X
X

Fact Check : સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આયોજિત ભોજન સમારંભની તસવીર જવાહરલાલ નેહરુની ઈફ્તાર પાર્ટીના નામથી વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): દેશમાં રમઝાન મહિનાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. તેને વાયરલ કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર જવાહરલાલ નેહરુની ઈફ્તાર પાર્ટીની છે. તેમણે તેમના શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામને ઈફ્તાર પાર્ટી આપી હતી. પાર્ટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ સામેલ થયા નહોતા. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ભ્રામક સાબિત થયો. તપાસમાં જાણવા મળ્યું કે સી. રાજગોપાલાચારીના ભારતના ગવર્નર-જનરલ બન્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા નેહરુ કેબિનેટ માટે જૂન 1948માં એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તસવીરને ઈફ્તાર પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર એ.કે. મિશ્રાએ 31 માર્ચે એક તસવીરને પોસ્ટ કરતા લખ્યું, “સ્વતંત્ર ભારતનું પ્રથમ તુષ્ટિકરણ. 1947માં જવાહરલાલ નેહરુએ તેમના કેબિનેટના સાથી શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામને ઈફ્તાર પાર્ટી આપી હતી. તસ્વીરમાં ડો.આંબેડકર અને રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ પણ જોવા મળી રહ્યા છે. અન્ય ઘણા મંત્રી છે જેમાં વીકે કૃષ્ણ મેનન પણ છે. પરંતુ આ તસવીરમાં તમને સરદાર વલ્લભભાઈ પટેલ જોવા નહીં મળે કારણ કે તેમણે એમ કહીને આ સરકારી ઈફ્તાર પાર્ટીનો વિરોધ કર્યો હતો કે આપણે હોળી અને દિવાળી પર હિન્દુઓને કોઈ પાર્ટી નથી આપી તો પછી આ ખોટી પરંપરા શરૂ કરવી દેશ માટે ખતરનાક છે. નેહરુના આ તુષ્ટિકરણને લાલ બહાદુર શાસ્ત્રીએ રોકી દીધું હતું પરંતુ ફરીથી ઈન્દિરા ગાંધીએ શરૂ કર્યું હતું, ત્યારપછી તે અવિરત ચાલતું રહ્યું પછી નરેન્દ્ર મોદીએ આ તુષ્ટિકરણ બંધ કર્યું.”

કેટલાક અન્ય યુઝર્સે પણ આ પોસ્ટને સમાન દાવાની સાથે શેર કરી છે. વાયરલ પોસ્ટની આર્કાઇવ લિંક અહીં જોઈ શકાય છે.

તપાસ

વાયરલ તસવીર અને તેની સાથે કરવામાં આવી રહેલા દાવાની તપાસ માટે વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા ઓનલાઈન ટૂલ્સનો ઉપયોગ કર્યો. ગૂગલ રિવર્સ ઈમેજ ટૂલ અને કીવર્ડ સર્ચના માધ્યમથી શોધવા પર અસલ તસવીર અમને અલામી નામની એક વેબસાઈટ પર મળી. આ તસવીરને લઈને આમાં મરાઠીમાં કહેવામાં આવ્યું હતું કે સી.રાજગોપાલાચારીના ભારતના ગવર્નર-જનરલ બન્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મંત્રીમંડળ માટે જૂન 1948માં એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું…. આ તસવીર અહીં જોઈ શકાય છે .

વાયરલ તસવીર અમને મુંબઈ કોર્પોરેશનના એક પ્રકાશનમાં પણ મળી. તેમાં પણ જણાવવામાં આવ્યું હતું કે સી. રાજગોપાલાચારીના ગવર્નર જનરલ બનવાના પ્રસંગે નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલે એક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ જૂન 1948ની વાત છે.

સર્ચ દરમિયાન એક ટ્વિટર હેન્ડલ પર પણ આ જ ભોજન સમારંભની અન્ય એંગલની તસવીર મળી. એમાં પણ કહેવામાં આવ્યું હતું કે 1948માં સી.રાજગોપાલાચારીના ગવર્નર જનરલ બનવાની ખુશીમાં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા નેહરુ કેબિનેટ માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તસવીરને હોમાઈ વ્યારાવાલાએ ક્લિક કરી હતી. તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સરદાર પટેલ પણ આમાં સામેલ હતા.

વિશ્વાસ ન્યૂઝે એકવાર પહેલા પણ વાયરલ તસવીરની તપાસ કરી હતી. જવાહરલાલ નેહરુ પર પુસ્તક લખી ચૂકેલા લેખક અને પત્રકાર પીયૂષ બબેલેએ જણાવ્યું કે આ તસવીર ઈફ્તાર પાર્ટીની નથી, પરંતુ કેબિનેટના એક ભોજન સમારંભની છે.

તપાસના અંતે ફેસબુક યુઝર એ.કે. મિશ્રાના એકાઉન્ટનું સોશિયલ સ્કેનીંગ કર્યું. યુઝરના ત્રણ હજારથી વધુ ફેસબુક ફ્રેન્ડ્સ છે. યુઝર ઈન્દોરમાં રહે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. વાયરલ તસવીર સી.રાજગોપાલાચારીના ગવર્નર જનરલ બનવાની ખુશીમાં આયોજિત ભોજન સમારંભની છે. તેનું આયોનજ જૂન 1948માં નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તસવીરમાં વલ્લભભાઈ પટેલને પણ જોઈ શકાય છે.

  • Claim Review : 1948 માં જવાહરલાલ નેહરુએ તેમના કેબિનેટ સાથી શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ માટે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું.
  • Claimed By : ફેસબુક યૂઝર એ કે મિશ્રા
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later