Fact Check: PM મોદીના જૂના વીડિયોને ફેક અને બનાવટી દાવાની સાથે કરાયો વાયરલ
- By: Jyoti Kumari
- Published: Aug 5, 2023 at 03:57 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): યુપીના ચર્ચિત સરકારી અધિકારી જ્યોતિ મૌર્ય છેલ્લા ઘણા દિવસોથી મીડિયાની હેડલાઈન્સમાં છે. સોશિયલ મીડિયા પર જ્યોતિ મૌર્ય સાથે જોડીને ઘણા વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. આની સાથે જોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના એક જૂના વીડિયોને વાયરલ કરવામાં આવી રહ્યો છે. ફેસબુક યુઝર્સ આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે વીડિયોમાં PM મોદી SDM જ્યોતિ મૌર્ય વિશે બોલી રહ્યા છે. આવા જ એક બીજા વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જ્યોતિ મૌર્ય પર નિવેદન આપ્યું છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ તમામ દાવાઓ ફેક અને ભ્રામક હોવાનું જાણવા મળ્યું. સોશિયલ મીડિયા પર ખોટા દાવાની સાથે વાયરલ થઈ રહેલા બંને વીડિયો જૂના છે. વીડિયોમાં ઉપયોગ કરવામાં આવેલ વીડિયો વર્ષ 2023ના બજેટ સત્રનો છે, જેમાં પીએમ મોદી તેમની પાર્ટી દ્વારા કરવામાં આવેલા કામો વિશે વાત કરી રહ્યા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામે વાયરલ કરવામાં આવી રહેલો વીડિયો વર્ષ 2019નો છે, જેમાં તેમને NRC વિશે બોલતા જોઈ શકાય છે. બંને જ વીડિયોને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યા છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક પેજ ‘Bhakt News’એ વાયરલ વીડિયોને (આર્કાઇવ લિંક)ને શેર કરતા લખ્યું છે કે, “SDM જ્યોતિ મૌર્ય વિશે PM નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન જુઓ લાઈવ. jyoti maurya sdm alok maurya”
આવા જ અન્ય એક ફેસબુક પેજ ‘Haqeeqat Ka Manzar’(આર્કાઇવ લિંક)એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જોડાયેલા વીડિયોને શેર કર્યો છે અને દાવો કર્યો છે, “SDM જ્યોતિ મૌર્ય પર અમિત શાહની મોટું નિવેદન જુઓ લાઈવ. alok jyoti mauriya case llsdm jyoti mauriya”
તપાસ
વાયરલ વીડિયોમાં કરવામાં આવી રહેલા દાવાઓની તપાસ માટે અમે સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું, કારણ કે પીએમ મોદી અને અમિત શાહનું જ્યોતિ મૌર્ય કેસમાં કોઈ નિવેદન આપવું પોતાનામાં મોટા સમાચાર છે. જોકે, સર્ચમાં અમને આવા કોઈ સમાચાર મળ્યા નથી. તપાસને આગળ વધારતા અમે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે વાયરલ થયેલા વીડિયોની તપાસ કરી. આ દરમિયાન અમને આ વીડિયો ‘સંસદ ટીવી’ની ઓફિશિયલ YouTube ચેનલ પર 9 ફેબ્રુઆરી 2023ના રોજ અપલોડ થયેલો મળ્યો. વીડિયો સંસદના બજેટ સત્ર વખતનો છે. વીડિયોમાં વાયરલ વીડિયોને 1:21:51થી લઈને 1:22:06ની વચ્ચે જોઈ શકાય છે.
તપાસને આગળ વધારતા અમે વાયરલ વીડિયોમાં હાજર પીએમ મોદીના ભાષણના વીડિયોને સર્ચ કર્યો. અમે વીડિયોના સ્ક્રીનશોટને Google Images પર અપલોડ કર્યો. આ દરમિયાન અમને ‘ભારતીય જનતા પાર્ટી’ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તેમના આ સંબોધનનો વીડિયો મળ્યો, જેને 4 માર્ચ 2019ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયો ગુજરાતના અમદાવાદમાં નવી સિવિલ, કેન્સર અને આંખની હોસ્પિટલના ઉદ્ઘાટન વખતનો છે. વાયરલ વીડિયોને 1:18:27 થી લઈને 1:19:13 વચ્ચે જોઈ શકાય છે.
તપાસમાં આગળ અમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામે વાયરલ થઈ રહેલા વીડિયો વિશે સર્ચ કર્યું. અમને ‘ધ ઈકોનોમિક ટાઈમ્સ’ની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો સાથે જોડાયેલો રિર્પોટ અપલોડ થયેલ મળ્યો. 10 ડિસેમ્બર 2019ના રોજ અપલોડ કરાયેલા વીડિયોમાં અમિત શાહ NRC પર બોલી રહ્યા છે. વીડિયોના એક ભાગને ક્રોપ કરીને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
બંને વાયરલ વીડિયોને લઈને અમે ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા અવનીશ ત્યાગી સાથે વાત કરી. વાયરલ દાવાને નકારી કાઢતાં તેમણે કહ્યું કે, આ દાવો ખોટો છે. વીડિયો જૂના છે. એડિટ કરાયેલા વીડિયોને વાયરલ કરવામાં આવી રહ્યા છે.
અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે પેજના લગભગ 104K ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યોતિ મૌર્ય કેસ સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહેલા પીએમ મોદી અને કન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વાયરલ વીડિયો જૂના છે. વીડિયોને એડિટ કરી હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યા છે.
- Claim Review : SDM જ્યોતિ મૌર્ય વિશે PM નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નિવેદન.
- Claimed By : ફેસબુક પેજ - Bhakt News
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.