ફેક્ટ ચેક : કન્હૈયા કુમારે રાહુલ ગાંધી માટે કોઈ અપશબ્દનો કર્યો નથી ઉપયોગ, ભ્રામક છે વાયરલ પોસ્ટ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર 30 સેકન્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કન્હૈયા કુમારની ક્લિપનો ઉપયોગ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે કન્હૈયા કુમારે રાહુલ ગાંધીને મોટા મુર્ખ કહ્યા છે. જ્યારે વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી ત્યારે આ પોસ્ટ નકલી (ફેક) હોવાનું બહાર આવ્યું છે. વાસ્તવમાં રાહુલ ગાંધી અને કન્હૈયા કુમારના અલગ-અલગ નિવેદનોને જોડીને આ વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. કન્હૈયા કુમારે ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધતા આ નિવેદન આપ્યું હતું. તેનો રાહુલ ગાંધીના નિવેદન સાથે કોઈ સંબંધ નથી, પરંતુ વાયરલ વીડિયોને જોઈને એવો ભ્રમ થઈ રહ્યો છે કે કન્હૈયા કુમારે રાહુલ ગાંધીને લઈને આ નિવેદન આપ્યું છે.

શું થઈ રહ્યું છે વાયરલ

ફેસબુક યુઝર સનિષ કુમાર બૌદ્ધે 26 ડિસેમ્બરે 30 સેકન્ડનો વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, ‘કન્હૈયા કુમાર રાહુલ ગાંધીને મોટા મુર્ખ કહી રહ્યા છે.’

વીડિયોના શરૂઆતના ભાગમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે, ‘તેઓ અમને રોકવા માટે બહાના બનાવી રહ્યા છે. માસ્ક પહેરો. યાત્રા બંધ કરો. કોરોના ફેલાઈ રહ્યો છે. આ બધા બહાના છે.’

રાહુલ ગાંધીના નિવેદન બાદ કન્હૈયા કુમારની એક ક્લિપ ઉમેરવામાં આવી. આમાં કન્હૈયા કુમાર એવું કહી રહ્યા છે કે, આ મોટા મુર્ખને કોઈ સમજાવો. કોરોના એ બહાનું નથી, બીમારી છે. એવું નથી કે સ્કૂલમાં જવાનું મન ન હોય ત્યારે બાળક કહે કે મમ્મી દાંતમાં દુખાવો થઈ રહ્યો છે. આ કોઈ બહાનું નથી, બીમારી છે.

વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જે છે તેમ જ લખવામાં આવ્યું છે. આને સત્ય માનીને અન્ય યુઝર્સ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની બે ભાગમાં તપાસ કરી. સૌથી પહેલા વીડિયોમાં ઉપયોગ કરાયેલી કન્હૈયા કુમારની ક્લિપ તપાસી. વિશ્વાસ ન્યૂઝે આ માટે કન્હૈયા કુમારવાળા વીડિયોના ઘણા ભાગોના ગ્રેબ્સ કાઢ્યા. આ માટે ઇનવિડ ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી ગ્રેબ્સને ગૂગલ રિવર્સ ઇમેજ ટૂલના માધ્યમથી અસલી વીડિયો શોધવામાં આવ્યો.

અસલ વીડિયો કોંગ્રેસની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર મળ્યો. તેને 23 ડિસેમ્બરે અપલોડ કરવામાં આવ્યો હતો. કન્હૈયા કુમારનું આ ભાષણ તે સમયનું છે, જ્યારે ભારત જોડો યાત્રા હરિયાણામાં હતી. તે સમયે કન્હૈયાએ ભાજપ અને મોદી સરકાર પર પ્રહાર કરતા વાયરલ વીડિયોવાળી વાત કહી હતી. કન્હૈયા કુમારના વીડિયોની 10 મિનિચ પછીના ભાગનો વાયરલ વીડિયોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીની ક્લિપ

તપાસને આગળ વધારતા રાહુલ ગાંધીવાળી વીડિયો ક્લિપની તપાસ કરવામાં આવી. અલગ-અલગ કીવર્ડથી સર્ચ કરવા પર અમને અસલી વીડિયો ANIના ટ્વિટર હેન્ડલ પર મળ્યો. તેને 22 ડિસેમ્બરે પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં રાહુલ ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે સરકાર કોવિડના બહાને યાત્રા રોકવા માંગે છે. એટલા માટે કોવિડને બહાનું બનાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં સ્વાસ્થ્ય મંત્રી દ્વારા રાહુલ ગાંધીને લખેવામાં આવેલા પત્રનો પણ રાહુલ ગાંધીએ ઉલ્લેખ કર્યો હતો.

તપાસના આગલા તબક્કામાં વિશ્વાસ ન્યૂઝે ભારતીય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આનંદ જાટ સાથે વાત કરી. તેમની સાથે વાયરલ વીડિયોને શેર કર્યો હતો. તેમણે કહ્યું કે કન્હૈયા કુમારના આખા વીડિયોને જોયા બાદ એ સ્પષ્ટ થઈ જશે કે તેઓ ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ભારત જોડો યાત્રાથી ઉશ્કેરાયેલા લોકો આવા જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે.

તપાસના અંતે ભ્રામક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે ફેસબુક યુઝર સનિશ કુમાર બૌદ્ધ બિહારના રહેવાસી છે. એક રાજકીય પક્ષ સાથે જોડાયેલા આ યુઝરને 1615 લોકો ફોલો કરે છે. આ એકાઉન્ટ જુલાઈ 2020માં બનાવવામાં આવ્યું હતું.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સામે આવ્યું છે કે આ વાયરલ પોસ્ટ ભ્રામક છે. કન્હૈયા કુમારે રાહુલ ગાંધીને મોટા મુર્ખ નથી કહ્યા. ભારત જોડો યાત્રા દરમિયાન કન્હૈયા કુમારે કોવિડ પ્રોટોકોલ પર ભાજપ સરકાર પર નિશાન સાધતા આ નિવેદન આપ્યું હતું.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ