસ્લિમોની સાથે ઈદની નમાઝ અદા કરવા માટે ટોપી પહેરીને પહોંચ્યા.”

વાયરલ વીડિયો ક્લિપને લઈને અમે તેલંગાણા ટીવીના સંવાદદાતા ફરહાસ અકૈલવી સાથે સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરી કે આ વીડિયો 2018નો છે.

વાયરલ વીડિયોને શેર કરનાર ફેસબુક યુઝર નિશાંત વર્મા દિલ્હીના રહેવાસી છે અને ફેસબુક પર તેમના 55 હજારથી વધુ ફોલોઅર્સ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનો વાયરલ વીડિયો તાજેતરનો નહીં, 2018નો છે.

  • Claim Review : ચંદ્રબાબુ નાયડુ સરકાર શાંતિથી ચાલે એ માટેની દુઆ માંગવા માટે નમાઝ અદા કરી રહ્યા છે.
  • Claimed By : ફેસબુક યુઝર - Nishant Varma
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later