વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે નીતિશ કુમારે NDAનો સાથ છોડ્યો નથી, વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. અસલમાં વાયરલ વીડિયો વર્ષ 2022નો છે, ત્યારે નીતિશ કુમારે બિહારમાં ભારતીય જનતા પાર્ટીની સાથે ગઠબંધન તોડ્યું હતું અને RJDની સાથે જોડાઈ ગયા હતા.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ચેનલના વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે નીતિશ કુમારે NDAનો સાથ છોડી દીધો છે. વીડિયોમાં નીતિશ કુમારને કહેતા સાંભળી શકાય છે કે તેમણે NDAને છોડવાનો નિર્ણય આજે જ લીધો છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. અસલમાં વાયરલ વીડિયો 2022નો છે, જ્યારે નીતિશ કુમાર બિહારમાં ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન તોડીને RJD સાથે જોડાઈ ગયા હતા.
ફેસબુક યુઝર anurag_mishra_socialistએ વાયરલ વીડિયોને શેર કર્યો છે. વીડિયો પર લખ્યું છે ”રાહુલ ગાંધી બનશે ભારતના વડાપ્રધાન. ઈન્ડિયા ગઠબંધન જિંદાબાદ. નીતિશ કુમાર પાછા ફરી ગયા.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ન્યૂઝ 24ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલને ચેક કરી. અમને વાયરલ વીડિયોનું લાંબુ વર્ઝન 9 એપ્રિલ, 2022ના રોજ અપલોડ મળ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, નીતિશ કુમારે બહારની રાજનીતિમાં મોટો ફેરબદલ કરતા NDA ગઠબંધનનો સાથ છોડી દીધો હતો અને બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું પણ આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ રાબડી દેવીને મળવા પહોંચ્યા હતા.
તપાસ દરમિયાન અમને વાયરલ દાવા સાથે જોડાયેલો એક રિપોર્ટ દૈનિક જાગરણની વેબસાઈટ પર મળ્યો. રિપોર્ટને 10 ઓગસ્ટ 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારની પીર્ટી જેડીયુમાં ઘણા સમયથી અનબન ચાલી રહી હતી, ત્યારબાદ તેઓએ ભાજપથી અલગ થવાનો નિર્ણય લીધો. ભાજપથી અલગ થયા બાદ તેમણે RJD સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી.
નીતિશ કુમારના વાયરલ વીડિયો સાથે જોડાયેલી પોસ્ટ અમને ન્યૂઝ એજન્સી ANIના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર મળી. પોસ્ટને 9 ઓગસ્ટ 2022ના રોજ શેર કરવામાં આવી હતી. કેપ્શન મુજબ, નીતિશ કુમારનો વાયરલ વીડિયો ત્યારનો છે, જ્યારે તેમણે બિહારમાં ગઠબંધન તોડ્યું હતું અને RJDની સાથે સરકાર બનાવી હતી. આ દરમિયાન જ તેમણે NDA છોડવાની વાત કરી હતી.
29 જાન્યુઆરી 2024ના રોજ દૈનિક જાગરણની વેબસાઈટ પર પ્રકાશિત રિપોર્ટ મુજબ, 28 જાન્યુઆરી 2024ના રોજ નીતિશ કુમાર ફરી એકવાર આરજેડી છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમણે નવી JDU-BJP (NDA)ની નવી સરકારની રચના કરી હતી અને NDA સાથે મળીને લોકસભા 2024ની ચૂંટણી લડી હતી.
વધુ જાણકારી માટે અમે દૈનિક જાગરણ પટનાના ચીફ રિપોર્ટર જિતેન્દ્ર કુમાર સાથે સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. નીતિશ કુમારનો વાયરલ વીડિયો લગભગ બે વર્ષ જૂનો છે.
અંતે, અમે ખોટા દાવા સાથે વીડિયોને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમે જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારા સાથે સંબંધિત પોસ્ટ્સ શેર કરે છે. બે હજારથી વધુ લોકો યુઝરને ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે નીતિશ કુમારે NDAનો સાથ છોડ્યો નથી, વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. અસલમાં વાયરલ વીડિયો વર્ષ 2022નો છે, ત્યારે નીતિશ કુમારે બિહારમાં ભારતીય જનતા પાર્ટીની સાથે ગઠબંધન તોડ્યું હતું અને RJDની સાથે જોડાઈ ગયા હતા.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923