નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં પીએમ મોદીના હાથમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની તસવીરવાળી એક ફોટોફ્રેમ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર આ તસવીર વાયરલ થઈ રહી છે. યુઝર્સ તેને સાચી માનીને વાયરલ કરી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. જેમાં આ તસવીર નકલી હોવાનું સામે આવ્યું. જાણવા મળ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીની વાયરલ તસવીર એડિટેડ છે. એડિટ કરીને તેમના હાથમાં ગુરમીત રામ રહીમની એક ફોટો ફ્રેમ લગાવવામાં આવી છે. તો અસલી તસવીરમાં પીએમ મોદીએ વિવિધ ભારતીય સોનાના સિક્કાઓની ફ્રેમ પકડી હતી. અસલી તસવીર દિલ્હીમાં 2015માં યોજાયેલી એક ઈવેન્ટની છે. તેને જ એડિટ કરીને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ‘sweety_insan90‘એ 24 એપ્રિલે ફોટો શેર કર્યો છે. ફોટોની ઉપર લખેલું છે, “દેશમાં આ જ છે, જેઓ તમામ સમસ્યાઓને સરળતાથી હલ કરી શકે છે.”
PM મોદીની અન્ય એડિટ કરેલી તસવીરોને પણ ઘણા અન્ય યુઝર્સ શેર કરી રહ્યા છે. અન્ય તસવીરમાં તેમના હાથમાં સાઈ બાબા, સત્ય સાંઈ બાબા અને પ્રમુખ સ્વામી મહારાજની ફોટો ફ્રેમ છે. વાયરલ પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. તેનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
વિશ્વાસ ન્યૂઝે PM મોદીની વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે સૌથી પહેલા ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. આ દરમિયાન અસલી તસવીર અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ પર મળી. 5 નવેમ્બર 2015ના રોજ કરાયેલા ટ્વીટમાં લખ્યું હતું, “ગૌરવની ક્ષણ… અશોક ચક્રવાળા ભારતીય સોનાના સિક્કાનો શુભારંભ.” ટ્વીટને અહીં જુઓ.
સર્ચ દરમિયાન અમને વડાપ્રધાનની સત્તાવાર વેબસાઇટ પર પણ અસલી તસવીર મળી. 5 નવેમ્બર 2015ના રોજ પ્રકાશિત સમાચારમાં ઉપયોગ કરાયેલી તસવીરમાં વડાપ્રધાનની સાથે તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલી અને નિર્મલા સીતારમણ પણ હાજર છે. આ તસવીર નવેમ્બર 2015ના રોજ નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમની છે, જ્યાં સરકારે સોનાને લગતી અનેક યોજનાઓ શરૂ કરી હતી. આ તસવીરને હવે એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમનો વીડિયો પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકાય છે. વીડિયોને 5 નવેમ્બર 2015ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
વાયરલ તસવીર અંગે અમે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા વિજય સોનકર શાસ્ત્રી સાથે સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું, “આ તસવીર એડિટિંગની મદદથી તૈયાર કરવામાં આવી છે.”
તપાસના અંતે અમે વાયરલ પોસ્ટ શેર કરનાર યુઝરની પ્રોફાઇલનું સોશિયલ સ્કેનીંગ કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારાથી પ્રભાવિત છે. યુઝરને ઈન્સ્ટાગ્રામ પર 715 લોકો ફોલો કરે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પીએમ મોદીની વાયરલ તસવીર એડિટેડ હોવાનું સાબિત થયું. અસલી તસવીરમાં તેમણે સિક્કાઓની એક ફ્રેમ પકડી રાખી હતી. આ તસવીર સાથે છેડછાડ કરીને ગુરમીત રામ રહીમનો ફોટો લગાવીને વાયરલ કરવામાં આવી રહી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923