X
X

Fact Check: રાહુલ ગાંધીના 4 વર્ષ જૂના વીડિયાની સાથે છેડછાડ કરીને કરવામાં આવ્યો વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર 24 સેકન્ડના આ વીડિયોને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, મહાત્મા ગાંધીએ અહિંસાની પ્રેરણા ઈસ્લામ ધર્મમાંથી લીધી હતી. આ વીડિયોને વાયરલ કરતા રાહુલ ગાંધીનો મજાક ઉડાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે રાહુલ ગાંધીના એક જૂના ભાષણમાંથી 24 સેકન્ડની ક્લિપને એડિટ કરીને જૂઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ અહિંસાની પ્રેરણા પ્રાચીન ભારતીય દર્શન (ફિલસૂફી)માંથી, ઈસ્લામ ધર્મમાંથી, ઈસાઈ ધર્મમાંથી, યહુદી ધર્મમાંથી, દરેક એ મહાન ધર્મમાંથી લીધી, જેમાં એ સ્પષ્ટ લખ્યું છે કે હિંસાથી અહીં કોઈને કંઈ નહીં મળે. તપાસમાં જાણવા મળ્યું કે ઈસ્લામ પછીના ભાગને વીડિયોમાંથી હટાવીને વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર ‘શિવમ બાગી હૂં’એ 10 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીના 24 સેકન્ડના વીડિયોને પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કરી લખ્યું, “લોકોને એકદમ નવી જાણકારી રાહુલે આપી છે કે મહાત્મા ગાંધીએ અહિંસાની પ્રેરણા ઇસ્લામ ધર્મમાંથી લીધી હતી! રાહુલ ગાંધીને કોંગ્રેસી વડાપ્રધાન બનાવવા માંગે છે.”

વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર અન્ય યુઝર્સ પણ આ વીડિયોને વાયરલ કરીને આ પ્રકારનો દાવો કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે રાહુલ ગાંધીના વાયરલ વીડિયો વિશે જાણવા માટે સૌથી પહેલા ઈનવિડ ટૂલની મદદથી તેના કેટલાક કીફ્રેમ્સ કાઢ્યા. પછી તે કીફ્રેમ્સને ગૂગલ લેન્સ ટૂલની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને ઘણી જગ્યાએ રાહુલ ગાંધીનું આ આખું ભાષણ મળી આવ્યું. ધ ક્વિન્ટે પોતાની યુટ્યુબ ચેનલ પર રાહુલ ગાંધીના ભાષણને લાઈવ સ્ટ્રીમ કર્યું હતું. 11 જૂન 2019ના આ વીડિયોમાં રાહુલ ગાંધી દુબઈમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. વીડિયોના 24 મિનિટ 23 સેકન્ડથી રાહુલ ગાંધીને અંગ્રેજીમાં બોલતા સાંભળી શકાય છે કે મહાત્મા ગાંધીજીએ અહિંસાની પ્રેરણા આપણા મહાન ધર્મો, આપણા મહાન ગુરુઓ પાસેથી લીધી. મહાત્મા ગાંધીએ અહિંસા પ્રેરણા પ્રાચીન ભારતીય દર્શન (ફિલસૂફી)માંથી, ઇસ્લામ ધર્મમાંથી, ખ્રિસ્તી ધર્મમાંથી, યહુદી ધર્મમાંથી, દરેક તે મહાન ધર્મોમાંથી લીધી હતી, જેમાં આ સ્પષ્ટ લખ્યું છે કે હિંસાથી અહીં કોઈને કંઈ મળશે નહીં. 

આ જ વીડિયો અમને 11 જૂન 2019ના રોજ કોંગ્રેસની યુટ્યુબ ચેનલ પર પણ મળ્યો હતો. આ વીડિયોને નીચે જોઈ શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા કોંગ્રેસના સોશિયલ મીડિયાના નેશનલ કોઓર્ડિનેટર નીતિન અગ્રવાલ સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટને શેર કરી. તેમણે માહિતી આપતા કહ્યું કે રાહુલ ગાંધીનો આ વીડિયો લગભગ ચાર વર્ષ જૂનો છે. તેમણે આ ભાષણ દુબઈમાં આપ્યું હતું. પરંતુ ભાષણના એક ભાગને કાપીને ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ભાષણમાં તેમણે અન્ય ધર્મોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી હતી. ફેસબુક યુઝર ‘શિવમ બાગી હૂં’ એક રાજકીય વિચારધારાથી પ્રભાવિત છે. આ એકાઉન્ટ પર ઘણી કોમ્યુનલ પોસ્ટ પણ મળી આવી હતી. યુઝર રાજસ્થાનના બુંદીનો રહેવાસી છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં રાહુલ ગાંધી સાથે જોડાયેલી વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. રાહુલ ગાંધીના ચાર વર્ષ જૂના દુબઈના ભાષણનો એક ભાગ એડિટ કરીને ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, મહાત્મા ગાંધીને અહિંસાની પ્રેરણા ઈસ્લામ ધર્મમાંથી મળી.
  • Claimed By : ફેસબુક યૂઝર 'શિવમ બાગી હૂં'
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later