રાહુલ ગાંધીના યુવાઓને એપ્રેન્ટિસશિપ દ્વારા રોજગાર આપવાનું વચન આપતા ભાષણની ક્લિપને એડિટ કરીને ફેક દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે. બિહારના ભાગલપુરમાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર બેરોજગારી મુદ્દે આકરા પ્રહારો કરતાં સોશિયલ મીડિયા પર પોતાનો ખાલી સમય વિતાવનારા બેરોજગાર યુવાનોને એપ્રેન્ટિસશિપ દ્વારા નોકરી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ વાયરલ વીડિયો ક્લિપમાં આ ભાગને હટાવી દેવામાં આવ્યો છે, જેના કારણે તેમના નિવેદનનો અર્થ બદલાઈ રહ્યો છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે કથિત રીતે ઈન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને દર વર્ષે એક લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ફેક હોવાનું જાણવા મળ્યું. વાયરલ થઈ રહેલી વીડિયો ક્લિપ ઓલ્ટર્ડ વીડિયો ક્લિપ છે, જેને તેના સંદર્ભથી અલગ કરીને શેર કરવામાં આવી રહી છે. ઓરિજનલ વીડિયોમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર દેશમાં વધતી બેરોજગારીનો આરોપ લગાવતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારની નીતિઓને કારણે યુવાનો પોતાનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવી રહ્યા છે. સાથે જ તેમણે કોંગ્રેસની ગેરંટીની જાહેરાત કરતા કહ્યું હતું કે, તેમની સરકાર બન્યા પછી દેશના યુવાનો માટે એપ્રેન્ટિસશિપ કાર્યક્રમની શરૂઆત થશે અને યુવાનોને મહિને 8500 રૂપિયા અને વર્ષના 1 લાખ રૂપિયા મળશે. પરંતુ વાયરલ વીડિયો ક્લિપમાં તેમના આ બંને નિવેદનોને એડિટિંગ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે વાયરલ ક્લિપનો અર્થ બદલાઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા યુઝર ‘Shubhang Dubey’એ વાયરલ વીડિયો (આર્કાઈવ લિંક)ને શેર કરતાં લખ્યું છે કે, “ઈન્સ્ટાગ્રામ ચલાવો, ફેસબુક ચલાવો… અને 10-10 બાળકોને પેદા કરો, કોંગ્રેસ આવશે તો મીડલ ક્લાસ અને વેલ્થ ક્રિએટર્સના ખિસ્સામાંથી કાઢીને દરેકને લખપતિ બનાવશે.”
સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા અન્ય યુઝર્સ વીડિયોને સમાન દાવાની સાથે શેર કર્યો છે.
સોશિયલ મીડિયા પર ફેક દાવાની સાથે વાયરલ થઈ રહેલી રાહુલ ગાંધીની વીડિયો ક્લિપ.
વાયરલ વીડિયો માત્ર 16 સેકન્ડનો છે, જેમાં રાહુલ ગાંધીને એમ કહેતા સાંભળી શકાય છે કે, ”…આપણા જે યુવાનો છે, આજે જેઓ રસ્તાઓ પર રખડી રહ્યા છે, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જોઈ રહ્યા છે, તેમના બેંક એકાઉન્ટમાં વાર્ષિક એક લાખ રુપિયા અને દર મહિને 8500 રુપિયા ટકાટક ટકાટક ટકાટક અમારી સરકાર નાખશે.”
તે સ્પષ્ટ છે કે વાયરલ ક્લિપ એડિટેડ છે, કારણ કે તેનાથી રાહુલ ગાંધીની વાતનો સંદર્ભ સ્પષ્ટ નથી થઈ રહ્યો. વાયરલ વીડિયોના ક્રી-ફ્રેમ્સને રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કરવા પર અમને રાહુલ ગાંધીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 4 દિવસ પહેલા અપલોડ કરવામાં આવેલો એક વીડિયો મળ્યો, જે બિહારના ભાગલપુરમાં યોજાયેલી કોંગ્રેસની રેલીનો છે. આ રેલીમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસની ગેરંટીનું એલાન કરતાં નરેન્દ્ર મોદી સરકાર પર બેરોજગારીના મુદાને લઈને આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે યુવાનોને નોકરી આપવાની કોંગ્રેસની યોજનાની જાહેરાત કરતા કહ્યું હતું કે, ”… ભારતના દરેક યુવાનોને પહેલા નોકરીનો અધિકાર અમારી આગામી સરકાર આપવા જઈ રહી છે. જેવી રીતે મનરેગાએ રોજગારનો અધિકાર આપ્યો છે, તેવી જ રીતે અમે ગ્રેજ્યુએટને પહેલા નોકરીનો અધિકાર આપીશું.”
તેઓ આગળ કહે છે, ”…આ જે એપ્રેન્ટિસશિપ નોકરીઓ હશે, આ પ્રાઈવેટ સેક્ટરમાં હશે, પબ્લિક સેક્ટર યુનિટ્સમાં હશે, સરકારમાં હશે… તો કરોડો યુવાનોને ટ્રેનિંગ મળશે, હિન્દુસ્તાનને ટ્રેન્ડ વર્કફોર્સ મળશે અને આપણા જે યુવાનો છે, જેઓ આજે રસ્તાઓ પર ફરી રહ્યા છે, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જોઈ રહ્યા છે, તેમના બેંક એકાઉન્ટમાં દર વર્ષે 1 લાખ રૂપિયા અને 8500 રૂપિયા દર મહિને ટકાટક ટકાટક ટકાટક ટકાટક અમારી સરકાર નાખશે.”
અન્ય ઘણા રિર્પોટમાં પણ રાહુલ ગાંધીની આ રેલીનો ઉલ્લેખ છે.
વાયરલ વીડિયો ક્લિપને લઈને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અભિમન્યુ ત્યાગી સાથે સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે, “આ વિશુદ્ધ તરીકે ચૂંટણી દુષ્પ્રચાર છે અને શાસક પક્ષની ગભરાટને દર્શાવે છે, જે રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાઓ અને કોંગ્રેસની ગેરંટીથી અસહજ છે.”
ચૂંટણી પંચની માહિતી (આર્કાઇવ લિંક) અનુસાર, લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ બિહારની કુલ પાંચ લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે, જેમાં ભાગલપુર લોકસભા બેઠક પણ સામેલ છે.
વાયરલ વીડિયોને ફેક દાવાની સાથે શેર કરનાર યુઝરને ફેસબુક પર લગભગ પાંચ હજાર લોકો ફોલો કરે છે અને આ પ્રોફાઈલ એક ખાસ વિચારધારાથી પ્રેરિત છે. ચૂંટણી સંબંધિત અન્ય ભ્રામક અને ફેક દાવાઓની તપાસ કરતા ફેક્ટ ચેક રિર્પોટને વિશ્વાસ ન્યૂઝના ચૂંટણી વિભાગમાં વાંચી શકાય છે.
निष्कर्ष: રાહુલ ગાંધીના યુવાઓને એપ્રેન્ટિસશિપ દ્વારા રોજગાર આપવાનું વચન આપતા ભાષણની ક્લિપને એડિટ કરીને ફેક દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે. બિહારના ભાગલપુરમાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર બેરોજગારી મુદ્દે આકરા પ્રહારો કરતાં સોશિયલ મીડિયા પર પોતાનો ખાલી સમય વિતાવનારા બેરોજગાર યુવાનોને એપ્રેન્ટિસશિપ દ્વારા નોકરી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ વાયરલ વીડિયો ક્લિપમાં આ ભાગને હટાવી દેવામાં આવ્યો છે, જેના કારણે તેમના નિવેદનનો અર્થ બદલાઈ રહ્યો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923