વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીરની તપાસ કરી અને શોધ્યું કે વાયરલ દાવો ખોટો છે. તસવીરમાં દેખાઈ રહેલ શખ્સ સચિન નથી, પરંતુ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૌધરીજીના PRO નિતેશસિંહ તોમર છે.
નવી દિલ્હી (વિશ્વાસ ટીમ). ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસી પર ગુરૂવાર સાંજે ઉત્તરપ્રદેશ સ્થિત ગાઝિયાબાદના પિલખુવામાં હુમલો થયો. તેને સંબંધિત એક પોસ્ટ આજકાલ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરમાં એક શખ્સ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને સાંસદ મહેશ શર્મા સાથે ઊભેલો દેખાઈ રહ્યો છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ શખ્સ અસદુદ્દીન ઓવૈસી પર હુમલો કરનાર આરોપી સચિન છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીરની તપાસ કરી અને જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. તસવીરમાં દેખાઈ રહેલો શખ્સ સચિન નથી, પરંતુ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૌધરીના PRO નિતેશસિંહ તોમર છે.
ફેસબુક યુઝર Amit Yadav એ વાયરલ તસવીર શેર કરીને લખ્યું છે કે હિંદુ શેર સચિન જેણે ઓવૈસી પર ગોળી ચલાવી હતી. બીજેપી મેમ્બર હવે યોગીની ગરમી નહીં નીકળે હવે નહીં બોલે. હિંદુ ધર્મને હંમેશા બદનામ કરવાનું કૃત્ય કર્યું છે. #10માર્ચભાજપાસાફ
સોશિયલ મીડિયા પર કેટલાક અન્ય યુઝર્સ આ પોસ્ટ સમાન દાવાઓ શેર કરી રહ્યા છે. ફેસબુક પોસ્ટના કન્ટેન્ટને જેવું છે તેવું જ લખવામાં આવ્યું છે. તેના આર્કાઇવ્ડ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
વાયરલ દાવાની સચ્ચાઈ જાણવા માટે અમે ગૂગલ પર કેટલાક કીવર્ડ્સનો ઉપયોગ કરીને સર્ચ કર્યું. આ દરમિયાન અમને વાયરલ દાવા સાથે જોડાયેલ એક ટ્વિટ Nitesh Singh Tomar નામક ટ્વિટર એકાઉન્ટ પર મળ્યું. Nitesh Singh Tomar એ વાયરલ તસવીરને શેર કરીને લખ્યું છે, હું નિતેશસિંહ તોમર, કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૌધરીજીનો PRO છું મારા ફોટાને સચિન હિંદુના નામે પ્રસારિત કરીને મારી છબીને ખરાબ કરવાનો ઘૃણાસ્પદ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીના સમયે આવું કરવાવાળા લોકોની હું નિંદા કરું છું. @Uppolice કૃપયા આવું કરવાવાળા લોકોની સામે કાર્યવાહી કરે
વધુ જાણકારી માટે અમે મુરાદાબાદના દૈનિક જાગરણના પત્રકાર તરૂણ કુમારની મદદથી Nitesh Singh Tomar નો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ તસવીર સચિનની નહિ, પરંતુ મારી છે અને હું કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૌધરીનો PRO છું. આ તસવીર વર્ષ 2017 ની છે. 5 વર્ષ પહેલાં મારી મુખ્યમંત્રી યોગીજી સાથે મુલાકાત થઈ હતી, આ તસવીર એ સમયની છે. જે લોકો સોશિયલ મીડિયા પર મારી તસવીરને ખોટા સંદર્ભમાં શેર કરી રહ્યા છે, હું તેમને લીગલ નોટીસ આપવાની તૈયારી કરી રહ્યો છે. આને લઈને હું મારા વકીલો સાથે લગાતાર વાતચીત કરી રહ્યો છું. જલ્દી જ હું તેના પર એફઆઈઆર પણ દાખલ કરવાનો છું.
દૈનિક જાગરણના રિપોર્ટ અનુસાર, ઓવૈસી પર હુમલા બાદ રાત્રે જ પોલીસે ગોળી ચલાવનાર આરોપી સચિન તથા શુભમની ધરપકડ કરી લીધી હતી. પછી બીજા દિવસે શુક્રવારે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે બંનેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલ મોકલી આપ્યા છે.
તપાસના અંતે અમે દાવાને શેર કરનાર યુઝરનું સોશિયલ સ્કેનિંગ કર્યું. સ્કેનિંગથી અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારાથી પ્રભાવિત છે. ફેસબુક પર Amit Yadav ને 6 સો થી વધુ લોકો ફોલો કરે છે. યુઝર ફેસબુક પર જાન્યુઆરી 2018 થી સક્રિય છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીરની તપાસ કરી અને શોધ્યું કે વાયરલ દાવો ખોટો છે. તસવીરમાં દેખાઈ રહેલ શખ્સ સચિન નથી, પરંતુ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૌધરીજીના PRO નિતેશસિંહ તોમર છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923