Fact Check : 2020 માં ગુજરાતમાં નશામાં ધૂત પોલીસને માર મારવામાં આવ્યો હતો, જેનો વીડિયો હવે હૈદરાબાદના નામે વાયરલ થયો છે
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ થયેલી પોસ્ટ નકલી હોવાનું બહાર આવ્યું છે. કેટલાક લોકો ગુજરાતનો જુનો વીડિયો હૈદરાબાદના નામે વાયરલ કરી રહ્યાં છે. 2020 ઑક્ટોબરના રોજ, ગુજરાત, અમદાવાદમાં એક નશામાં પોલીસને લોકોએ માર માર્યો હતો.
- By: Ashish Maharishi
- Published: Jun 18, 2021 at 10:00 PM
વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી). એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં ટોળું પોલીસ કર્મચારીને ખરાબ રીતે મારતા જોઇ શકાય છે. વપરાશકર્તાઓ દાવો કરી રહ્યા છે કે આ ઘટના 28 મેના રોજ રાત્રે 10 વાગ્યે હૈદરાબાદમાં બની હતી. જ્યારે વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી તો તે બનાવટી હોવાનું બહાર આવ્યું. અમારી તપાસમાં બહાર આવ્યું છે કે, ગુજરાતના અમદાવાદની ઘટનાનો જુનો વીડિયો હૈદરાબાદનો છે એવો દાવો કરીને કેટલાક લોકો હવે સોશિયલ મીડિયા પર મૂંઝવણ ઊભી કરી રહ્યા છે.
શું વાયરલ થઈ રહ્યું છે
ફેસબુક પેજ પીએનએસ ન્યૂઝ ઇન્ડિયાએ 29 મેના રોજ એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 28 મેના રોજ રાત્રે 10 વાગ્યે હૈદરાબાદમાં એક પોલીસકર્મીને માર માર્યો હતો. અંગ્રેજીમાં તે લખ્યું હતું: Police wale ke peetai. Another incident in Hyderabad kondapoor Haffezpet lo police ni who’s they just imagine 28.5.21.10Pm.
અહીં પોસ્ટનું આર્કાઇવ કરેલું સંસ્કરણ અહીં જુઓ.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે સાયબેરાબાદ પોલીસના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલને સ્કેન કરીને તેની તપાસ શરૂ કરી હતી. અમને સાયબેરાબાદ પોલીસ @cyberabadpolice ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ મળ્યો. તે 29 મે 2021 ના રોજ પોસ્ટ કરાઈ હતી. વાયરલ થયેલા વીડિયોને ટ્વીટ કરતી વખતે લખ્યું હતું કે આ વીડિયો નકલી છે. સાયબરબાદમાં આવી કોઈ ઘટના બની ન હતી.
હવે અમારે જાણવું હતું કે વાયરલ વિડિઓ ક્યાંથી છે. આ માટે, અમે વાયરસ વિડિઓના વિવિધ સ્ક્રીનશોટ્સને InVID ટૂલમાં અપલોડ કરીને તેને વિવિધ રિવર્સ ઇમેજ ટૂલ્સ દ્વારા શોધી કાઢી. પછી રિવર્સ ઇમેજ ટૂલ દ્વારા તેને શોધવાનું શરૂ કર્યું. અમને ટીવી 9 ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર અસલ વિડિઓ મળ્યો. તે 21 ઑક્ટોબર 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે જે પોલીસકર્મીની પિટાઈ થઈ હતી તે દારૂના નશામાં જાહેરમાં જનતા સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો, ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ કર્મચારીને ભારે માર માર્યો હતો. ઘટના ગુજરાતના અમદાવાદની છે.
વિશ્વાસ ન્યૂઝે તપાસ દરમિયાન ગુજરાતમાં દૈનિક જાગરણના વરિષ્ઠ સંવાદદાતા શત્રુઘ્ન શર્માનો સંપર્ક કર્યો હતો. તેની સાથેનો વાયરલ વીડિયો શેર કર્યો. વિશ્વાસ ન્યૂઝને વિસ્તૃત માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે સુનીલસિંહ ચૌહાણ નામનો આ પોલીસકર્મી અમદાવાદના ગોતા પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો. ઘટના ગત વર્ષની છે, જ્યારે તેણે આ જ વિસ્તારના ચાંદલોડીયા વિસ્તારમાં કેટલાક સ્થાનિક લોકો સાથે દારૂ પીધા બાદ દુર્વ્યવહાર કર્યો હતો. જેના કારણે લોકોએ તેને જોરદાર માર માર્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવા બદલ 6 લોકો સામે કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
અંતિમ રાઉન્ડની તપાસમાં વિશ્વાસ ન્યૂઝે ફેસબુક પેજ પીએનએસ ન્યૂઝ ઇન્ડિયાનું સોશ્યલ સ્કેનિંગ કર્યું હતું. આ પેજ પરથી નકલી સમાચાર વાયરલ થયા છે. અમને ખબર પડી કે આ પેજ હૈદરાબાદથી કાર્યરત છે. તેના 14 હજારથી વધુ ફોલોઅર્સ છે. પેજ 2 જાન્યુઆરી 2020 ના રોજ બનાવવામાં આવ્યું હતું.
निष्कर्ष: નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ થયેલી પોસ્ટ નકલી હોવાનું બહાર આવ્યું છે. કેટલાક લોકો ગુજરાતનો જુનો વીડિયો હૈદરાબાદના નામે વાયરલ કરી રહ્યાં છે. 2020 ઑક્ટોબરના રોજ, ગુજરાત, અમદાવાદમાં એક નશામાં પોલીસને લોકોએ માર માર્યો હતો.
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.