X
X

Fact Check : FIFA વર્લ્ડ કપ જોતા CM યોગીના વીડિયોને એડિટ કરી ફિલ્મ પઠાણ સાથે જોડીને કરવામાં આવી રહ્યો છે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ સાથે જોડાયેલી ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હવે સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ટીવી પર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ જોતા હોય એવો વીડિયો ઝડપથી વાયરલ કરી રહ્યાં છે. વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ યોગી પઠાણ ફિલ્મ જોઈ રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ફેક નિકળ્યો. સોશિયલ મીડિયો પર વાયરલ કરવામાં આવી રહેલો વીડિયો એડિટેડ છે.અસલી વીડિયોમાં સીએમ યોગી ટીવી પર ફિફા વર્લ્ડ કપનો ફાઈનલ મેચ જોતા જોવા મળી રહ્યા છે. એડિટિંગ સોફ્ટવેર દ્વારા ટીવીના વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યૂઝર Juned Riyaz justએ 28 જાન્યુઆરીએ વાયરલ વીડિયોને શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યું કે, “યોગી આદિત્યનાથ પઠાણ ફિલ્મ એન્જોય કરી રહ્યાં છે”.

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની સત્યતા જાણવા માટે સંબંધિત કીવર્ડ્સ સાથે ગૂગલ સર્ચ કર્યું. અમને દાવા સાથે સંબંધિત કોઈ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ નથી મળ્યા.

તપાસને આગળ વધારતાની સાથે વીડિયોના સ્ક્રીનશોટને ગૂગલ ઈમેજ પર સર્ચ કરવામાં આવ્યો. અમને વીડિયો સાથે જોડાયેલી તસવીર ઘણી ન્યૂઝ વેબસાઈટ પર જોવા મળી, પરંતુ અહીં સીએમ યોગીની સામે ટીવી પર પઠાણ ફિલ્મની નહીં પણ ફિફા વર્લ્ડ કપની તસવીર જોવા મળી. દૈનિક જાગરણની વેબસાઈટ પર 19 ડિસેમ્બર, 2022ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં વાયરલ વીડિયો જેવી જ તસવીરમાં સીએમ યોગીને ફિફા વર્લ્ડ કપ જોતા જોઈ શકાય છે.

વાયરલ વીડિયો સાથે સંબંધિત અસલ તસવીર અમને ઘણી ન્યૂઝ વેબસાઈટ્સ પર મળી, જેમાં સીએમ યોગી ફીફા વર્લ્ડકપ નિહાળતા જોવા મળી શકે છે. તપાસમાં આગળ અમે સીએમ યોગીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટમાં શોધવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને તસવીર 18 ડિસેમ્બર 2022ના રોજ પોસ્ટ કરેલી મળી. અસલી તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સીએમ યોગી ટીવી પર ફિફા વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોઈ રહ્યા છે.

નીચે દર્શાવેલ કોલેજમાં ઓરિજિનલ ઈમેજ અને તેની સાથે જ કરવામાં આવેલી છેડછાડ કર્યા પછી બનાવવામાં આવેલો ફેક વીડિયો વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે જોઈ શકાય છે. વિશ્વાસ ન્યૂઝે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા વિજય સોનકર શાસ્ત્રીનો સંપર્ક કર્યો. તેઓએ અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે અને વીડિયો એડિટેડ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે પહેલા પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝે કરી હતી. તમે અમારી ફેક્ટ ચેક સ્ટોરીને અહીં વાંચી શકો છો.

તપાસના અંતમાં અમે આ વીડિયોને ફેક દાવાની સાથે શેર કરનાર યૂઝર્સની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે યૂઝર્સ રાજસ્થાનનો ગુવાલ્દા ગામડાનો રહેવાસી છે અને યૂઝરને 143 લોકો ફેસબુક પર ફોલો કરે છે.

નિષ્કર્ષ: ટીવી પર પઠાણ ફિલ્મ જોતા સીએમ યોગીનો વાયરલ વીડિયો એડિટેડ છે. એડિટિંગ સોફ્ટવેર દ્વારા ટીવીના પિક્ચરને એડિટ કરીને પઠાણ ફિલ્મ લગાવવામાં આવી છે. જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Claim Review : યોગી આદિત્યનાથ પઠાણ ફિલ્મ જોઈ રહ્યા છે.

Claimed By : ફેસબુક યુઝર -Juned Riyaz just

Fact Check : જૂઠ

factcheck #videoviral #cmyogi #watching #fifaworldcup #edited #filmpathan

  • Claim Review : યોગી આદિત્યનાથ પઠાણ ફિલ્મ જોઈ રહ્યા છે.
  • Claimed By : ફેસબુક યુઝર -Juned Riyaz just
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later