Fact Check: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે PM મોદીને લઈને નથી આપ્યું આ નિવેદન, ફેક પોસ્ટ વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર એક ટ્વિટના સ્ક્રીનશોટ દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામથી કથિત નિવેદનને વાયરલ કરવામાં આવી રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસામાં ટ્વિટ કર્યું છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ ટ્વિટની તપાસ કરી તો તે ફેક હોવાનું જાણવા મળ્યું. વાયરલ સ્ક્રીનશોટમાં દેખાઈ રહેલું ટ્વિટર એકાઉન્ટ ‘@manmohan_5’ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું સત્તાવાર એકાઉન્ટ નથી. મનમોહન સિંહ સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મ પર નથી. વાયરલ દાવો ખોટો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘બળવંત પટેલ‘એ 7 જૂને વાયરલ ટ્વિટરના સ્ક્રીનશોટને શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, “મોદીનો વિરોધ કરનારાઓ આ જરુર જોવે, મનમોહન સિંહ શું કહી રહ્યા છે.”

સ્ક્રીનશોટમાં લખેલું છે: ‘મોટા નિર્ણયો હું પણ લેતો હતો, પરંતુ કોંગ્રેસે ક્યારેય મને મારી ઈચ્છાથી કોઈ કામ કરવા દીધું ન હતું, નરેન્દ્ર મોદી પોતે જ નિર્ણયો લે છે, તેથી દેશ પ્રગતિ કરી રહ્યો છે. આજે હું ખુલીને બોલું છું. મોદી જેવા નેતા અને વડાપ્રધાન સમગ્ર વિશ્વમાં ફરી જન્મશે નહીં.’

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં પર જોઈ શકાય છે.

તપાસ

તપાસની શરૂઆત કરતા સૌથી પહેલા અમે ગૂગલ ઓપન સર્ચનો ઉપયોગ કર્યો. અમે સંબંધિત કીવર્ડ્સ સાથે Google પર સર્ચ કર્યું. અમે વાયરલ દાવા સાથે સંબંધિત કોઈ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ મળ્યા નહીં. પરંતુ સર્ચ દરમિયાન અમને જાણવા મળ્યું કે આ દાવો છેલ્લા ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો છે. તપાસને આગળ વધારતા અમે સ્ક્રીનશોટમાં દેખાતા ટ્વિટર હેન્ડલ @manmohan_5ને Twitter પર સર્ચ કર્યું. આ એકાઉન્ટ હવે Twitter પર નથી.

અમે વેબેક મશીન દ્વારા ટ્વિટર હેન્ડલના આર્કાઇવ કાઢ્યા. આના પર 2021માં કરવામાં આવેલા ઘણા ટ્વિટ્સ મળ્યા. વાયરલ ટ્વિટને 23 સપ્ટેમ્બર 2021 અને 24 સપ્ટેમ્બર 2021ના રોજ કરવામાં આવ્યું હતું.

ભૂતકાળમાં પણ ઘણીવાર પૂર્વ પીએમ મનમોહન સિંહના નામે કેટલાક ટ્વિટ્સ ખોટા દાવાઓ સાથે શેર કરવામાં આવ્યા હતા. જે બાદ કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના રાષ્ટ્રીય સંયોજક સરલ પટેલે તેમના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું. 19 જૂન 2020ના રોજ કરવામાં આવેલા એક ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે, “Tired of people asking, If this account is authentic or not. This is not the first time and won’t be the last, so making it clear for once and all. If Sonia Ji or MMS Ji decides to come on Twitter, They will have a VERIFED twitter account.So please don’t follow fake accounts.”

ગુજરાતી અનુવાદ: લોકો પૂછીને કંટાળી ગયા છે કે આ એકાઉન્ટ સત્તાવાર છે કે નહીં. આ પહેલી વાર નથી અને છેલ્લીવાર પણ નહી હોય, તેથી એકવાર ફરી બધા માટે સ્પષ્ટ કરી રહ્યો છું. જો સોનિયાજી અથવા MMSજી ટ્વિટર પર આવવાનું નક્કી કરે છે, તો તેમનું એક વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટ હશે. એટલા માટે મહેરબાની કરીને ફેક એકાઉન્ટને ફોલો ન કરો.

https://twitter.com/PManmohansingh/status/1667777900622356480

સર્ચ દરમિયાન અમને પૂર્વ પીએમ મનમોહન સિંહના નામે બનાવેલા ઘણા ફેન એકાઉન્ટ મળ્યા. અગાઉ પણ આ સ્ક્રીનશોટ સમાન દાવાની સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તમે અમારી તે સમયની ફેક્ટ ચેક સ્ટોરીને અહીં વાંચી શકો છો.

વધુ જાણકારી માટે અમે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રણવ ઝા સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટ શેર કરી. તેઓએ અમને જણાવ્યું કે, મનમોહન સિંહ ટ્વિટર પર નથી. વાયરલ દાવો ખોટો છે.

તપાસના અંતે અમે ફેક પોસ્ટ કરનાર યુઝર ‘બળવંત પટેલ’ની પ્રોફાઇલનું સોશિયલ સ્કેનિંગ કર્યું. યુઝરના ફેસબુક પર 5000 ફ્રેન્ડ્સ છે. યુઝરની પ્રોફાઈલ પર હાજર માહિતી મુજબ, તેઓ યુકેના રહેવાસી છે.

નિષ્કર્ષ: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામથી બનેલા ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલ ટ્વિટનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. મનમોહન સિંહનું કોઈ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ નથી. વાયરલ દાવો ખોટો છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ