X
X

Fact Check: ઈન્ડી ગઠબંધનના નેતાઓને મળી રહેલા નીતિશ કુમારનો જૂનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે નીતિશ કુમારનો ઈન્ડી ગઠબંધનના નેતાઓ સાથેની મુલાકાતનો વાયરલ વીડિયો વર્ષ 2023નો છે, જ્યારે નીતિશ કુમાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા અને તેમણે રાહુલ ગાંધીની સાથે-સાથે અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેને હવે તાજેતરનો જણાવીને ખોટો દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

  • By: Jyoti Kumari
  • Published: Jun 24, 2024 at 11:17 AM
  • Updated: Jun 25, 2024 at 12:52 PM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીતિશ કુમારને ઈન્ડી ગઠબંધનના નેતાઓ સાથે મુલાકાત કરતા જોઈ શકાય છે. વીડિયોમાં નીતિશ કુમારની સાથે તેજસ્વી યાદવને પણ જોઈ શકાય છે. કેટલાક યુઝર્સ હવે આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે નીતિશ કુમારનો આ વીડિયો તાજેતરનો છે.

વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. નીતિશ કુમારનો આ વીડિયો વર્ષ 2023નો છે, જ્યારે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓની સાથે મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ જ વીડિયોને હવે તાજેતરનો જણાવીને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર Shahbaj Sharif  (Naiyya)એ 6 જૂન 2024ના રોજ વાયરલ તસવીરોને શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, ”હમારે ચાચાજી માન ગયે. ભક્તો કી જલને વાલી હૈ કુછ નયા હોને વાલા હૈ. કયા ખેલા હોના બાકી હૈ? કોંગ્રેસ કાર્યાલય પર નીતિશ કુમારજી. યહ વીડિયો અભી કા હૈ, તેજી સે વાયરલ હો રહા હૈ #Congress #INDIAAalliance #RahulGandhi See less”

અન્ય એક ફેસબુક યુઝર Jameel Ahamed એ પણ આ વીડિયોને શેર કર્યો છે. 6 જૂન 2024ના રોજ વીડિયોને શેર કરી લખવામાં આવ્યું છે કે, “પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત #Indiaallinace #HarshadChopda #KhataKhatScheme #NitishKumar”

તપાસ

વાયરલ વીડિયોની તપાસ કરવા માટે અમે તેની કીફ્રેમ્સને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કરી. વાયરલ વીડિયો સાથે જોડાયેલા સમાચાર દૈનિક જાગરણ.કોમની વેબસાઈટ પર પણ મળ્યા. 12 એપ્રિલ 2023ના રોજ પ્રકાશિત સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, લોકસભા ચૂંટણી પહેલા નીતિશ કુમારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ સહિત અન્ય ઘણા નેતાઓ હાજર હતા.

અમને લાઈવ હિન્દુસ્તાનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વીડિયો સંબંધિત રિર્પોટ મળ્યો. 12 એપ્રિલ 2023ના રોજ અપલોડ કરવામાં આવેલા વીડિયો (આર્કાઇવ લિંક)ની સાથે આપવામાં આવેલી જાણકારી અનુસાર, વીડિયો દિલ્હીનો છે, જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દિલ્હી પહોંચ્યા હતા અને તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસના કેટલાક અન્ય વરિષ્ઠ નેતાઓની સાથે મુલાકાત કરી હતી.

વાયરલ વીડિયો સંબંધિત અન્ય રિર્પોટ્સ અહીં જોઈ શકાય છે. વધુ માહિતી માટે અમે દૈનિક જાગરણ પટનાના વિશેષ સંવાદદાતા અરવિંદ શર્મા સાથે વાત કરી. તેમનું કહેવું છે કે તાજેતરમાં આવી કોઈ મુલાકાત થઈ નથી. વીડિયો જૂનો છે.

અંતે જૂના વીડિયોને તાજેતરનો જણાવીને શેર કરનાર યુઝરને સ્કેન કર્યો. જાણવા મળ્યું કે યુઝરને 10 હજાર લોકો ફોલો કરે છે. યુઝરે પોતાને હરિયાણાના નૂહનો રહેવાસી ગણાવ્યો છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે નીતિશ કુમારનો ઈન્ડી ગઠબંધનના નેતાઓ સાથેની મુલાકાતનો વાયરલ વીડિયો વર્ષ 2023નો છે, જ્યારે નીતિશ કુમાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા અને તેમણે રાહુલ ગાંધીની સાથે-સાથે અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેને હવે તાજેતરનો જણાવીને ખોટો દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : ઈન્ડી ગઠબંધનના નેતાઓ સાથેની મુલાકાતનો નીતિશ કુમારનો આ વીડિયો તાજેતરનો છે.
  • Claimed By : ફેસબુક યુઝર- Shahbaj Sharif (Naiyya)
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later