Fact Check: સોનિયા ગાંધીની તસવીરની સાથે છેડછાડ કરીને ફરીથી કરાઈ વાયરલ
- By: Ashish Maharishi
- Published: Aug 28, 2023 at 04:15 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની એક તસવીરને વાયરલ કરીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. આ તસવીરમાં સોનિયા ગાંધીની પાછળ બુકશેલ્ફમાં કેટલીક પુસ્તકો રાખેલી છે. આમાંથી એક પુસ્તકનું નામ ‘હાઉ ટુ કન્વર્ટ ઇન્ડિયા ઇન ટુ એ ક્રિશ્ચિન નેશન’ લખેલું જોવા મળી રહ્યું છે. આ તસવીરમાં ખૂણામાં જીસસ ક્રાઈસ્ટનું સ્ટેચ્યુ પણ જોવા મળી રહ્યું છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીરની તપાસ કરી. તપાસમાં વાયરલ તસવીર એડિટેડ સાબિત થઈ.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક પેજ હિન્દુત્વ હિન્દે 5 ઓગસ્ટે એક તસવીરને અપલોડ કરીને લખ્યું, ”આ છે ભારતની વહુ. હિન્દુસ્તાનને કેવી રીતે ખ્રિસ્તી રાષ્ટ્ર બનાવવામાં આવે. હિન્દુઓ હજુ પણ આમને મત આપે છે.”
વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝને અહીં જુઓ.
તપાસ
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની વાયરલ તસવીરનું સત્ય જાણવા માટે વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા ઓનલાઈન ટૂલ ગૂગલ લેન્સનો ઉપયોગ કર્યો. આના દ્વારા સર્ચ કરતાં અમને રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો મળ્યો. 27 ઓક્ટોબર 2020ના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોમાં સોનિયા ગાંધીની સાડી અને શાલ એ જ છે, જે વાયરલ તસવીરમાં જોવા મળે છે. આ સિવાય સોનિયા ગાંધીની પાછળ બુકશેલ્ફ પણ સેમ જ છે. આ બુકશેલ્ફમાં અમને કોઈ વિવાદાસ્પદ પુસ્તક કે ઈસુ ખ્રિસ્તની પ્રતિમા જોવા ન મળી.
વિશ્વાસ ન્યૂઝે અડિટેડ અને અસલી તસવીરનો તુલનાત્મક અભ્યાસ પણ કર્યો. તફાવત નીચે અપાયેલા કોલાજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 2020માં સોનિયા ગાંધી બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા બિહારના લોકોને સંબોધિત કરતા રાજ્યની અર્થવ્યવસ્થા અને બેરોજગારીની સ્થિતિ જણાવી રહ્યા હતા. આ વીડિયોને સૌથી પહેલા ઓક્ટોબર 2020માં રાહુલ ગાંધીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો હતો.
આ વાયરલ તસવીરને લઈને વિશ્વાસ ન્યૂઝે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ ઝા સાથે પણ વાત કરી. તેમણે માહિતી આપતા કહ્યું કે, ”વાયરલ તસવીર એડિટેડ છે અને ઘણા સમયથી વાયરલ છે. અસલી તસવીરમાં એવું કોઈ પુસ્તક કે સ્ટેચ્યું નહોતું.”
તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. ફેસબુક યુઝર હિન્દુત્વ હિન્દના 2 હજારથી વધુ ફ્રેન્ડ્સ છે. યુઝર દિલ્હીનો રહેવાસી છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સોનિયા ગાંધીની વાયરલ તસવીર એડિટેડ સાબિત થઈ. સોનિયા ગાંધીના એક જૂના વીડિયોના સ્ક્રીનશોટની સાથે છેડછાડ કરીને નકલી અને વાંધાજનક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : સોશિયા ગાંધીના બુકશેલ્ફમાં વિવાદિત પુસ્તક
- Claimed By : ફેસબુક યુઝર હિન્દુત્વ હિન્દ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.