વિશ્વાસ ન્યૂઝે ઝી ન્યૂઝના વાયરલ સ્ક્રીનશોટની તપાસ કરી અને પોતાની તપાસમાં શોધ્યું કે વાયરલ થઈ રહેલ આ તસવીર ફેક છે, જેને એડિટ કરીને દુષ્પ્રચારની ઈચ્છાથી વાયરલ કરવામાં આવી રહી છે.
વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી). સોશિયલ મીડિયાના વિભિન્ન પ્લેટફોર્મ્સ ઉપર એક ન્યૂઝ ચેનલનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. તેમાં લખ્યું છે કે પીએમ મોદી પર પુતિનનું મોટું બયાન મોદીને બતાવ્યા બાળપણના મિત્ર. આ ગ્રાફિક પ્લેટને શેર કરી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદી સાથે વાત કરી છે અને તેમને પોતાના બાળપણના સાથી બતાવ્યા છે. વિશ્વાસ ન્યૂઝે પોતાની તપાસમાં જાણ્યું કે વાયરલ થઈ રહેલી તસવીર ફેક છે, જેને એડિટ કરીને દુષ્પ્રચારની ઈચ્છાથી વાયરલ કરવામાં આવી રહી છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યૂઝર Munna Bukhari એ વાયરલ તસવીર શેર કરીને લખ્યું છે, “સામે આવ્યો ફેંકુના બાળપણનો સંબંધ.”
યૂઝર દ્વારા શેર કરાયેલ પોસ્ટના કન્ટેન્ટને અક્ષરશ: લખવામાં આવ્યું છે. પોસ્ટને આર્કાઈવ્ડ વર્ઝનમાં અહીં જોઈ શકાય છે. એક અન્ય યૂઝર Jitender Solanki ने भी ऐसे એ પણ એવા જ મળતા આવતા દાવાને પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ સ્ક્રીનશોટની સચ્ચાઈ જાણવા માટે અમે સ્ક્રીનશોટને ધ્યાનપૂર્વક જોયો અને ખબર પડી કે વાયરલ પોસ્ટ પર ઝી ન્યૂઝનો લોગો બનાવેલો છે. એ પછી અમે ઝી ન્યૂઝના આધિકારિક યુટ્યુબ ચેનલ પર તપાસ કરવાની શરૂ કરી. અમે ઝી ન્યૂઝ પર અનેક બુલેટિન જોયાં, પરંતુ અમને વાયરલ સ્ક્રીનશોટ કોઈપણ બુલેટિનમાં જોવા મળ્યો નહીં. અમે ઝી ન્યૂઝના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ તપાસ કરી, પરંતુ અમને વાયરલ દાવા સાથે સંબંધિત કોઈ પોસ્ટ ત્યાં પણ પ્રાપ્ત ન થઈ.
તપાસ આગળ વધારતાં અમે વાયરલ સ્ક્રીનશોટની સરખામણી ઝી ન્યૂઝના બુલેટિનના સ્ક્રીનશોટ સાથે કરી. આ દરમિયાન અમે જોયું કે વાયરલ સ્ક્રીનશોટનું ફોર્મેટ અસલી ઝી ન્યૂઝના બુલેટિન કરતાં ઘણું અલગ છે. સાથે જ અમે એ પણ જોયું કે વાયરલ સ્ક્રીનશોટમાં લખાયેલા શબ્દોમાં ભાષા સાથે જોડાયેલી ઘણી ભૂલો છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે વાયરલ ગ્રાફિક પ્લેટ એડિટેડ છે.
વધુ જાણકારી માટે અમે ઝી ન્યૂઝના પત્રકારનો સંપર્ક કર્યો. અમે વાયરલ દાવાને વોટ્સએપ મારફતે તેમની સાથે શેર કર્યો. તેમણે અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે, આ ગ્રાફિક પ્લેટ એડિટેડ છે. વાયરલ ગ્રાફિક પ્લેટમાં ભાષા સાથે જોડાયેલી કેટલીક ભૂલો મૌજૂદ છે, જેમકે પિએમ ઔર યુક્રેન. જ્યારે અમારા ન્યૂઝ બુલેટિનમાં આ પ્રકારની ભૂલો હોતી નથી. અમે બુલેટિન કે બ્રેકિંગ ન્યૂઝમાં વિસ્મયાદિબોધક ચિહ્નનો પણ ઉપયોગ કરતાં નથી. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે ફોન્ટ અને GFX પ્લેટ ઝી ન્યૂઝ પર આવા ઉપયોગમાં લેવાતા નથી.
વિશ્વાસ ન્યૂઝે તપાસના અંતિમ તબક્કામાં આ પ્રોફાઈલની પૃષ્ઠભૂમિની તપાસ કરી, જેમણે વાયરલ પોસ્ટ શેર કરી હતી. અમે જોયું કે યૂઝર એક વિચારધારાથી પ્રભાવિત છે. યૂઝરના ફેસબુક ઉપર બસોથી પણ વધુ ફ્રેન્ડ્સ મૌજૂદ છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે ઝી ન્યૂઝના વાયરલ સ્ક્રીનશોટની તપાસ કરી અને પોતાની તપાસમાં શોધ્યું કે વાયરલ થઈ રહેલ આ તસવીર ફેક છે, જેને એડિટ કરીને દુષ્પ્રચારની ઈચ્છાથી વાયરલ કરવામાં આવી રહી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923