વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મે 2023નો ઓસ્ટ્રેલિયાના પ્રવાસનો છે, જ્યાં તેઓએ તેમના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન કુડોસ બેંક એરેનામાં ભારતીય પ્રવાસીઓ સાથે મુલાકાત કરી હતી.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)જૂન 2024માં વડાપ્રધાન મોદીએ ઇટાલીમાં વાર્ષિક G7 સમિટમાં ભાગ લીધો. આ યાત્રા બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત થતું જોવા મળી રહ્યું છે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો તેમના તાજેતરના ઈટાલીના પ્રવાસનો છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મે 2023નો ઓસ્ટ્રેલિયાના પ્રવાસનો છે, જ્યાં તેઓએ તેમના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન કુડોસ બેંક એરેનામાં ભારતીય પ્રવાસીઓ સાથે મુલાકાત કરી હતી.
ફેસબુક યુઝર ‘lalitrajworld’(આર્કાઇવ) એ 18 જૂન 2024ના રોજ આ વીડિયોને તેની પ્રોફાઇલ પર શેર કર્યો છે અને સાથે લખ્યું “Grand great welcome of prime minister of India Narendra Modi in Italy G7 – ઇટાલી G7માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત”
વાયરલ વીડિયોના ઓરિજનલ સોર્સને શોધવા માટે અમે રિવર્સ ઈમેજ સર્ચની મદદ લીધી. સર્ચમાં આ વિઝ્યુઅલ્સ ઈન્ડિયા ટુડેની યુટ્યુબ ચેનલ પર 23 મે 2023ના રોજ અપલોડ કરવામાં આવેલા એક વીડિયોમાં મળ્યા. સાથે લખ્યું હતું કે “PM Modi Arrives At Qudos Arena In Sydney Amid Rousing Welcome”
અમને આ વિઝ્યુઅલ્સ ન્યૂઝ એજન્સી ANIની યુટ્યુબ ચેનલ પર 23 મે 2023ના રોજ પણ મળ્યા. અહીં અપાયેલી માહિતી અનુસાર, આ ક્લિપ પીએમ મોદીના ઓસ્ટ્રેલિયાના પ્રવાસની છે.
આ મામલે દૈનિક જાગરણ માટે આંતરરાષ્ટ્રીય સમાચાર કવર કરતા સંવાદદાતા જે.પી રંજને પુષ્ટિ કરી કે આ વિઝ્યુઅલ પીએમ મોદીના 2023ના ઓસ્ટ્રેલિયા પ્રવાસના છે.
વાયરલ પોસ્ટને lalitrajworld નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે શેર કરી હતી. યુઝરના 22 ફોલોઅર્સ છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મે 2023નો ઓસ્ટ્રેલિયાના પ્રવાસનો છે, જ્યાં તેઓએ તેમના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન કુડોસ બેંક એરેનામાં ભારતીય પ્રવાસીઓ સાથે મુલાકાત કરી હતી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923