નવી દિલ્હી (વિશ્વાસ ન્યુઝ): સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એકવાર ફરી એક વર-કન્યાની તસવીર ફેક દાવા સાથે વાયરલ થઈ રહી છે. આ તસવીરને ભાજપ નેતા કપિલ મિશ્રા સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહી છે. આમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કપિલ મિશ્રાની બહેને શહજાદ અલી સાથે લગ્ન કર્યા છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દાવો ખોટો સાબિત થયો છે. તસવીર કર્ણાટકના મૈસૂરમાં છ વર્ષ પહેલા યોજાયેલા એક લગ્નના રિસેપ્શનની છે.
તેનો કપિલ મિશ્રા સાથે કોઈ સંબંધ નથી.
ફેસબુક યુઝર સંજય લોધીએ 18 જાન્યુઆરી, 2023એ એક પોસ્ટ શેર કરીને દાવો કર્યો કે, ‘દિલ્હીમાં હિન્દુ-મુસ્લિમની વચ્ચે રમખાણો કરાવનાર કપિલ મિશ્રાની બહેને કર્યા શહજાદ અલી સાથે લગ્ન.’
પોસ્ટના કન્ટેન્ટને જેમ છે તેમ અહીં લખવામાં આવ્યું છે. આને બીજા યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. તેનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
વિશ્વાસ ન્યૂઝે તપાસની શરૂઆત ગૂગલ રિવર્સ ઇમેજ ટૂલથી કરી. સૌથી પહેલા વાયરલ તસવીરને આ ટૂલમાં અપલોડ કરીને સર્ચ કરવામાં આવી. અસલી તસ્વીર અમને એક વેબસાઈટ પર મળી. 18 એપ્રિલ 2016ના રોજ પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, મૈસુરમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે એક લગ્નનું રિસેપ્શન યોજાયું હતું. આ લગ્ન શકીલ અહેમદ અને આશિતાના હતા. બંનેના ધર્મ અલગ-અલગ હોવાને કારણે લગ્નનો ઘણો વિરોધ થયો હતો. સમાચારમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આશિતાએ પોતાનો ધર્મ બદલીને શાઈસ્તા સુલતાના નામ રાખી લીધુ. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો.
આ તસ્વીર અમને ધ હિન્દુની વેબસાઈટ પર પણ મળી. 18 એપ્રિલ 2016ના રોજ આ તસ્વીરને પ્રકાશિત કરતા ધ હિન્દુ પર સમાચાર પ્રકાશિત થયા હતા. એમાં એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે લગ્નનું રિસેપ્શન યોજાયું. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો.
સર્ચ દરમિયાન 19 એપ્રિલ, 2016ના રોજ ‘ધ ક્વિન્ટ’ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક સમાચાર મળ્યા. તેમાં આશિતાના ઈન્ટરવ્યુંને જોઈ શકાય છે. આ સિવાય આ સમાચારમાં રિસેપ્શનના ફૂટેજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એમાં આશિતાના પિતા નરેન્દ્ર બાબુ અને શકીલના પિતા મુખ્તાર અહેમદના પણ ઈન્ટરવ્યુ જોઈ શકાય છે.
વિશ્વાસ ન્યૂઝ આ પહેલા પણ વાયરલ તસવીરનું સત્યા તપાસી ચૂક્યા છે. આ તસવીરને લઈને ભાજપ નેતા કપિલ મિશ્રાનું કહેવું છે કે તેમની કોઈ બહેનના લગ્ન મુસ્લિમ સાથે નથી થયા. વાયરલ તસવીરમાં દેખાતી યુવતી સાથે તેમને કોઈ લેવાદેવા નથી.
તપાસના અંતમાં નકલી દાવો કરનાર યુઝરની તપાસ કરવામાં આવી હતી. ફેસબુક યુઝર સંજય લોધીના સોશિયલ સ્કેનીંગમાં જાણવા મળ્યું કે યુઝરના 4,000 થી વધુ ફ્રેન્ડ અને 1,000થી વધુ ફોલોઅર્સ છે. યુઝર યુપીના રાયબરેલીનો રહેવાસી છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે છ વર્ષ પહેલાં કર્ણાટકમાં થયેલા હિન્દુ-મુસ્લિમ લગ્નની તસવીરને કેટલાક લોકો ભાજપ નેતા કપિલ મિશ્રા સાથે જોડી ખોટા દાવા સાથે શેર કરી રહ્યાં છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923